વિષ્ણુ
વિષ્ણુ


દિકરો મારો લાડકવાયો વિષ્ણુનો અવતાર.
આજ વિષ્ણુ સવારથી ઘરમાંથી ગાયબ હતો. બહુ શોધખોળ કરી પણ ના મળ્યો.
મારા ઠપકાથી શુ એને હળાહળ લાગી આવ્યુ હશે??
મારો લાડકવાયો વિષ્ણુ, આજની દુનિયામાં
એટલેકે ટી.વી, મોબાઈલ, આઈ પેડમાં રચ્યો
પચ્યો રહેતો... ભણવાનું એને બિલકુલ ગમતુ નહી.
સ્કુલમાંથી પણ વિષ્ણુની ઢગલાબંધ ફરિયાદો આવતી...નાના એવા મારા લાડકવાયાને ઠપકો આપતા મન પર એને લાગી આવ્યુ.
શોધખોળ કરતા કુદરતના ખોળે એક બુક લઈ
લીલાં ઘાસમાં જાણે એક ચિત્તે કંઈક મનન
કરતો હતો... જાણે કોઈ મોટો વૈજ્ઞાનિક ના હોય?
નાનો પણ રાઈનો દાણો..
આજ એને એ નાની બુકમાં બીજી બધી વાતો વામણી લાગતી હતી... અને શૂન્ય થઈ કંઈક બુકમાંથી શોધવાની કોશિશ કરતો હતો અને હું ખુશ થઈ ભગવાનનો આભાર માનતી હતી
કે હે ભગવાન આજ વિષ્ણુ મને ખરેખર વિષ્ણુનો અવતાર લાગે છે.