Nicky Tarsariya

Drama

2  

Nicky Tarsariya

Drama

સૌગાત

સૌગાત

6 mins
821


''જીંદગી પ્યારકા એક ગીત હૈ

ઉસે હર દિલ કો ગાના પડેગા। "

નેશનલ હાઇવે પરના એક નાના ઢાબા પર આવુ જ કંઈક ગીત વાગતું હતું ; ને પાર્થ તેના શબ્દોને દોહરાવતો ચા ની ઘુટ ભરતો હતો. બપોર ના બે વાગ્યા હતા. ક્યાં 5 સ્ટાર હોટેલનુ લંચ, ડિનર,ને ક્યાં આજે પાંચ રૂપિયા વાળી ચા !


"સર,કુછ લેગે ? ચોમાસા, કચોરી કે ઓર કુછ..!" પાર્થના હાથમાં મેનુ આપતા વેટર બોલ્યો. પાર્થ એ મેનુ હાથમાં લીધુ ને તે જોવા લાગયો .પાર્થ કંઈ ન મંગાવતા ફરી એક ચા મંગાવી. ઉપર ફરતા પંખાનો અવાજ ને બાહાર ચાલતા વાહનોના અવાજથી તે થોડો વઘારે પરેશાન હતો. લગાતર મળતી નિષ્ફળતા આજે પાર્થને ખોખલો કરી ગઈ હતી. બિઝનેસ વુમન જેનિફર ના પ્રેમમાં પડયા પછી તે બઘુ ભૂલી ગયો હતો. વિશ્વાસ રુપી સાગરમાં તે એવો આંધળો બની ગયો હતો કે તે પોતે પણ પોતાનાથી અનજાન બની ગયો. જેનિફર તેના પ્યારનો જાદુ ચલાવતી ગઈ ને તે જેનિફર પર કુરબાન થઈ ગયો. પોતાની મહેનતથી કમાઈ ને જે રુતબો કમાયો હતો તે પ્રેમના મોહમાં ખોવાઇ ગયો હતો. જેનિફર તેને લુટતી રહી ને તે લુટાતો રહયો. આજે ના તે પ્રેમ હતો તેની પાસે, ના પૈસાનો પાવર. એક ચા, બીજી ચા, ત્રીજી ચા એમ લગભગ તે અગિયાર, બાર ચા પી ગયો હશે.


પાર્થની સામે બેઠલી તે છોકરી પાર્થની ખામોશી તેના ખાલી દિમાગમાં રહેલા ગુચ્છા ને જોઈ રહી હતી. સાયદ તે જાણતી હતી પાર્થને પણ કયાં હકથી તેને બોલવે તે તેને સમજાતું ન હતું. વઘારે સમય તે બોલ્યા વગર ના રહી શકી. તે પાર્થ ની પાસે જ્ઈ બેસી ગઈ.

"લાગે છે તમારુ દીમાગ આજે આ ઘુપની જેમ વઘારે તપી ગયુ હોય ....?"

"સોરી, "આટલુ બોલતા જ તે ત્યાંથી ઉભો થયો ને બાહાર નિક્ળી ગ્યો.


" મી. પાર્થ, શું તમે મારી સાથે કામ કરી શકો ? તે છોકરી ના શબ્દો પાર્થ ના કાનમા ઘુસતા તે ત્યા જ ઉભો રહ્યો. પાર્થના ખભા પર હાથ મુક્યો ને તે ફરી બોલી -

"શું તમે મારા બિઝનેસ પાટૅનર બની શકો ? "

પાર્થ નો કંઈ જવાબ ન મળતાં તેને ફરી પુછ્યું -

" તમે કોઈ જવાબ ના આપ્યો, આ મીન, તમે મને ઓળખતા નહી હોઈ...." હજી તે અઘુરુ વાકય પુરુ કરે ત્યા જ પાર્થ વચ્ચે બોલી પડ્યો -

"અર્પિતા, પર આઈ એમ સોરી ,હવે મારામા તે હિમ્મત નથી બીજી વાર બિઝનેસ હુંમન સાથે કોનટેક સાઈન કરવાની "

"આટલુ જલદી વિચારી લીધુ,તમે પાર્થ ! શું આજે પણ તમને મારી કાબિલત પર વિશ્વાસ નથી કે પછી ખરેખર તમે સમજવા માંગતા જ નથી.? "અર્પિતાનો અવાજ થોડો ધીમો પડી ગ્યો હતો. તેને નો'તી ખબર તેનો ફેન્ડ તેનાથી કેમ ભાગતો હતો.

"અર્પિતા તું જેવુ સમજે છે તેવુ નથી. ત્યારે વાત અલગ હતી ને અત્યારે વાત અલગ છે. અત્યારે તું એક બિઝનેસ વુમન છે !!"

" તું એક બિઝનેસ વુમન સાથે હાથ ન મળાવી શકે તો કંઈ નહીં .પણ બે મિનિટ બેસી ને આપડે સાથે વિતાવેલ પળ ને યાદ તો કરી શકયે ને..! "

પાર્થ ના મનમાં ફરી તે દૃશ્ય ઘૂમી રહયુ હતું .જ્યાંરે તેની પેહલી મુલાકાત જેનિફર સાથે થઈ હતી. તે પણ આવુ જ કંઈક કહીને ફસાવી ગઈ હતી. તેની જાળમાં તે ફસાઈ ગયો પણ હવે બીજી વાર પણ તે ગલતી કરવા નો'તો માંગતો. પણ અર્પિતા તો તેની કોલેજ ફેન્ડ હતી તે તેને જાણતો હતો સમજતો હતો તો પણ તે તેની સાથે બેસી વાત કરવા નો'તો માંગતો. પણ અર્પિતાની સામે તેનુ વઘારે ના ચાલ્યું.


તે ઢાબામાથી બહાર નીકળી અર્પિતા,પાર્થૅને, તેની ગાડીમા બેસાડીને એક એવી જગ્યા લઇ ગઇ. જે જોતા જ પાર્થની આંખોમાં આંસુ છલકાઈ ગયાં. આ એક અદભુત જગ્યા હતી. જ્યાં તે લોકો હમેશા અહીં કોલેજ ફેન્ડ સાથે આવતા. અર્પિતા ના લખેલા તે શબ્દો હજી પણ અકબંધ હતા. પણ ત્યારે પાર્થ તેની મજાક ઉડાવી અર્પિતા ને ખીજવતો રહ્યો. જ્યાંરે આજે તે શબ્દો વાંચતા તેની આંખો ફરી ભીની થઇ ગઇ.

" પાર્થ ,યાદ છે તને ,આવુ જ્યાંરે મે લખ્યુ ત્યારે તે મારી કેટલી મજાક ઉડાવી હતી. બલકી તે મારા અર્થ નો અનર્થ કરી નાખ્યો હતો .જ્યાંરે આનો સીધો મતલબ તું જાણતો પણ હતો. પાર્થ, ત્યારે સાયદ મને તારા પર ગુસ્સો પણ આવ્યો હતો પણ.....!"

"સોરી યાર, મને નો'તી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે. તું મારી ફેન્ડ હતી જેવી રીતે રિદ્ધિ ને પરિતી હતી. પણ તારે એકવાર મને કેહવુ તો હતુંં ને ,હુંં વિચારત તારા વિશે !"

"કેવી રીતે કહ્યુ તને કે હુંં તેને પ્રેમ કરુ છું. જ્યાંરે મારી બધી જ વાત તને મજાક લાગતી. પાર્થ, આજે પણ તને મારા પર ભરોસો ક્યા છે. પાર્થ , હું જેનિફર નથી કે કોઈ ના દિલ સાથે બિઝનેસ કરુ, હું અર્પિતા છું."

"મતલબ, તું જેનિફર ને જાણે છે?"

"અફકોર્સ, કેમ નહીં ! તે પોતના મતલબ માટે કંઈ પણ કરી શકે જેવી રીતે તને યુઝ કર્યો. નકલી પતિ બનાવી."

"એક મિનિટ, તને કેમ ખબર આ બઘી. ?"

"કેમકે ,તે મારી બેન છે. પાર્થ, મને એમ હતુંં કે ,તું મારી બેનને બદલી નાખીશ પણ તું પોતે જ તેના રંગમા રંગાઈ ગયો. ખરેખર પાર્થ તું બદલાઈ ગ્યો."

જેનિફર, અર્પિતાની બહેન છે તે વાત હજી પાર્થ ને ગળે ઉતરતી નો'તી. હજી તેના મનમાં તે વાત હતી કે જે રીતે જેનિફર તેની સાથે રમતી હતી તેવી રીતે અર્પિતા પણ....! કોલેજની યાદો બાજુ પર રહી ગઈ ને એક નવી જ પેહલી સુલજાવતું પાર્થ નુ મન તે અદભુત જગ્યાએથી ભાગતું હતું. અર્પિતા તેને કેહતી રહી ને તે ચુપચાપ વાતો ને સાભળતો રહ્યો. એક બાજુ પ્રેમ હતો જે વિશ્વાસ જગાડાવા માંગતો હતોને ,બીજી બાજુ થાકેલો આદમી હતો જેને કોઈ પર પણ વિશ્વાસ કરતા ડરતો હતો.

પાર્થ એક અજીબ લાગતી દુનિયામાં ફસાઈ ગયો હતો. તે ત્યાંથી ભાહાર નિકળવા જતો જ હતો ત્યા જ તેનો પગ સાથે એક ચીજ ટકરાઈ, તેને નીચે વળી તે ચીજને હાથમાં લીધી. પુઠાના બનાવેલ તે બોક્ષની અંદર એક ચિઠ્ઠી હતી. પાર્થ તે ચિઠ્ઠીને ખોલી. તેમા લખેલા તે શબ્દો તને ફરી તે સફરની યાદ અપવતા જે પળ તેને અર્પિતા સાથે વિતાવેલ હતી.

"પાર્થ, તે ચિઠ્ઠીમા શુ લખ્યું છે? તે તારી જ લખેલ ચિઠ્ઠી છે'ને ?" અર્પિતા પાર્થ ની સામે જોતા જ સમજી ગઈ હતી પણ તે જાણવા માંગતી હતી કે પાર્થના મનમાં શું ચાલી રહ્યું છે.

પાર્થ તે દુનિયામાં ખોવાઈ ગયો હતો .એક પછી એક દ્રશ્યો નજર સામે તરવતા હતા. કોલેજમાંથી બન્ક મારી તે બધા જ્યાંરે આ ગાડૅનમા આવ્યા હતાં. જે આજે ગાડૅન ની જ્ગયાએ એક અર્પિતાએ ખરીદેલ ફામ હાઉસ હતું. તેમા તેની યાદ અને તેને વિતાવેલ પળ નો મેળાપ હતો. તે દિવસે જ્યાંરે તેઓ આવેલા ત્યારે મસ્તીમા બધાએ વઘારે ડ્રિન્ક લીધુ હતુંં કોઈને ખબર નો'તી કે તે લોકો શું કરી રહ્યા હતા. પાર્થે તારે જ આ ચિઠ્ઠી લખી હતી ને એક બોક્ષમા ભરી માટીની અદર ચુપાવેલ હતી. બાકી શું બન્યું તે તો યાદ ન હતું. પણ આ ચિઠ્ઠી આટલુ યાદ અપાવતી હતી કે તે પણ અર્પિતાને પ્રેમ કરતો હતો. પણ ક્યાંરે એકરાર ના કરી શક્યો.


"પાર્થ, મને આપ ચિઠ્ઠી ,હું વાંચુ !"

"કેવી અદભુત વાત છે'ને અર્પિતા, મારી વાત તું નો'તી જાણતી ને તારી વાત હું .આજે તારી માફી માંગુ કે પછી તને ગળે લગાવી તારી સાથે બિઝનેસ પાટૅનર નહીં પણ લાઈફ પાટૅનર બની જાવ. અર્પિતા આ સમય બદલી ગ્યો ના તું મારી થઈ શકે ના હું તારો. કેમકે પૈસાની પાછળ ભાગતા ભાગતા આ બધા હક મે ખોઈ દીઘા. આજે સમજાણુ મને કે જેનિફર ગલત ન હતી. ગલત હુંં હતો." યાદોમાંથી બાહાર નિકળતા જ પાર્થ હકિકતની દુનિયામાં આવી ગ્યો હતો.

"પાર્થ,સમય ક્યાંરે નથી બદલતો બદલી તો માણસ જાય છે, સોરી તારે નહીં મારે તને કેહવુ જોઈએ ,કેમકે ,હું બઘુ જાણતી હતી તો પણ તને મે રોકયો નહીં."

"કાલ શું હતી તે મને નથી ખબર પણ આ દિલ કહે છે કે- અર્પિતા, હુંં તને એક વાર ગળે લગાવી શકુ. ?"

અર્પિતા હા ન મળતાં તે તેના હાથમાં ચિઠી આપી પાછળ ફરે છે .અર્પિતા તે ચિઠ્ઠીના શબ્દો વાંચે છે '

"આંખોને જો દેખા વો કબુલ કિયા મેને.

તુંમને જો સુના વો કહા મેને,

હરપલ હમ સાથ નહીં રેહ પાયેગે,

ફિરભી ઈસ જગ્યા પે હમ ફિર મીલેગે એ માગા હૈ મેને."

આઈ લવ યુ ,અર્પિતા

"જે તે માગ્યુ તે તને મળી ગયું ,જે મે માગ્યુ તે મને મળી ગયું." પાર્થ નો હાથ પાછળ થી પકડી તે તેને ત્યા જ ઊભો રાખ્યો. ને કંઈ પણ વિચારયા વગર જ તે પાર્થ ને પોતાની સાથે અંદર તેના ફાર્મ હાઉસમાં લઇ ગઇ.આ અદભુત દુનિયામાં દિલ મળ્યા ને તે દિલ બે દિલને ભેગા કરી ગ્યુ. સમય નિકળી ગયો હતો. ઘણા વર્ષોથી તુંટેલા સબંધ જોડાઈ ગયા હતા. ને પાર્થ ત્યા જ ઢાબા પર બેઠો વિચારી રહ્યો હતો કે આ સપનુ હતું કે હકિકતની દુનિયા.

( સમાપ્ત )



Rate this content
Log in

Similar gujarati story from Drama