માતૃભાષાની ચાહક :- દીકરી
માતૃભાષાની ચાહક :- દીકરી


'યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:"
જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવી ગણવામાં આવે છે.
ગઝલકાર અશોક ચાવડા કહે છે,
"સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી; સુખડ , ચંદનને કુમકુમ તિલકમાં દીકરી."
દેવી એટલે સાક્ષાત સૌંદર્ય અને સંસ્કારની મૂર્તિ સમાજમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણી છે. સ્ત્રી એક માતા છે. તે શક્તિ સ્વરૂપા છે આપણી માતા, બહેન કે દીકરીમાં આપણે એક શક્તિ જોઈએ છે.
સાહિત્યમાં કહેવાયું છે કે દીકરી એટલે ઘરની દીવડી. સમગ્ર વિશ્વ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. ત્યારે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું રાંટીલા ગામ. આ ગામમાં પચાણભાઈ નામના ખેડૂત રહે છે. તેમની દીકરી કાળમા કોમલબેન પચાણભાઈ બાળપણથી જ ભણવામાં તેજસ્વી અને લેખનશક્તિ ખૂબ જ સુંદર . વજેગઢ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ માટે લાખણી તાલુકાના લવાણા ગામમાં આવેલ. લોકનિકેતન વિનય મંદિર લવાણા શાળામાં આ દીકરી અભ્યાસ માટે જોડાઈ. શાળામાં શિક્ષક દ્વારા દીકરીની લેખન કૌશલ્યથી પ્રભાવિત થઈ તેની કલ્પના શક્તિથી પ્રેરિત થઈ આ દીકરીને કાવ્ય લેખનમાં વધુ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ દીકરી છેલ્લા બે વર્ષથી જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતે ભાગ લઈ અને પોતાની સાહિત્યમાં મન ગમતી રસિક પ્રવૃત્તિ તરફ પા પા પગલી ભરી આજે તે સુંદર કાવ્ય રચના કરી રહી છે. ત્યારે મહિલા દિવસ નિમિત્તે દીકરી સાથે કરેલ સંવાદ થકી તેના વિશે જાણીએ.
૮ માર્ચ મહિલા દિવસ નિમિત્તે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે બનાસકાંઠાની દીકરી કે જે સતત બે વર્ષથી કલા મહાકુંભ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું
વ્યક્તિ વિશેષ લેખ:- દીકરીઓ માટે પ્રેરણારૂપ
પૂરેપૂરું નામ:- કાળમા કોમલબેન પચાણભાઈ
માતાનું નામ:-અજોતીબેન
જન્મતારીખ:-૧૮ ઑગસ્ટ ૨૦૦૬
જન્મ સ્થળ:- રાંટીલા તા.દિયોદર જિ.બનાસકાંઠા
પિતાનો વ્યવસાય:- ખેતી અને પશુપાલન
પ્રાથમિક શિક્ષણ શાળાનું નામ:- વજેગઢ પ્રાથમિક શાળા
પ્રશ્ન:- પ્રાથમિક શિક્ષણની યાદગાર પળ:-
જવાબ:-પ્રાથમિક શાળાના ગુરુજી પાસેથી પ્રાપ્ત કરેલું વિષય જ્ઞાન અને પ્રેરણાત્મક જીવનપ્રસંગોની વાત
પ્રશ્ન.:-માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ (શાળાનું નામ):-
જવાબ:-લોકનિકેતન વિનય મંદિર, લવાણા
પ્રશ્ન.:-માધ્યમિક શિક્ષણની યાદગાર પળ:-
જવાબ:-શાળાની પ્રાર્થના, અમૃત વચન અને દિન વિશેષ પ્રવૃત્તિ
પ્રશ્ન:- હવે પછી કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો.?:-
જવાબ:-વિનયન પ્રવાહ (આર્ટ્સ)
પ્રશ્ન:- ભવિષ્યનું આયોજન (લક્ષ્ય):-
જવાબ:-સનદી અધિકારી બનવું.
પ્રશ્ન:- તમારા વ્યક્તિત્વ વિકાસમાં પ્રાથમિક શાળામાં તમારા આદર્શ શિક્ષક.
જવાબ:-પ્રાથમિક શાળાના ગુરુજી શ્રી મશરુભાઈ ચૌધરી
પ્રશ્ન:- તમને ગમતા પુસ્તકો
જવાબ:- તોતોચાન, સરદાર એટલે સરદાર અને સત્યનાં પ્રયોગો
પ્રશ્ન:-તમારો શોખ
જવાબ:-વાંચન અને કાવ્ય લેખન
પ્રશ્ન:- અત્યાર સુધીમાં કુલ કેટલા કાવ્યો લખ્યાં છે.?
જવાબ:- ર૫ થી વધારે જુદા જુદા વિષયો પર
પ્રશ્ન:-માતા પિતાને તમારા (દીકરી) હોવાનું વિશેષ ગૌરવ થાય તે માટે તમે શું કરશો?
જવાબ:- દીકરી તરીકે સનદી અધિકારી બની દેશસેવા કરી માતાપિતાનું નામ રોશન કરી ગૌરવ આપવું
પ્રશ્ન:- તમને કેવા મિત્રો પસંદ છે.?
જવાબ:- શાળામાં અભ્યાસમાં અને પ્રવૃત્તિમાં સહભાગી બન્યા તેવા.
પ્રશ્ન:- તમારા શિક્ષણમાં મોસાળ પક્ષની ભૂમિકા.
જવાબ:- હરહંમેશ શિક્ષણ ક્ષેત્રે આગળ વધુ તેવું પ્રોત્સાહન આપે છે તે.
પ્રશ્ન.સમાજમાં દીકરીઓ માટે તમારો સંદેશ.
જવાબ:-દરેક પરિસ્થિતિમાં હિંમત હાર્યા વિના અડગ વિશ્વાસ સાથે પરિસ્થિતિનો સામનો કરવો. જેથી આજે નહીં તો કાલે ચોક્કસ સફળતા મળશે જ.