STORYMIRROR

Deepa Pandya Gide

Tragedy Inspirational Others

3  

Deepa Pandya Gide

Tragedy Inspirational Others

વજનની વ્યથા

વજનની વ્યથા

3 mins
224

વધારે વજનની માનસિકતાથી લઈને પોતાને હૃષ્ટપુષ્ટ અને સુંદર કાઠી સુધી લઈ જવાની સુધીની સફરની વાત કરીએ. વાત કરીએ એક સંપૂર્ણ ટ્રાંસફૉર્મેશનની.

મહેશભાઈ ને પુષ્કળ ખાવાનો શોખ.ચટપટું, મસાલાવાળુ, ખાવાનું તેઓને ખુબ પ્રિય. ભારતીબેન જે એમનાં પત્નિ એમને મહેશભાઈના સ્વાસ્થ્યની સતત ચિંતા વર્તાતી, પણ એમનું મહેશભાઈ કાઈ જ ન સાંભળે અને પોતે પોતાનાં ખાધા ખોરાકી પર જરાય ન અટકે, એય ને એમનું તો ચાલું નું ચાલુજ રહ્યું.

ધીરે ધીરે એમનાં શરીરમાં અચાનક થતાં ફેરફારથી ભારતીબેન થોડાં ચિંતિત રહેવા લાગ્યાં, વારે વારે મહેશભાઈ ને ટોકતાં કે હવે બહું થયું તમારું થોડું શરીર તરફ ધ્યાન આપો,આ જુવો તમારી ફાંદ દિવસે ને દિવસે વધી રહી છે. મારું સાંભળો અને થોડું સાત્વિક ખોરાક લેવાનું શરુ કરો, મારી વાત માનો.

પણ મહેશભાઈ ને તો જાણે ભેંસ આગળ ભાગવત કથા, કાઈ ઝાઝો ફરક પડતો નહોતો, એમણે એમનાં ચટાકા પર કોઈજ રોક મૂકી જ નહી, આખરે ફાંદ તો વધી હતી પણ, સાથે સાથે બી.પી (બ્લડ પ્રેશર) ની શરુઆત થઈ ગઈ, દિવસની એક ગોળી લેવીજ પડશે ની કતાર પર આવ્યાં પછી પણ.... પરંતું, જાણે ભારતીબેન એ પોતાની જાત ને ચેલેન્જ આપી દીધી હતી કે હું એમનું સ્વાસ્થ્ય હવે વધારે નહી બગડવા દવ બસ.

ભારતીબેન સવારે નાસ્તામા એમને હળવો, અને પાંચન મા સરળ એવો નાસ્તો આપવાં લાગ્યાં. પરંતુ, ભારતીબેનને ક્યાં ખબર હતી કે મારા કકળાટને લીધે જ આ ઘરમાં ખાઈ લે છે, બાકી બહાર જઈને એમનું કાઈ ને કાઈ ચટાકાવાળુ મંગાવવાનું ચાલુ જ છે. ભારતીબેન ને ખુશમાં ને ખુશમાં ક્યારેક પૌંઆ, તો ક્યારેક ઉપમા, તો ક્યારેક સલાડ બનાવતાં અને પોતાનાં પતિને સ્વાસ્થ્યવર્ધક ખવડાવી રાજી રાજી રહેતાં.. પરંતુ ન તો એમનાં બી. પી માં કોઈ ફરક પડ્યો ન તો વજનમાં.

ભારતીબેન મનોમન અસમંજસ માં કે શું કમી રહી જાય છે મારાં કાળજી લેવામાં. આમને કેમ કાઈ ફરક નથી પડી રહ્યો...... એની સાથેજ....... બીજી બાજુ એક ન વિચારી હોય એવી અને અઘટિત બનાવ બની જાય છે....

મહેશભાઈ ના એક ખુબ સારા મિત્રના મરણના સમાચાર આવ્યાં, મહેશભાઈ અચરજ પામી સ્તબ્ધ થઈ ગયાં, અને થોડી ક્ષણો માટે જાણે વિચારોમાં ગરકાવ થઈ ગયા...

અરે આ શું ?

અચાનક કેવી રીતે ?

શું થયું હશે ?...

અને પછી મહેશભાઈ ને ખબર પડી કે એમને દિલની બીમારી હતી, જેથી તેઓ મૃત્યું પામ્યા હતાં. અને એમનાં પરિવાર ને મળવા એમનાં ઘરે ગયાં પછી દરેક વાત મહેશભાઈ સામે સ્પષ્ટ થઈ કે કેમ કરતા ધીરે ધીરે એમનું વજન વધવું, રોગોનું એમનાં શરીરમાં ઘર કરવું. બસ,....પોતાની આખી શારીરિક સ્થિતિ જ જાણે આંખ સામે આવી ગઈ અને ઊભી રહી પૂછવા લાગી કેમ ભાઈ હવે તારે તારા શરીરની કાળજી રાખવી છે કે નહી..... ?

અને સ્તબ્ધતા એ એમને એક ઊંડા વિચાર કરવામાટે જાણે મજબૂર કરી દીધા હોય એમ....નાં... નાં હું મારું શરીર સાચવીશ, કાળજી લઈશ.. મારા ચટાકા હું જ બંધ કરીશ. ચાલવાનું શરૂ કર્યું, નિયમિત વ્યાયામ માટે એક જીમ માં જવાનું શરૂ કર્યું.. અને ખોરાક પર પુષ્કળ નિયંત્રણ આણી એમણે સાચેજ એક સુંદર કાઠી પોતાની બનાવવાની શરુઆત કરી અને એને મેળવવા માટે ખુબ મહેનત કરી....અને સાચેજ અંતે એમાં સફળતાં પણ મેળવી ચોક્કસપણે..

"પરિશ્રમ વગર આપણે કયારેય સફળતાં પ્રાપ્ત નથી કરી શકતા અને જ્યાં સુધી તમે પોતે નિર્ણય નથી લેતાં ત્યાં સુધી તમને તમારાં ધ્યેય સુધી બીજું જોઈ પણ વ્યક્તિ પહોંચવા માટે મદદરૂપ નથી થઈ શકતું.."

જો સફળતાં આપણે જોઈયે તો ત્યાગ પણ આપણે જ કરવો પડશે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy