જીવન એક રંગભૂમિ
જીવન એક રંગભૂમિ


એક નાનકડું કામ હતું. આ ગામમાં જુદી-જુદી જ્ઞાતિના અનેક બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. આ શાળામાં દરેક વિદ્યાર્થીઓને પોતાના મનથી સ્વીકાર્યું હતું કે શાળામાં ભણાવવામાં આવતું શિક્ષણ એ માત્ર આજીવિકા અર્થાત અર્થોપાર્જન માટે નું જ સાધન છે. પરંતુ આ બાળકો જ્યારે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ કરે છે ત્યારે તેમની વિચારસરણીમાં થોડું પરિવર્તન આવે છે હવે તેમને ખ્યાલ આવે છે કે શિક્ષણ વાસ્તવિક જીવનમાં કેવી રીતે જીવી શકાય અર્થાત અંધકારમય વાતાવરણમાંથી પ્રકાશ તરફ કેવી રીતે આગળ વધી શકાય તેની દિશા કેળવણીના પાઠ દ્વારા શીખી શકાય છે.
જ્યારે આ બાળકો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દાખલ થાય છે ત્યારે ફરી એમનો કેળવણી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય છે હવે તેમને એવું લાગે છે કે આ કેળવણી એમના વ્યક્તિત્વ વિકાસ માટેનું મજબૂત અને જમા પાસું છે. અને જ્યારે તેઓ કોલેજકાળમાં અભ્યાસ માટે જોડાય છે ત્યારે તેમને એવું લાગે છે કે હવે આ વ્યવસ્થા એ મારી સાંસારિક, પારિવારિક, કૌટુંબિક, શૈક્ષણિક આમ જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાણ કરીને સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટેનું સમન્વય એટલે કોલેજનું શિક્ષણ.
આમ શિક્ષણ ના જુદા જુદા સ્તરમાં તેઓની શિક્ષણ પ્રત્યે અલગ-અલગ માન્યતાઓ ધરાવતા હોય છે.જુદી-જુદી જ્ઞાતિના વિદ્યાર્થીઓમાંથી કેટલાક ભવિષ્યમાં સરકારી અધિકારી તરીકે કેટલાક સમાજસેવી તરીકે કેટલાક વ્યવસાયકાર તરીકે તો કેટલાક રંગભૂમિના ઉત્તમ કલાકાર તરીકે જીવન જીવે છે . સમાજ રૂપી આ રંગભૂમિમાં જીવન પસાર કરે છે આથી કહી શકાય કે જીવન એક રંગભૂમિ છે.