MITA PATHAK

Tragedy Others

4.5  

MITA PATHAK

Tragedy Others

વિસરાયેલું પોસ્ટકાર્ડ

વિસરાયેલું પોસ્ટકાર્ડ

2 mins
338


અકસ્માતમાં થયેલા મૃત્યુ કારણે માતાપિતાએ જવાન દીકરો ગુમાવ્યો. માથે જાણે આભ ફાટી ગયું. જીવનની અમૂલ્ય મૂડી ગુમાવી તોય જીવનપંથ મને કે કમને કાપવો જ રહ્યો. પણ તેના અકસ્માતથી મળતી રકમ હવે જીવા દોરી બની ગઈ. તેનાથી ભેગા થયેલ પૈસાથી આજે ભાણીનું મોસાળું થાય એટલે થોડી મોટી રકમ ઉપાડવા દીકરા શૈલેષની મમ્મી બેંકની ચોપડી શોધી રહી હતી. ત્યાં જ મમ્મીની નજર પેલા પીળા કલરનો જુના પોસ્ટ કાર્ડ પર પડી. મમ્મીએ ચશ્મા સરખા સાફ કરી પોસ્ટ કાર્ડ વાંચવાની શરૂઆત કરી. પરમ પૂજ્ય "મમ્મી-પપ્પા"

દીકરાનો કાગળ અને એના સુંદર અક્ષર પર હાથ ફેરવતા જ મમ્મીના આંખોના ખૂણામાંથી આંસુની ધાર શરુ થઈ ગઈ. પાછી સાડીનાં પાલવથી આસુંડાને લુછી વાંચવાની કોશિશ કરવા લાગી. તમે બધા મજામાં હશો. હું અહીં મજામાં છું. મમ્મી તું સહેજ પણ ચિંતા ના કરતી. હું મારી જાતે જ જમવાનું બનાવી ખાઈ લઉં છું અને હા મારા લગ્નની કોઈ ઉતાવળ નથી. પહેલા મારી બહેનો પરણી જાય પછી જ હું મારું વિચારીશ, હવે તું કહેતી નહિ કે તું મોટો થઈ ગયો છે અને હા ! પપ્પાની તબિયત સારી હશે. એમને કહેજે કે હું પૈસા સમયસર મોકલાવીશ જેથી બહેનનાં લગ્નમાં તકલીફ ના પડે. હા! મારી નાની બહેનને કહે જે ભાઈ તને બહું જ યાદ કરે છે અને એને કહ્યું છે તારે જે જોઈતું હોય તે લગ્ન માટે બધું જ લઈ લે. કોઈ જ કરરસર અને ચિંતા ના કરે અને હા મને રજા મળશે એટલે તરત જ આવીશ.

તારો લાડલો શૈલેષ. . . . જય ભોળાનાથ.

પોસ્ટ કાર્ડ પર ત્યાં સુધી કેટલાય આંસુઓના ટપકાથી છલકાય ગયું હતું. છેલ્લું વાક્ય વાંચતા જ મમ્મીથી પોક મૂકાઈ ગઈ દીકરા તારા વગર પણ તારા પૈસાથી આજે ભાણીનાં લગ્ન થશે. મા દીકરાને સૌ વર્ષનો થજે એવા આશીર્વાદ આપે પણ હું ભગવાનને કહું મારા દીકરા જેવો દીકરો સૌને આપે. આસું લુછતા લુછતા મમ્મીએ પોસ્ટ કાર્ડને જ પપ્પી કરી લીધી. વિસરાઈ ગયેલી પોસ્ટકાર્ડને પાછી સરસ સાફ કરીને દીકરાની યાદ બનાવી સુરક્ષિત મૂકી દીધી. આસું લુછતા ભાણીનાં લગ્નની તૈયારીમાં લાગી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy