Kaushik Dave

Drama Thriller

5.0  

Kaushik Dave

Drama Thriller

વમળ

વમળ

7 mins
791


રાજનગર નામનું એક ગામ. નાનકડા નગર જેવું ગામ, હાઈવે ની નજીક નું ગામ, ગામ માં નાના લઘુ ઉદ્યોગ અને હાઈવે પર હોટલ નો ધંધો આ સિવાય ગામ માં ખાસ બીજા કોઈ ધંધા ઉદ્યોગ નહતા. ગામ ની પાછળ ના સીમમાં હનુમાનજી નું મંદિર,નજીક માં મહાકાળી માતાજી નું મંદિર,ને પાસે ગામ નું સ્મશાન હતું. એક ચૈત્રી અમાસ ની રાત હતી. ગામ ની સ્ટ્રીટ લાઈટો પણ કોક કોક ચાલુ હતી. ગામ ની સીમ માં અંધારિયા રસ્તા હતા. લગભગ દોઢ વાગ્યા હતા. દૂર દૂર કુતરાઓના ભસવાના અવાજો આવતા હતા. તે વખતે સ્મશાન પાસે ના બાંકડા પર એક માણસ લાશ વશ પડેલો હતો. એજ વખતે એક યુવાન માણસ ધીરે ધીરે જાણ્યેઅજાણ્યે લાશ ની જેમ પડેલા માણસ તરફ આવી રહ્યો હતો. એ માણસે નજીક આવી ને મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરી. જુએ છે તો એક આધેડ વયનો માણસ લાશ રુપે પડેલો હતો, ને તેની છાતી માં છરો વાગે લો હતો. તેના માથા માં ને ખભા પર લાગ્યું હોય લાગતું હતું. ધ્યાન થી જોયું તો દેવપ્રિય કાકા હતા.


એ માણસે દેવપ્રિયની છાતીમાંથી છરો કાઢવા નો પ્રયત્ન કરે છે, ત્યાં જ પોલીસ ની ગાડી સાયરન વગાડતી આવી. ને છરો કાઢનાર માણસ ની ધરપકડ કરી. પોલીસ તે માણસ ને પોલીસ સ્ટેશન લઈ ગયા ને ઉલટતપાસ કરવા માંડી. પેલા માણસે કહ્યું કે,' મારું નામ હરિહર શર્મા છે. ને હું નિર્દોષ છું. ' પોલીસ ઇન્સ્પેક્ટર રાણા જે ચાર્જ માં હતાં તેમણે પૂછપરછ કરી કે અડધી રાત્રે તમે ત્યાં શું કરતા હતા? તમારું ગામ અને નોકરી ધંધો શું?' હરિહર-' હું સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું ને પાસે ના શહેર ધરમનગર માં રહું છું. મરનાર વ્યક્તિ દેવપ્રિય કાકા ને હું ઓળખું છું. તેમનો આજે બે ત્રણ વખત મને ફોન કરીને બોલાવ્યો હતો. પણ સામાજિક કામ ને લીધે હું મલવા આવી શક્યો નહીં. ને રાત્રે ૧૨ વાગે તાત્કાલિક મને સ્મશાનમાં મલવા નો ફોન આવ્યો હતો. તેથી હું એક્ટિવા લઇને મલવા આવ્યો ત્યારે દેવપ્રિય કાકા ને છરો વાગેલો,ને લાશ ની જેમ પડેલા હતા. ત્યાં પોલીસ આવી પહોંચી. હું નિર્દોષ છું. 'પણ પોલીસે શક ના આધારે હરિહર ને પોલીસ કસ્ટડીમાં લીધો. ઈન્સ્પેક્ટરે ગામમાં રહેતા દેવપ્રિય ના કુટુંબ ને હત્યા ની જાણ કરી. દેવપ્રિય ને આધેડ વય ની પત્ની, એક યુવાન પુત્રી યુક્તિ ને યુવાન પુત્ર રવિ હતો.


સવારે પોલીસ તપાસ માં ઘટના સ્થળ પાસે થી એક લાઠી, તેમજ કેટલાક અસ્પષ્ટ પગલાંની છાપો જોઈ. લાશ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી. છરો ને લાઠી ને તપાસ માટે લેબ માં મોકલી દીધી. સવારે દેવપ્રિયના કુટુંબે હરિહર ને ઓળખી લીધા ને પોલીસ ને જણાવ્યું કે, હરિહર બે વર્ષ પહેલાં અમારા ફળિયામાં રહેવા આવ્યા હતા. હવે પોલીસે હરિહર સાથે કડકાઇથી પૂછપરછ કરી. હરિહરે પોતાની વાત રજૂ કરી કે,આજ થી બે વર્ષ પહેલા મને રાજનગર ની સરકારી સ્કૂલમાં નોકરી મલી હતી. તેથી મારી પત્ની અને એક વર્ષ ના પુત્ર સાથે દેવપ્રિય ના ફળિયામાં ભાડે રહેતો હતો. થોડા દિવસો માં દેવપ્રિય કાકા ના કુટુંબ સાથે ઘર જેવો સંબંધ થયો હતો. પણ એક દિવસ બહુ જ બિમારીના કારણે નજીકના શહેર ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૧૫ દિવસ પછી પાછો ગામ માં આવ્યો,તે દરમિયાન મારી બદલી ધરમનગર થઈ. ને હું ત્યાં જતો રહ્યો. ત્યાર પછી આજે જ આ ગામમાં આવ્યો. પોલીસે હરિહર નું સ્ટેટમેન્ટ લઈ લીધું. હરિહર ને પોલીસ કસ્ટડીમાં જુની વાતો યાદ આવવા માંડી.


યાદ કરે છે કે, જ્યારે આ ગામમાં રહેતો હતો ત્યારે શરુઆત માં ઘણું સારું હતું પણ દેવપ્રિય ની પત્ની અન તેની પુત્રી યુક્તિ મારી પત્ની ને મેણા ટોણાં અને માનહાનિ કારક શબ્દો બોલતાં. સાંજે સ્કૂલ થી આવું ત્યારે પત્ની મને ફરિયાદ પણ કરતી. લડાઈ ઝઘડા પસંદ ન હોવાથી શાંતિ થી સહન કરી ને રહેતા હતા. તે દરમિયાન નજીક ના શહેર માં બદલી ની અરજી કરી હતી. એક દિવસ દેવપ્રિય કાકા એ મને ભગવાન નો પ્રસાદ આપ્યો. ને મારી તબિયત બગડવા માંડી. નજીક ના શહેર ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હરિહર યાદ કરે છે કે,બદલી થયા પછી એક દિવસ સ્કૂલમાં એક પત્ર આવ્યો જે મને (હરિહર) ને સંબોધીને લખ્યું હતું કે તમે તમારી પત્ની ને છુટાછેડા આપો, ને મારી પુત્રી સાથે સંસાર માંડવો. આ લખનાર દેવપ્રિય કાકા હતા. મે કોઇ જવાબ ના આપ્યો, તો એક દિવસ ફોન આવ્યો કે જો તેમના કહ્યા મુજબ નહીં કરું તો મારું (હરિહર)કુટુંબ પાયમાલ થઈ જશે. આ એક ગાંડપણ સમજીને જવાબ ન આપ્યો. તો ફરી થી બે વખત ફોન આવ્યો ને કહ્યું કે અગાઉ પણ તેમણે પ્રસાદ માં ધંતુરા ના બીજ નો ભૂકો કરી તને ખવડાવ્યો હતો. ને તું બચી ગયો. જો આજે રાત્રે ૧ વાગે ગામ ના સ્મશાન માં નહીં આવે તો તાંત્રિક વિધિ થી તને પાયમાલ કરી દઈશ. આ વાત જાણતા હરિહર મોડા મોડા પણ રાત્રે દોઢ વાગે સ્મશાન પહોંચ્યો ને ખૂન કેસમાં સપડાઈ ગયો.


બીજા દિવસે ફિંગર પ્રિન્ટ રિપોર્ટ આવી ગયો. આ લાઠી પરના હાથનાં નિશાન કોઈ એક વ્યક્તિનાં અને છરા પર ના હાથનાં નિશાન બે વ્યક્તિઓ ના હતા. જેમા નું એક હરિહર નું હતું પરંતુ છરા ને લાઠી માં પડેલા નિશાન અલગ અલગ વ્યક્તિનાં હતા. તેથી પી. આઈ.  રાણા ને આ કેસ જુદા જ પ્રકારનો લાગ્યો. અલગ અલગ ત્રણ વ્યક્તિઓનાં નિશાન તેથી કેસ રસસ્પદ થયો. આ વાત ની ગામમાં લોકોને જાણ થતાં જ લોકો અલગ-અલગ પ્રકારની વાર્તા બનાવવા માંડ્યા. અને બીજા દિવસે સાંજે પોલીસ સ્ટેશનમાં દેવપ્રિયનો પુત્ર રવિ આવ્યો ને ખૂન તેણે કર્યું છે તેવું કબુલ કર્યું.. ઉલટતપાસ માં જણાવ્યું કે તેને ગામ ની એક છોકરી સાથે પ્રેમ થયો હતો,પણ દેવપ્રિય લગ્ન માટે માનતા નહોતા. એક દિવસ એની પ્રેમિકા એ આત્મહત્યા નો પ્રયાસ કર્યો ત્યાર થી પિતા ને અંદરોઅંદર ધિક્કાર તો હતો. સાથે સાથે એ કહ્યું કે તેના પિતા તાંત્રિક વિદ્યા ના જાણકાર હતા ને હરિહર ને ધંતુરો ખવડાવીને મારવા નો પ્રયત્ન કર્યો હતો. હરિહર ભાઈ ઘણા જ સીધા અને સારા સ્વભાવના છે. ને મારી બહેન યુક્તિ જે હરિહર ભાઈ ના રહેવા આવ્યા પહેલા ગામ ના એક નવયુવાન સાથે પ્રેમ માં પડી હતી,પણ તે યુવાને મારી બહેન ને દગો કર્યો ને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. આ બનાવ પછી મારી બહેન ચિડ ચિડિયા સ્વભાવ ની થઈ પણ હરિહર ભાઈ ને જોયા પછી તેમને મનોમન પ્રેમ કરવા લાગી. ને પછી મારા પિતા જી પાસે હરિહર ભાઈ સાથે લગ્ન કરી આપવા જીદ કરી. ઘણુ સમજાવવા છતાં ન માની. તેથી હરિહર ભાઈ ને ધંતુરો પ્રસાદ માં ખવડાવ્યો. બનાવ ના દિવસે દેવપ્રિય હરિહરભાઇ ને સામે,રામ, દંડ થી વશ કરવા માટે દસ તોલા સોનું ને ડાયમંડ લીધા. ને હરિહર ભાઈ ને ધમકી આપતો ફોન કર્યો. તે દિવસે તેના પિતા સ્મશાન માં તાંત્રિક વિધિ કરતાં હતાં ત્યારે હું લાઠી લઈ ને સંતાઈ ને ગયો. મારા પિતા જી બાંકડા પર સ્હેજ નમી ને બેઠા હતા ને મેં લાઠી થી ચાર પાંચ ઘા ખભે ને માથા માં માર્યા,એટલા માં કોઈ આવતું તેવું લાગ્યું તો હરિહર ભાઈ ને જોયા ,તેમણે તો છરો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. આ છરો કોણે માર્યો છે તે મને ખબર નથી. પણ મારા પિતા જી ઘરે થી દસ તોલા સોનું ને ડાયમંડ રીંગ લઈ ને ગયા હતા તે ઘટના સ્થળે ગુમ માલુમ પડ્યું.


પોલીસે પણ સ્વિકાર કર્યો કે ઘટના સ્થળે આવી કોઈ વસ્તુ મલી નથી. હવે કેસ માં પોલીસ ને નવો વળાંક દેખાયો કે તો પછી દસ તોલા સોનું ક્યાં?. પોલીસે હરિહરભાઇ ની સાથે સાથે તે દેવપ્રિય ના પુત્ર રવિ ને પણ કસ્ટડીમાં રાખ્યા. આ વાત ની ગામ માં વાતો ફેલાવતા માંડી. ત્રીજા દિવસે પોસ્ટ મોર્ટમ નો રિપોર્ટ આવ્યો. ઇન્સ્પેક્ટર રાણા રિપોર્ટ વાંચવા જાય છે તે જ વખતે  નજીક ના શહેર ના પોલીસ સ્ટેશન થી એક જીપ રામનગર ના પોલીસ સ્ટેશન આવી સાથે સાથે એક ચોર ને લાવી ને જણાવ્યું કે આ ચોર દસ તોલા સોનું અને ડાયમંડ રીંગ શહેરમાં વેચવા આવેલો પણ પોલીસ ના હાથે પકડાઈ ગયો અને તેણે કહ્યું કે,તે દિવસે ચોરી કરવા ગામની સીમમાં સ્મશાન બાજુ થી આવતો હતો ત્યારે એક ભાઈ તાંત્રિક વિધિ કરતાં હતાં પાસે આ સોનું ને ડાયમંડ રીંગ ચમકતી હતી. તેથી તે ચોરવા માટે તેણે તે વ્યક્તિ ને આ વસ્તુઓ આપવા કહ્યું. પણ તેણે આપી નહિ ને દેવપ્રિય એ અચાનક છરો કાઢ્યો. છરો બતાવી ને ચાલ્યા જવા જણાવ્યું. પણ લાલચ ને લીધે ચોરે હુમલો કર્યો . હાથાપાઈ ને છીના ઝપટી માં તે છરો દેવપ્રિય ને છાતી માં વાગ્યો. ચોરે દેવપ્રિય ને પાસે ના બાંકડે બેસાડી દીધો. દસ તોલા સોનું ને ડાયમંડ રીંગ લઈ લીધી. તે જ વખતે કોઈ ના આવવાનો અવાજ આવ્યો ને ચોર એક ઝાડ પાછળ સંતાઈ ગયો. જોયુ તો યુવાન રવિ લાઠી લઈને આવ્યો ને દેવપ્રિયને પાછળથી લાઠીના ઘા કર્યા. આ જોયા પછી ચોર ત્યાંથી ધીમે રહીને પલાયન થઈ ગયો. ત્યાર પછી ના બનાવો ઘટના ક્રમ ઇન્સ્પેક્ટર રાણા ને ખબર હતી. રાણાએ ચોર ને કસ્ટડીમાં માં રાખ્યો.


હવે રાણા આખા ઘટનાક્રમ ને યાદ કરી ને કેસ ઉકેલવા ની કોશિશ કરી. ને ત્યાં જ તેમને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ યાદ આવ્યો. રિપોર્ટ વાંચી ને ઇન્સ્પેક્ટર રાણા અચંબામાં પડે છે. રિપોર્ટ માં મૃત્યુ નું એક કારણ છરા ના ઘા ને લીધે લોહી નું વધુ પડતું વહી જવું ને બીજું કારણ દેવપ્રિય નું મોત એક કાતીલ વિષ ના લીધે થયું. જે વિષ લેનાર વ્યક્તિ ને વિષ આપ્યા પછી દોઢ થી બે કલાકે અસર થઈ છે. તરત જ ઇન્સ્પેક્ટર રાણા એ રવિ ને બોલાવ્યો ને પુછ્યુ કે ,તારા પિતા રાત્રે કેટલા વાગે સ્મશાન જવા નિકળ્યા હતા. અને નિકળતી વખતે શું ખાધું પીધું હતું ? અને કોણે આપ્યું હતું? રવિ એ જવાબ આપ્યો કે, તેના પિતા રાત્રે ૧૨ વાગ્યા ની આસપાસ નીકળ્યા હતાં. અને છેલ્લે મારી બહેન યુક્તિ એ લીંબુ પાણી આપ્યુ હતું. પરંતુ મારા પિતાજી ના મૃત્યુ ના લીધે મારી બહેન પાગલ થઇ ગઇ હતી. . ને નજીક ના શહેર ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઈન્સ્પેક્ટર રાણાએ હરિહરભાઇ ને મુક્ત કર્યા ને જ્યારે પોલીસ ને અને કોર્ટમાં જરુર પડે સાક્ષી આપવા જણાવ્યું. ઈન્સ્પેક્ટર રાણા એ ચોર અને રવિ ને જેલ માં મોકલી આપ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama