ભારતીય સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિ


ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠતમ સંસ્કૃતિ પૈકીની એક છે. ભારતીય સંસ્કૃતિએ ઋષિમુનિઓની સંસ્કૃતિ, વેદો - ઉપનિષદની સંસ્કૃતિ, ભગવદ ગીતાની સંસ્કૃતિ, મહાભારત- રામાયણની સંસ્કૃતિ, સમગ્ર માનવજાત અને માનવધર્મના ગ્રંથોની સંસ્કૃતિ.
ભારતીય સંસ્કૃતિ એટલે 'સર્વ ધર્મ સમભાવ', 'વસુધૈવ કુટુમ્બકમ', 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે વરિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ,અગસ્ત્ય ઋષિ,વાલ્મીકિ ઋષિ,સાંદીપનિ ઋષિ જેવા અનેકો મહર્ષિઓની સંસ્કૃતિ.
ભારતીય સંસ્કૃતિ એટલે ભગવાન શ્રી રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર જેવા અવતારી પુરુષોની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રીમદ રાજચંદ્ર, વિનોબા ભાવે, જેવા દિવ્ય અને પરોપકારી વિભૂતિઓની સંસ્કૃતિ.
ભારતીય સંસ્કૃતિ એટલે ચાણક્ય,ડૉ. અબ્દુલ કલામ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે. ક્રિષ્નામૂર્તિ, મહર્ષિ અરવિંદ સમાન અનેક મહાન દાર્શનિકો ની સંસ્કૃતિ.
ભારતીય સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ જેસલ તોરલ સમાધિની સંસ્કૃતિ, દેલવાડાના દેરા, રાણકીવાવ, બુલંદ દરવાજો, તાજમહલ, સીદી સૈયદની જાળીની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે વલભી, નાલંદા, તક્ષશિલા, વિક્રમશીલા જેવી પ્રાચીન વિદ્યાપીઠની સંસ્કૃતિ.
ભારતીય સંસ્કૃતિ એટલે ગુફા થી ઘર સુધીની યાત્રા , ભારતીય સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ..આવું તો કેટકેટલુંય આ સંસ્કૃતિમાં સમન્વિત છે.