દેશના સાચા હીરો
દેશના સાચા હીરો


ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજ સરકારની ગુલામીમાંથી સ્વતંત્ર થયો. ત્યારબાદ ભારત દેશનો પોતાનો અલાયદુ બંધારણ પણ અમલમાં આવ્યું. ભારત દેશ સાચા અર્થમાં પ્રજાસત્તાક દેશ બન્યો. પરંતુ દેશની આ મહામૂલી આઝાદીમાં અનેક વીર પુરુષોમાં ભારતીના સપૂતો ક્રાંતિકારીઓ અને 1857ના વિપ્લવથી લઈ અનેક પ્રકારના સત્યાગ્રહો સુધી જેને પોતાના રક્તથી, જેને પોતાના શ્રમથી અને જેને પોતાના પ્રાણથી આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેવા ભારતીના વીર સમૂહને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હું નમન કરું છું.
વાત કરવી છે મારે દેશના સાચા હીરાની.. આ દેશના સાચા હીરો અટલબિહારી વાજપાઈના શબ્દોમાં કહીએ તો "જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન" આ અર્થમાં ભારતીના દેશમાં દેશના સાચા હીરો એ દેશની સરહદ ઉપર ઠંડી હોય કે ગરમી હોય,કે પછી વરસાદ હોય અનેક પ્રકારની ભીષણ પરિસ્થિતિમાં પણ ખડે પગે દેશના લોકો સુખ અને શાંતિથી અનેક પ્રકારના પર્વ અને ઉત્સવો મનાવી શકે તે માટે સરહદ ઉપર દિવસ રાત કાર્યરત છે. એવા જવાનો એ પ્રથમ હરોળના દેશના સાચા હીરો છે. ત્યાર પછી જેને આપણે જગતનો તાત અર્થાત આ જગતનો પિતા તરીકે ઓળખીએ છીએ તે પણ આ દેશના સાચા હીરો છે. આ ખેડૂત એ આ જગતનો પાલનહાર છે. કારણકે આ ધરતી ઉપર અનાજ ઊગાડવાનું કામ સમગ્ર માનવ સૃષ્ટિનો અન્ન પહોંચાડવાનું કામ તે કરી રહ્યો છે. આ સિવાય દેશને 21મી સદીનું ભારત માત્ર જ્ઞાન નહીં પણ જ્ઞાનની સાથે સાથે વિજ્ઞાન સાથે આગળ ધપાવતું આત્મનિર્ભર બનાવવામાં દેશના વૈજ્ઞાનિકોનો પણ અગત્ય નો ફાળો રહેલો છે. તો આવા દેશના વૈજ્ઞાનિકો ટેસી થોમસ, ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ એવા અનેક વૈજ્ઞાનિકો એ દેશના સાચા હીરો છે..