વિશ્વ અહિંસા દિવસ : ૨ જી ઓક્ટોબર
વિશ્વ અહિંસા દિવસ : ૨ જી ઓક્ટોબર


આવતીકાલે ૨ જી ઓક્ટોબર સમગ્ર ભારતભરમાં અને વિશ્વમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને 'વિશ્વ અહિંસા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
પૂ. બાપુ આદર્શવાદી વિચારક, સ્વાવલંબન, નાગરિકતાની કેળવણી, સર્વધર્મ સમભાવ, સ્વચ્છતા, પ્રાર્થના, આધ્યાત્મિક જેવી બાબતોના હિમાયતી હતા. મહાત્મા ગાંધીજીનાં સમગ્ર જીવન દર્શન તરફ નજર કરવામાં આવે અથવા તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો' વાંચન કરવામાં આવે ત્યારે આપણને એક બાબતનો ચોક્કસ ખ્યાલ આવે કે પૂજ્ય બાપુએ જે કહ્યું છે તે સાચી વાત છે. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો,' મારું જીવન એ જ મારો સંદેશ' .
આજે બાપુના જન્મદિવસ નિમિત્તે અને ખાસ કરીને '
વિશ્વ અહિંસા દિવસ' અંતર્ગત કેટલીક બાબતો જાણીએ.
વિશ્વમાં સંસ્કૃતિની બાબતમાં સૌથી વિશેષ પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશ ભારત છે. ભારત દેશ વિવિધતામાં એકતા, સર્વ ધર્મ સમભાવ, વસુધૈવ કુટુમ્બકમ અને જીવો અને જીવવા દો.. આ ઉપરાંત 'અહિંસા પરમો ધર્મ ', વહેંચીને ખાવું અને વૈકુંઠ જાવું.. વગેરે જેવી વિચારસરણી ધરાવતો દેશ છે. આદિકાળથી આધુનિક યુગ સુધી અનેક તબક્કાઓ જોતા આપણને ભારતીય સંસ્કૃતિની સવિશેષ લાક્ષણિકતા સાહિત્ય, કલા અને સંસ્કૃતિની બાબતમાં તેનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. ભારતીય સંસ્કૃતિએ ભારતના લોકોને વિચાર અને આચાર ની દ્રષ્ટિએ એક માળામાં ગૂંથી રાખવાનું કામ કરે છે. દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રદ્ધાનંદ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ગોપાલ કૃષ્ણ ગોખલે, મહાત્મા ગાંધીજી, શ્રીમદ રાજચંદ્ર, વિનોબા ભાવે, જેવા મહાન પુરુષોના જીવન કવન નું વાંચન કરીએ ત્યારે આપણને તેમના વિચારો જ ઘણી બધી પ્રેરણા પૂરી પાડે છે. મહાત્મા ગાંધીજી એ કહ્યું છે કે 'મારું જીવન એ જ મારો સંદેશ 'એમાં તેમનો જીવન પ્રત્યેનો હકારાત્મક વિચાર રહેલો છે. વિનોબા ભાવેજીએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ ત્રણેય બાબતો નું મહત્વ સમજાવે છે. તેમાં પણ વ્યક્તિના વિચારો નો મહિમા જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ 'જનસેવા એ જ સાચી પ્રભુસેવા' ની વાત કરે છે ત્યારે તેમાં પણ ઉત્તમ વિચારો નજર સમક્ષ પ્રસ્તુત થાય છે. તો વળી રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, ગુણવંત શાહ વગેરે જેવા અનેક વ્યક્તિઓના કર્મઠ અને માનવીય જીવન આધારિત પુસ્તકોનું વાંચન કરતાં આપણને હકારાત્મક વિચારસરણી પ્રાપ્ત થાય છે. પરંતુ કેમ જાણે આજનું આધુનિક માનવી શહેરીકરણ, આધુનિકીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ જેવી નીતિઓમાં રચ્યોપચ્યો બની પોતાના વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં આંધળું અનુકરણ કરીને પોતાના મૂલ્યોનું અને પોતાનું સંસ્કૃતિને એ વિસરતો જાય છે. ઉમાશંકર જોશી એ પણ કહ્યું છે, 'વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની ' આ વિચાર જ આપણને માનવથી મહામાનવની તરફ દોરી જાય છે. તો શ્રીમદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક વિભૂતિઓ જીવ દયા, માનવતા અને કરુણા ના વિચારો થકી ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો છે. પરંતુ આધુનિક માનવ સત્તાલાલસા, ધનલાલસાની પાછળ એ પોતાના વિચારોની અવળી દિશા તરફ આગળ વધી રહ્યો છે. વ્યક્તિના બે પ્રકારના વિચારો હોઈ શકે .એક હકારાત્મક વિચારો જે વ્યક્તિ અને સમાજ જીવનને નવ સૃષ્ટિ બક્ષી સુંદરતા તરફ પ્રયાણ કરે છે. જ્યારે વ્યક્તિના નકારાત્મક વિચારો એ સૃષ્ટિનું સંહાર કરવા તરફ આગળ વધે છે. ચાણક્ય પણ કહ્યું છે કે,"શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ "..વ્યક્તિનું પણ કંઈક આવું જ છે. જ્યારે વ્યક્તિ સારું વિચારે અર્થાત્ હકારાત્મક રીતે વિચારે છે ત્યારે તે પ્રકૃતિનું કલ્યાણ, જગતના કલ્યાણમાં રચ્યોપચ્યો બને છે. પરંતુ જ્યારે તે નકારાત્મક વિચાર છે ત્યારે સૃષ્ટિના વિનાશ તરફ વધુ ને વધુ આગળ વધે છે. વિચારોમાં પ્રદૂષણ એટલે વ્યક્તિ જ્ઞાન અને સમજનો અને પોતાની સમજણ શક્તિનો ઉપયોગ કર્યા વગર પોતાને શું ફાવે છે ? પોતાના માટે શું સારું છે ? તે વિચારની લઈ બીજાનું અહિત કરવા તરફ આગળ વધતો હોય છે.ઉદાહરણ તરીકે પોતાના અંગત કે નીજી સ્વાર્થ માટે વૃક્ષોનું નિકંદન કાઢવું, પ્રાકૃતિક સંસાધનો ને હાનિ પહોંચાડી, સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવી. મૂલ્યો અને સંસ્કૃતિ વિમુખ બની અને વિકૃતિ તરફ આગળ વધવું. સર્વ થી સ્વ તરફ નો સંકુચિત દ્રષ્ટિકોણ વગેરે જેવી બાબતો તે વિચારોમાં પ્રદૂષણ જ કહી શકાય. વિચારોના પ્રદૂષણમાં સૌથી મહત્વની બાબત વ્યક્તિ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત નો ઓછો ઉપયોગ અને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો નું વધુને વધુ ઉપયોગ વિચારો નું પ્રદુષણ ઉત્તમ ઉદાહરણ છે. આ સિવાય જોઈએ તો વ્યક્તિ પોતે માંસાહાર, વ્યસન, મદિરાપાન, હિંસા, ભ્રષ્ટાચાર, ગુનાખોરી, પ્રદેશવાદ, ભાષાવાદ ,ધાર્મિક ઝનૂન,વગેરે વિચારોમાં પ્રદૂષણ તરફ માનવીને દોરી જાય છે. હિંસાત્મક પ્રવૃતિઓના તરફ આગળ વધવું, છાશવારે આંદોલન કરવા આ બધી જ બાબતો એ વિચારોમાં પ્રદૂષણ ગણાવી શકાય .આ સિવાય વિચારોના પ્રદૂષણમાં જોઈએ તો અંગ્રેજીમાં કહેવત છે કે,' સિમ્પલ લિવિંગ, હાઈ થીંકિંગ' અર્થાત્ 'જીવન ભલે સાદગીભર્યું હોય પણ વિચારો ઉચ્ચકોટિના હોવા જોઈએ'.આ ભારતીય સંસ્કૃતિમાં ઉત્તમ વિચારોનો એક કહી શકાય.પરંતુ આ આધ્યાત્મિક વાતથી વિમુખ બનીને કેવી રીતે ઝડપી પૈસાદાર, ધનિક, શ્રીમંત બની શકાય તેના માટે શોર્ટકટનો માર્ગ અપનાવીને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વધુ ને વધુ સંપત્તિ ભેગી કરવાની લાલસામાં બીજાનું અહિત કરી ને પણ પોતે સુખી બને એવો વિચાર પણ વિચારોમાં પ્રદૂષણ જ ગણાવી શકાય. અંતમા ધર્મેન્દ્ર માસ્તરની એક કવિતામાં સરસ મજાનો વિચારોની હકારાત્મકતાનું ઉદાહરણ પ્રસ્તુત છે.." ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન, વિભુ હશે તો કેવા સુંદર,એવું થાતું મુજ મનમાં ".આ કાવ્યમાં વિચારોની હકારાત્મકતાનું પ્રતિક છે તો વળી કરસનદાસ માણેકની કાવ્ય,"જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો." ..આમ એક દેશના સાચા નાગરિક તરીકે દરેક વ્યક્તિએ માનવ અચૂક બનવું જોઈએ. મહામાનવના બનીએ તો કંઈ નહીં પરંતુ ચાલો માનવ-માનવ રમીએ, ચાલો થોડા માનવ માનવ બનીએ.