પરિણય ઘડી
પરિણય ઘડી
ખાલી બેઠેલી અવની, જ્યારથી લગ્ન મુહર્ત લેવાના ત્યારથી જ આ ઘરની મેહમાન બની ગઈ હતી. ભાગમભાગ કરતા તેના સ્વજનો ને જોતા તેના મનમાં થી એક ચિત્કારો નીકળી ગયો. શું આ મારા જ લગ્નની તૈયારી છે! આખું ઘર રોશનીથી ઝળહળતું હતું. કાલે જાન માંડવે આવશે અને હંમેશા માટે આ ઘરથી દૂર,આ શહેરથી દૂર ,તે એક નવા જીવનની નવી શરૂઆત કરવા ચાલી નિકળશે . સમય ભાગતો હતો . રાતના દસ વાગતા જ રોજ ની જેમ આજે પણ આકાશનો ફોન રણક્યો.
"હાઈ બેબી, કેમ છે?" હંમેશા ની જેમ, આજે પણ આકાશે આરતી ના સમાચાર પુછતા કહયું.
"બસ ફાઈન,તમારે "? તેને સામો સવાલ કર્યો.
"ફાઇન; અવની,તુ ઠીક છે' ને,તારી તબિયત..? "વાતો નો દોર શરૂ રાખવા આકશ, બોલયો.
"હા બાબા ,હુ બરાબર છું. બસ લગ્નની તૈયારીના કારણે થોડોક થકાન જેવુ લાગે છે. તમે જણાવો ,ત્યા કેવુ ચાલે... "
અવની વાત પુરી કરે ત્યા જ વચ્ચે આકાશ બોલ્યો :
" બાઈ બેબી, પછી વાત કરુ નીચે રાહ જોવે છે . જાન નિકળવાની તૈયારી છે એટલે, તૈયાર થઈ ને રહેજે દુલ્હન હમ લે જાયેંગે."
આકાશ સાથે વાત કરીને તેનુ મન થોડુ હળવુ થયુ હોય એવુ લાગયુ. બહાર હજી ચહલપહલ હતી. તે નિકળી ત્યા જ ખુશી બોલી ઉઠી :"દીદી,તુ હજી જાગેછે.""હા,તો ! તુ કયા સુવા દે'શો મને," બને બેનોની બોલા બોલી શરુ થતા જ તેની મમ્મી વચ્ચે બોલી ઉઠી," હવે તો બંધ કરો બને, કાલે અવની જતી રહશે તેના ઘરે."આટલુ બોલતા જ તેની
આંખમાં આંસુ આવી ગયાં.
"લો મમ્મી, અત્યારે રડી લેશો તો વિદાય મા કોણ રડશે,હુ તો નથી રડવાની."ખુશીએ મજાક કરતા કહ્યુ." સારુ નહીં રડતી હુ પણ જોવ તુ રડે કે નહીં,"આરતીએ ભીની આંખો લુછતા કહયું. બન્ને ની બોલાબોલી બંધ થઈ.
ફરી બધા તેના કામમા લાગી ગયા. તેને પણ રુમમા જ્ઈ સુવાની કોશિષ કરી પણ નીંદર ના આવી.આ ઘર સાથે તેની છેલ્લી રાત હતી, જે ફરી કયારે નો'તી મળવાની. કાલે બધુ જ બદલી જશે આ ઘર આ ઘરના લોકો અને તે પણ. તે બેડ પરથી ઊભી થઈ ને રુમમાથી બહાર નીકળી, રાત ઘણી થઇ રહી હતી. ઘરમાં થોડો સુનકાર હતો. બસ રસોઈ ઘરમાં કામવાળા કામ કરતા હતા. પાણી પીવા તે અંદર પ્રવેશી,અવનવી વાનગીઓની સુગંધથી વિતેલા દિવસોની યાદ તેને તાજી થવા લાગી, મમ્મી સાથે મળીને પહેલીવાર બનાવેલ રસોઈ અને તેમા પણ રોટલીનો આકાર તો કોઇ દેશના નકશા જેવો થઈ ગયો હતો.
જયારે પણ તે ખુશી સાથે હોય રસોઈમાં ત્યારે રસોઈ કરતા લડાઈ વઘારે થતી. તેનાથી વઘારે સમય ત્યા ન ઊભુ રેહવાતું .આંખના આંસુ રોકતી તે બાહાર નિકળી ત્યા જ તેની નજર ;
"પપ્પા ,તમે !હજી સુધી જાગો છો? કેટલુ કામ કરશો થોડોક આરામ કરી લોને."
"બેટા જેની દિકરીના લગ્ન થતા હોય એ બાપને થાક કેવો, પણ અવની,તુ ! કેમ હજી જાગે છે?"
"જેના અવસરની તૈયારીમા પપ્પા તમે અને મમ્મી આખી રાત જાગતા હોય તો મને કેમ નિદર આવે."
"અવની ,ફરી કયારે નહીં મળે આ 'ઘડી 'તને; બસ આ છેલ્લી પળ હતી જે તે જાગરણ કરી ખોઈ નાખી."
"મતલબ ,અત્યાર સુધી તમે બધા મને એટલે મહેમાનની જેમ રાખતા હતા.
"બેટા ,દિકરી બાપના ઘરે કયારે મહેમાન ન હોય."
ખુશાલભાઈ આગળ કાંઈ બોલે તે પહેલાં જ વચ્ચેથી વાત કાપતા તે બોલી ઉઠી: "પણ ,પપ્પા મને એવુ લાગે છે કેે ....,"તે ઘણુ બધુ કેહવા માગતી હતી, પણ તેનાથી કંઈ પણ બોલાણુ નહીં .
"બોલને બેટા તને શુ લાગે છે? ,તને કાંઈ જો'તુ હોય તો મને કે હુ લાવી આપુ." ખુશાલભાઈ સમજી શકતા હતા બેટીની વેદના પણ આજે તે પણ વિવૅસ હતા. આખરે તે પણ એક પિતા જ છે'ને. બંને બાપ-દિકરીની વાત પુરી ન થઈ તે પહેલાં જ રસોઈમાંથી અવાજ આવ્યો ને ખુશાલભાઈ જતા રહયા.
સવાર થવા આવ્યુ હતું. એક પછી એક બઘા તૈયાર થવા લાગયા, અવની પણ દુલ્હન ના વેશમા આવી ગઈ. જાન માંડવે આવવાની તૈયારીમા જ હતી. શરણાઈ ના સુર ની સાથે લગ્ન ગીતોથી ઘર ગૂજતુ હતુ. પગરણ ની મહેફિલમાં ચારે બાજુ આનંદ કિલ્લોલ હતો. તેની આખોમાં પણ એક અનેરો ઉત્સાહ હતો. જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે ઘડી આખરે આવી જ ગઈ. આજે તે બંને એક થવાના હતા.
જાન માડવે આવી ગઈ,વિધી અનુસાર લગ્ન શરુ થયા. પોખણા, હસ્તમેળાપ, ફેરા, મંગળસુત્ર, સિંદુર અને છેલ્લે વિદાય; સાયદ આજે મંડપ પણ રડતો હતો. ઘરના બઘા લોકોની આંખમાં આંસુ હતા. જે ખુશી કાલ સુધી એમ કે'તી તુ 'જા ત્યારે હુ નહીં રડુ યે આજે વધારે રડતી હતી. બધાને મળી તે પતિ સાથે આગળ વધી તેની આંસુ તો કાલથી રુકતા જ કયા હતા. આકાશની સાથે તે પણ ગાડીમાં બેસી ગઈ, જયા સુધી બધા દેખાણા ત્યા સુધી તે હાથ હલાવતી રહી.આ ઘર, આ પરીવાર એક સાથે બધુ છુટી ગયુ. જયા તેનુ બાળપણ હતુ, જ્યાં તે રમતી હતી, તેનુ ભાગ્ય લખાણુ તે ગલી, તે રસ્તો, તે શહેર; ચાલતી મોટરની સાથે છુટી રહયુ હતુ. આકાશ ના ખભા પર માથુ નાખી તે કયા સુધી રડતી રહી ને વિચારતી રહી કે "આ લગ્ન રુપી બંધન જીવનમાં ન હોત તો...! "