Nicky Tarsariya

Romance Thriller

3  

Nicky Tarsariya

Romance Thriller

'વિશ્વાસથી બનતી એક ડોર'

'વિશ્વાસથી બનતી એક ડોર'

9 mins
520


"બેટા,આવું ઘર ફરી નહીં મળે."


"તો ! શું પપ્પા ? ઘર માટે મારુ સપનુ ! મારુ ભણતર ! દાવ પર લગાવી દઉં ?"


"છોકરો પણ સારો છે, એકવાર જોઈ તો લે,પછી તારી મરજી...! તારે કરવું ના કરવું પણ હું તને એજ કહીશ કે તું કરી લે .."


"પપ્પા, મારે અત્યારે કોઈની સાથે નથી પરણવુ. હું અત્યારે રેડી નથી લગ્ન કરવા !"


"તું ભુલ કરે છે મિતવા, તારે અત્યારે લગ્ન નથી કરવાના. તે છોકરો લંડન જાય છે ભણવા, તેને અહીં આવતા હજી ચાર વર્ષ લાગશે. અત્યારે ખાલી સગાઈ કરવાની છે. જો તારી હા હોય તો મળવા બોલાવુ."


"જોવ છું પપ્પા, મળ્યા પછી વિચારુ...!"


મળવા માટે રાજી તો થઈ મિતવા,પણ તે કોઇના બંધનમાં બંઘવા નો'તી માગતી. આ પ્રેમ રૂપી સાગરમાં ડુબવા નો'તી માગતી. તેને લાગતુંં કે એકવાર જે આ માયાજાળમાં 

ફસાઈ જાય તે કયારે કંઈ મેળવી ના શકે. એટલે જ તો આજે તે છોકરાંને તે સીધી જ ના પાડી દેવાની હતી. પણ જયારે તે છોકરાને મિતવા એ જોયો! ત્યારે તેનું દિલ બધી જ વાત ને ભુલી ગયુ હતુંં. મિતવા મનને મનાવી રહી હતી.પણ દિલ પહેલી જ વારમાં તેના પર કુરબાન હતું. તેના ચેહરા પરનુ હળવુ સ્મિત મિતવાને વારંવાર તેના પર ખેંચી રહયુ હતું. તે પહેલી મુલાકાતમાં ઘણુ કે'વા માગતી હતી પણ તેનાથી કંઈ બોલાયું નહીં. તે આજે ચૂપ હતી. મંથનના પૂછેલા સવાલ સિવાય તેની પાસે બીજા કોઈ સવાલ કે જવાબ ન હતા. મંથને તેને ઘણુ પૂછી લીધુ.....મિતવાની હોબી, તેનુ સપનું, તેની ખુશી, ને છેલ્લે એ પણ પૂછી લીધુ હતુંં કે "મિતવા ! શું ચાર વર્ષ સુધી તમે મારી રાહ જોઇ શકશો ? શું તમે આ સંબંધથી ખુશ છો?" ને મિતવા બસ એટલું જ બોલી શકી કે -:"ખબર નહીં."

મંથન તેને આગળ વિચારવાનું કહી ત્યાંથી જતો રહયો. તેની તો પહેલેથી જ હા હતી. પણ મિતવા શું જવાબ દે'શે તે વિચારથી મંથનનુ મન ભારી હતુંં. 


"મિતવા ! મંથન કેવો લાગ્યો ?"

"પપ્પા ......! સારો...... "

"તો સગાઈની તારીખ પાકી એમને ?" ખુશીથી ઉછળતા તેના પરિવાર ને જોઈ મિતવા કોઈ દલીલ ના કરી શકી. પણ તેના મનમાં હજી એક સવાલ હતો કે મંથન લંડન ગયા પછી બીજી છોકરીના પ્રેમમાં પડી ગયો તો...!


સગાઈની તૈયારી ઘરમાં શરુ થઇ ગઈ હતી. બે દિવસ પછી મિતવાને મંથન એક નવા બંધનમાં બંધાવાના હતા. મંથન તે પહેલાં મિતવાને એક કોફીશોપમાં બોલાવે છે. મિતવા પણ મંથનને સમજવા માગતી હતી એટલે ના પાડવાનો કોઈ સવાલ ન હતો. તે મંથને બોલાવેલ જગ્યાએ પહોંચી ગઈ. મંથન તેની રાહ જોતો બેઠો જ હતો. થોડીક વારની ચૂપકીદી પછી મંથને વાતની શરુઆત કરી : 


"મિતવા, બે દિવસ પછી તું ને હું એક એવા નવા બંધનની શરુઆત કરીશું ! પણ તે પહેલાં હું તને મારા વિશે થોડુ જણાવા માગુ છું. પણ મને ડર લાગે છે કે તને મેળવ્યા પહેલાં જ તને હું ખોઈ ના દુ..! પણ નવા જીવનની શરુયાત હું ખોટુ બોલી નથી કરવા માગતો. મિતવા તે મારુ કાલ હતું ને તું મારી આજ છે "મિતવાનો હાથ પકડી મંથન તેના જીવનની એક હકિકત બતાવી રહયો હતો. પણ મિતવા ખમોશ હતી. તે મંથનના હાથના સ્પશૅને મહેસૂસ કરતી હતી. મંથનની આંખોમાં દેખાતી લાચારી ને તે જોઇ શકતી હતી. મિતવાએ તેનો બીજો હાથ મંથનના હાથ પર રાખી તેને આંખોના પલકારાથી મંથનને તેની હકિકત બતાવા કહ્યું. ને મંથને વાતની શરુઆત કરી :


'મિતવા ,હું જયારે કોલેજના પહેલાં વર્ષમાં હતો, ત્યારે મારી મુલાકાત એક રીતિ નામની છોકરી સાથે થઈ. તેની અણીયારી આંખો જોતા કોઈ પણ છોકરો તેના પ્રેમમાં પડી જાય. તેની ખુબસુરતી મારા દિલમાં ઘર કરી ગઈ. તે કોલેજ ક્વીન હતી. ને મારા કલાસની વિનર પણ... ! તે જેટલી સુંદર હતી તેટલી હોંશિયાર પણ હતી. કોલેજના બધા છોકરા તેના પર ફિદા હતા ને હું પણ હતો ! પણ મારી હિમ્મત નો'તી ચાલતી તેને કંઈ કહેવાની ! આ પ્રેમ નો'તો આ તો બસ એક સુંદર દેખાતી છોકરી પ્રત્યેનુ આકર્ષણ હતું. જેને હું મેળવવા માંગતો હતો. તે દિવસે રીતિ મને કોલેજ પાર્કિંગમાં મળી. હું મારી બુલેટ બહાર સાઈડ પાર્ક કરતો હતો. ને તે મારી પાસે આવી ને મને તેના ઘર સુધી લિફ્ટ આપવાનુ કહયું. જે છોકરી ને મળવા હું બહાના ગોતતો હતો તે પોતે મારી પાસે આવી હતી. આવો મોકો કોઈ બેવકૂફ હોય તે ઠુકરાવે ! પણ હું બેવકૂફ ન હતો એટલે મે તેને ગાડી પાછળ બેસવા દીધી. આખા રસ્તા પર તે મારી સાથે વાતો કરતી રહી. તેના અવાજમાં પણ સુંદરતા હતી. તેનું ઘર આવતા તેને મારી સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો ને મે તેની દોસતી સ્વીકારી. હવે આમારુ આ રોજનુ બની ગયું હતુંં. રોજ હું તેને મારી બુલેટ પર બેસાડી તેના ઘર સુધી મૂકવા જતો. કોલેજમાં પણ આખો દિવસ અમે સાથે રહેતા, ઘણીવાર તો ફ્રી લેકચરમાં મુવી પણ જોઇ આવતા. દિવસે દિવસે અમારી દોસ્તી વધતી ગઈ. સાથે રેહવુ ,સાથે ફરવુ ,ને સાથે જ ચાલવુ તે જોઈને ઘણા છોકરા અમારા પર બળતા. હું બધાને બળાવા વધારે રીતિ ની નજીક રહેતો. તે વર્ષ વેલેન્ટાઇન ડે પર કોલેજમાં કપલ ડાન્સ કોમ્પિટિશન હતું. અમારી જોડી તેમા ફેમસ હતી એટલે અમારે તેમા કપલ ડાન્સ કરવો ફરજીયાત હતો. મે ત્યારે સમય જોઇ આખી કોલેજની સામે જ રીતિને પ્રપોઝ કર્યુ. ને તેને મારી પ્રપોઝ સ્વીકારી લીધી. સવારે અમે કોલેજમાં એનજોઈ કર્યું ને સાજે અમે ફરવા નીકળી ગયા. તે વેલેન્ટાઈન ડે અમારો ખાસ બની ગયો હતો કેમકે મે તેને આજે પહેલીવાર કિસ કરી હતી. આખો દિવસ અમે મસ્તી કરી અને પછી સાંજે ઘરે આવી ગયા. તે પળ એક એવી સવાર લઈને આવી કે હું કયારે ભૂલી ના શકું. દરેક વેલેન્ટાઈન ડે પછી બ્રેકઅપ ડે આવે છે તેમ અમારી જીંદગીની તે સવાર અમારી બંનેની જુદાઇ લઇને આવી હતી. તે મારાથી દૂર એક અલગ દુનિયામાં નીકળી ગઈ હતી.." મંથન મિતવાની આંખોના આંસુ જોતા આગળ બોલતા અટકી ગયો.


"મંથન ! પછી આગળ ?" મિતવાના અવાજમાં થોડી ગંભીરતા હતી. તે જાણવા માંગતી હતી કે બંને વચ્ચે એવું શું બન્યું હતુંં કે તે બંને અલગ થઈ ગયા.


"મિતવા, આઈ એમ રિયલી સોરી મારી કારણે તારી આંખમાં આંસુ ! પણ આજે હું તને આ હકીકત ના કહું તો મારા દિલમાં હંમેશા બોજ રહે ને હું તારાથી કંઇ છૂપાવવા નથી માંગતો" મંથને પોતાની અધુરી કહાની શરુ કરી -


તે દિવસે રીતિ કોલેજ ના આવી. મે તેને કેટલા કોલ કર્યા પણ તેનો એક પણ રીપ્લાય ના આપ્યો. મને લાગ્યું કદાચ તેને કાલનો થાક્ હશે એટલે તે સૂતી હશે. પણ આ વાત મારુ દિલ માનવા તૈયાર નો'તું. કાલે પહેલી વાર મને તેના પ્રેમનો અહેસાસ થયો હતો. હું તેને કયારે ખોવા નો'તો માગતો. ન જાણે ત્યારે મારા મનમાં કેવા વિચારો આવતા હતા. અધુરો લેકચર મુકી ને જ હું રિતિના ઘરે જવા નિકળી ગયો. તેના ઘરની બહાર પોલીસવાળા, મિડિયાવાળાની લાઈન લાગી હતી. હું સીધો જ તેના રુમમા ગયો. મે જે જોયુ તે કયારે થવુ ના જોઇએ. પણ મને સમજાતુંં ન હતું કે હું શું કરુ તેના લટકતા શરીરને હગ કરુ કે પછી તેને મળ્યા વગર જ ત્યાથી નિકળી જાવ. મારી પાસે કોઈ આવીને એ બોલી ગયુ કે સુસાઈડ કેસ છે અહીંથી જતા રહો નહિતર પોલીસ ફરિયાદ દાખલ થવુ પડશે. હું ત્યાથી નિકળવાનો હતો જ પણ વિતાવેલ દિવસોની યાદે મને રોકી રાખ્યો. રિતિના મૃતદેહ ને હું જોઈ શકતો હતો .પણ ,સમજાતુંં ન હતું કે રિતિ એ આવુ પગલુ કેમ લીધુ ! કાલ સુધી તે મારી સાથે હતી. ખુશ હતી. અને અચાનક આવુ શું બન્યું હશે કે તેને.. ? મારા દિલમાં વારંવાર તેના એક શબ્દ ગુજતો હતો કે 'મંથન આજનો આ છેલ્લો દિવસ હું તારી સાથે જીવવા માંગુ છું. તારી યાદને સાથે લઇ જવા માંગુ છું.' પણ હું તેની આ વાત ને મજાક માનતો હતો. તેને મારાથી ઘણુ છૂપાવેલ હતું જે મને તેના એક પત્રથી ખબર પડી. મને અચાનક તેના એક લેટરની યાદ આવી જે તેને મને તે દિવસ આપેલો પણ હું વાંચવાનું ભૂલી ગયો હતો. હું સીધો જ મારા ઘરે ગયો ને તે લેટરને મે વાંચ્યો. તેમા લખ્યું હતુંં : 


" મંથન આ સાથ અહી પૂરો થાય છે. કાલે કદાચ હું તને ના મળુ તો ચિન્તા નહીં કરતો અને હા પોલીસને આપણાં વિશે કંઈ નહીં બતાવતો કેમકે, મે તેને મારા જવાનુ કારણ બતાવી દીધુ છે. તે કોઈ ને કોઈ સવાલ નહી કરે આઈ એમ રિયલી સોરી મંથન, મે તને મારી હકીકત ના બતાવી પણ હું તને દુ:ખી કરવા નો'તી માગતી. મે તારી સાથે દગો કર્યો, તને યુઝ કર્યો, તારી લાગણી સાથે ખેલ કર્યો. હું તને કયારે પ્રેમ નો'તી કરતી. હું તો તારા પૈસા પાછળ ભાગતી હતી. ખરેખર તો હું પરણેલ છું. પણ મે તારાથી એ વાત છૂપાવી. હું તને ફસાવી ભાગવાની હતી જ પણ તે દિવસ પહેલાં મારા પતિનો કોલ આવ્યો, તેને મને ધમકી આપી હતી કે જો હું તેનુ કામ ના કરુ તો તે મને મારી નાખશે. પણ જયારે તે મને કિસ કરી તો આ વાત હું ભૂલી ગઈ ને તારા પ્રેમમા પડી ગઈ.પણ હું જીવુ તો તારી જીંદગી પણ બગડે અને હું તને હવે વધારે હેરાન નથી કરવા માગતી. મંથન ભૂલી જાજે આ વાત ને કે કયારેક આપણે મળ્યા હતા. 'આઈ લવ યુ મંથન' .... તારી રિતિ"

મંથનની આંખોમાં પણ આંસુ હતા.


" મિતવા, આ હતી મારી સચ્ચાઇ હવે તું વિચારજે તારે શું કરવુંં ..." મંથનની અધૂરી વાત કાપતા મિતવા બોલી : "ઓકે તો હવે મારે જવુ જોઈએ સો લેટ મી.. "


વગર કંઈ કહે મિતવા ત્યાથી નિકળી ગઈ,તે પોતે કંઈ ફેંસલો લેવા અસ્મથૅ હતી. વિચારોમાં ને વિચારોમાં તે દિવસ આવી ગયો હતો. મંથન તેના પરિવાર સાથે મિતવાના ઘરે આવી ગયો. તેની નજર મિતવાને ગોતતી હતી. ને મિતવા ખૂબસુરત સગાઈના લીબાજમા તૈયાર હતી. તે આજે વધારે સુંદર લાગતી હતી. નજરથી નજર મળી ને દિલ ખામોશ બની ગયું. જાણે બઘી જ વાત ભૂલી ગયુ હોય !


"જોતા જ રહેશો કે પછી વીંટી પણ પહેરાવશો ! " પાછળથી આવેલા અવાજ સાંભળી ચાર આંખો અલગ થઈને દિલે ઘડકવાનુ શરુ કરી દીધું. મંથને તો પહેલાં વીંટી પહેરાવી દીધી પણ હવે મિતવાની વાટ હતી. તેના મનમાં હજી કાલની વાત ભમતી હોય તેવું હોય તેવું લાગ્યું. થોડા વિચારો પછી મિતવા એ મંથનને વીંટી પહેરાવી. બાકી બધા એક બીજાને શુભેચ્છા દેતા હતા, ને અહીં બે દિલ શું બોલવું હવે તે વિચારતા હતા. સગાઈ ની રસમ પુરી થઈ. મહેમાનો પણ નિકાળી ગયા,પણ હજી મંથન અને મિતવા ચૂપ હતા. 


તે પછી ના પંદર દિવસ નિકળી ગયા. ને મંથનને લડન જવાનો સમય પણ આવી ગયો હતો. પણ હજી દીલ ખામોશ હતું. જેને જોતા જ દિલ બેહાલ હતું તે હજી ચૂપ કેમ હતું? હવે તે ફરી ચાર વર્ષ પછી મળવાના છે તે જાણવા છતાં પણ કોઈ કોઈને કંઈ કહેતું કેમ ન'હતું! બંને ખમોશ હતા. દિલ કહેતું હતું પણ અવાજ બાહાર નિકળવા જાણે ડરતો હતો. મિતવા મંથનને એરપોર્ટ સુધી મુકવા જાય છે. મંથન તેને ઘણી ભલામણ કરે છે. તેની જીંદગી તેની મરજીથી જીવવા કહે છે. ને મિતવા પણ તેને ઘણી બાબતો ધ્યાન રાખવાનુ કહે છે. મંથન તેનો સામન લઇ ને અંદર જાય છે , ત્યાજ મિતવા તેને રોકે છે. 


"મંથન ,તમે કંઈક ભૂલો છો...!"

"ના ,મિતવા...! મે બધુ જ યાદ કરીને લીધુ છે"

"તમારુ દિલ.....! "

"ઓ....! તે ...તો....! તે દિવસે જ પરાયુ થઈ ગયુ હતુંં જે દિવસે તે મારા હાથમાં વીંટી પહેરાવી."

" પણ....! મંથન, " મિતવા કંઈ બોલે તે પહેલાં જ મંથન તેની પાસે આવી તેના ગાલ પર કિસ કરી આઈ લવ યુ કહે છે. મિતવા એ શબ્દો સાંભળ્યા કે નહીં તે ખબર નહીં ! પણ તેનુ ધડકતું દિલ થોડુ વધારે ઘડકવા લાગયુ. જેના પ્રેમનો તેને પહેલી વાર એહસાસ થયો.તે મંથનની આંખોમાં આજે તેને વિશ્વાસ દેખાતો હતો. તે ચુપ હતી. ને મંથન તેની એરલાઈન્સ ઉપડવાની જાહેરાત થતા ત્યાથી નિકળવા જતો હતો ! ત્યા જ મિતવા એ તેનો હાથ પકડી તેને ઉભો રાખ્યો. દિલ હજી કંઈ વિચારે તે પહેલાં જ મિતવાએ મંથનને હગ કરી લીધો.


"આઈ લવ યુ ટુ મંથન " 


દીલ હજી ત્યા નુ ત્યા જ હતું ને મંથનની ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી. ચાર વર્ષની જુદાઈ એક પળની યાદ લઈને અલગ થઈ રહી હતી. દિલનેે કહેવુ હતું તે કહી દીધું. ને મનને વિચારવુ હતું તે વિચારી લીધુ. પણ વિશ્વાસથી બનતી એક ડોર બંને વચ્ચે હંમેશા અકબંધ રહી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance