વિચારધારા
વિચારધારા
મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજમાં બે પ્રકારની વિચારધારાઓ આપણને જોવા મળતી હોય છે. એક છે પ્રાચીન વિચારધારા અને બીજી છે આધુનિક વિચારધારા. જેવી રીતે કુટુંબમાં પણ બે પ્રકારની વિચારધારાઓ સાથે ચાલનારા વ્યક્તિઓ હોય છે જે પૈકી એક સંયુક્ત કુટુંબની વિચારધારા અને બીજી વિભક્ત કુટુંબની વિચારધારા. પ્રાચીન વિચારધારા ધરાવતા સ્વજનો ભજનો, પરંપરાગત રૂઢિઓ પ્રણાલીઓ અને માન્યતાઓ, વલણો તેઓ વગેરે એ આધીન થઈને જીવન જીવવાની શૈલી અપનાવતા હોય છે. જ્યારે આધુનિક યુગમાં માનનારા કુટુંબના સ્વજનો નૂતન સંસ્કૃતિ, નૂતન વિચારધારા, નાવીન્ય સભર અભિગમ, પરિવર્તન ટેકનોલોજી સાથે વિનિયોગ વગેરે વિચારધારા સાથે જોડાયેલા હોય છે. એક જ કુટુંબમાં બે અલગ અલગ વિચારધારાઓ અને બે અલગ અલગ પેઢીઓ વચ્ચે સામાજિક અંતર વધુને વધુ ઉગ્ર બનતું જતું હોય છે. આ વિચારધારાની ખાઈને ઓછી કરવા માટે દરેકના સ્વતંત્ર વિચારોનો સ્વીકાર એ જ આગવું જમા પાસું છે.
એ જ વિચારધારા બનાવવામાં આવે તો ફરી પાછું નાવીન્ય સભર સંસ્કૃતિનો સમન્વય સાધી શકાય.