manoj chokhawala

Drama

2  

manoj chokhawala

Drama

વન દિવસ

વન દિવસ

2 mins
522


સમગ્ર વિશ્વમાં ૨૧મી માર્ચના રોજ 'વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ શા માટે આવા દિન વિશેષ ઉજવવામાં આવે છે? એ પાછળનો તેમનો હેતુ કયો હોઈ શકે ? આ વિચારોનું મૂલ્ય આવનારી પેઢી અને વર્તમાન પેઢી સમજી વન અને વૃક્ષોને વારસા તરીકે સમજી તેનું સંવર્ધન,જતન થાય તે પણ એટલું જ જરૂરી છે. કવિઓએ પણ પોતાની સાહિત્ય રચનામાં પ્રકૃતિનું વર્ણન માનવજીવન સાથે કેવી રીતે છે તેવું સહજ રીતે ચિત્રણ કર્યું છે. 

ધર્મેન્દ્ર માસ્તર જેવા કવિ પોતાના ગીત માં લખે છે કે' ઉષા સુંદર, નિશા સુંદર..સુંદર વન ઉપવન .. તો મહેન્દ્રસિંહ પરમાર પ્રકૃતિ વિશે 'ડાંગવનો અને' વિષયવસ્તુમાં ડાંગના જંગલો અને તેની પ્રાકૃતિક સુંદરતાનું વર્ણન કર્યું છે. જ્યારે કવિશ્રી જયંત પાઠકે પણ પોતાનાં કાવ્યમાં ' એ મૂક્યા વન,એ મૂક્યા જન, ઘણે વરસે મળ્યા જે ક્ષણ'.. આ ગીતમાં પોતાની વેદના વ્યકત કરી છે. માનવી જ્યારે પ્રકૃતિથી અલગ થાય છે તો કેવી પીડા થાય તેનું વર્ણન છે. તો આપણે આજના દિન વિશેષનું મહત્વ સમજી બીજાને સમજાવીએ, વૃક્ષો અને વનોનું રક્ષણ કરીએ અને કરાવીએ. સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા દેશોનો મુખ્ય હેતુ વન સંપત્તિનો ઉછેર અને જાળવણીનો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવાનો એ છે કે સમગ્ર માનવજાત પર્યાવરણનું રક્ષણ કરે, વૃક્ષોનું જતન કરે. શાબ્દિક રીતે પર્યાવરણનો અર્થ એ છે કે આપણી આસપાસ જે પથરાયેલું છે તે પર્વતો, વૃક્ષો, પાણી, કુદરતી તત્ત્વો .આ પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ એ આપણી પવિત્ર ફરજ છે .આથી જ તો આપણી બંધારણની કલમ નંબર ૫૧ (ક) મુજબ મૂળભૂત ફરજોમાં પ્રાકૃતિક વારસાનું જતન કરવું. એ દરેક નાગરિકની મુખ્ય ફરજ છે. આપણે બધા આ દિવસે સંકલ્પ લઈએ કે વૃક્ષોનું રક્ષણ કરીએ અને તેનું છેદન થતું અટકાવીએ. સમગ્ર વિશ્વમાં ૫ જૂન એટલે 'વિશ્વ પર્યાવરણ દિવસ' જ્યારે ૨૧ માર્ચ એટલે 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' આ બંને દિવસનું મૂલ્ય સમજી આપણી વર્તમાન પેઢી અને ભવિષ્યની પેઢીને તે વિશે સમજાવીએ .પ્રકૃતિ છે તો મનુષ્ય છે. પ્રકૃતિ પર જ માનવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકેલું છે. એક શિક્ષક તરીકે એટલું જ કહેવું છે કે જેવી રીતે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીએ છીએ. તેવી જ રીતે આપણે આપણા પ્રાકૃતિક વારસાને પણ જાળવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama