તારા પ્રેમ ખાતર
તારા પ્રેમ ખાતર
"પ્રિતું, હવે તો ત્યાર થઈ જા. જીલ તને લેવા આવતા જ હશે. કેટલા દિવસ પછી તે અહીં આવે છે તો પણ તારા મનમાં તેને મળવાની ખુશી નથી ?"
"દીદી, તું જો તો ખરી ! પછી ગમે તે બોલ્યા કરજે."
"વાવ, આજે તો જીલ તેને જોઈને જ તારા પ્રેમમાં મોહી જશે."
"જયાં સુંદરતા જોઈને ખાલી પ્રેમ હોય ત્યાં સુંદર બનવા સિવાય બીજા ક્યાં કોઈ રસ્તો છે." મનમાં બબડતી તે ફરી આયના સામે બેસી ચહેરા પર મેકપ કરવા લાગી.
આયનામા દેખાય રહેલા તેના પ્રતિબિંબને તે બે ઘડી જોઈ રહી. 'આ ચહેરા પર સુંદરતા ના હોત તો તે મને કયારે પસંદ ના કરત.' કોઈ ઉડા વિચારોએ ફરી તેના મનને ખામોશ કરી દીધું.
જીલની ગાડીનો અવાજની સાથે જ મમ્મી દોડવા લાગી. ખબર હતી તે અહીં ખાલી બે મિનિટથી વધારે નહીં બેસી શકે ! છતાં પણ તેમની દીદીએ ને મમ્મીએ કેટલી તૈયારી કરી રાખી હતી. બધી તૈયારી તેની હંમેશા વ્યર્થજ હતી. આજે પણ તેવું જ થયું. તેને બહાર ગાડી પાસે જ પ્રીતાને બોલાવી લીધી. તે બહાર નિકળી. ખુબસુરત ચહેરા પર ખુશીથી વધારે ખામોશી નજર આવતી હતી. તે કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં બેસી ગઈ.
દરીયાઇ લહેરોની પાસે ભીની રેતના પટમા બંને હાથમાં હાથ રાખીને બેઠા. પ્રેમભરી વાત કરવાનું તેને પણ મન થતું. પણ, અહેસાસ તે પ્રેમની લાગણી નહોતો વરસાવતો.
"પ્રિત, હું અહીં તારા માટે આવ્યો છું, કોઈ બીજા માટે નહીં."
"હા તો મે ક્યા કંઈ કિધું તમને, તમે જયારે પણ કહો હું હંમેશા જ તમારા માટે તમારી સાથે આવવા તૈયાર હોવ એનાથી વધારે બીજું શું જોઈએ તમારે ?"
"મારે ખાલી તારી સ્માઈલ જોઈએ છે."
"ખોટી સ્માઈલ આપીને શું કરુ હું ?"
"તું આવી વાતો શું કામ કરે છે ? શું તને ના ગમ્યું હું અહીં આવ્યો ? "
"ના એવું કંઈ નથી. ભેલ ખાઈશું ?" તેને વાત બદલવાની કોશિશ કરી.
"અહીં નહીં બીજે કોઈ સારી હોટલમાં જ્ઈ."
"કેમ અહીં શું પ્રોબ્લેમ છે ? બધા તો ખાઈ છે. !"
"તને તો ખબર જ છે ને મને રસ્તામાં વહેચાતી વસ્તુઓ નથી પસંદ."
"પસંદ નથી કે પછી...." તેના શબ્દો અટકી ગયા. કેટલી ફરિયાદ આજે હોઠ સુધી પહોંચીને જ કંઈ બોલ્યા વગર રહી જતી હતી.
"પ્રિતા, હું અહીં તારી સાથે ઝગડો કરવા નથી આવ્યો. તારી બધી જીદ હું પુરી કરવા તૈયાર છું. પણ, આવી બેકાર રસ્તામાં પડેલી વસ્તુઓ નહીં."
"બેકાર !" તે આગળ કંઈ પણ બોલ્યા વગર જ દરીયાના ઉછળતા મોજાને જોઈ રહી. જાણે તેને બધા જ સવાલ ના જવાબ મળી ગયા હોય.
"પ્રિતા, તું મારી થનારી વાઈફ છો. તારી પસંદ મોટી હોવી જોઈએ આવી નાની નાની નહિ." જીલના શબ્દો તેને હવે બોલવા મજબુર કરી રહયા હતા.
"તમારી થનારી પત્ની !વાવ ગ્રેટ, પણ, મને નથી લાગતું કે હું તમારે લાયક હોવ ! જે ખુદ એક મિડલક્લાસ ફેમિલીથી બિલિવ કરતી હોય.
"તું એક વાતને ક્યાંથી કયા લઇ જ્ઈ રહી છે. તું જાણે છે હું તને પ્રેમ કરુ છું."
"હું જાણું છું, કે તમે મારી ખૂબસૂરતીના કારણે ખાલી મને પ્રેમ કરો છો."
"વાહ !પ્રિતા, મને નહોતી ખબર કે તારા વિચારો ખાલી અહી સુધી જ સિમિત હશે."
"મારા વિચારો તમને દેખાણા, પણ તમારા વિચારો ? જયારથી આપણી સંગાઈ થઈ ત્યારથી હું નોટિસ કરતી આવું છું કે તમે એકવાર પણ મારા ઘરે આવી બે મિનિટ બેઠા નથી. કેમકે મારુ ઘર તમારે લાયક નથી. મમ્મીને દીદી દર વખતે તમારા આવવાના સમાચાર સાંભળીને કેટલી ખુશીથી તમારા માટે નાસ્તો બનાવે પણ બધુંજ વ્યર્થ." તેની આંખો આસુંથી છલકાઈ ગઈ હતી. તેના લાગણીભીના શબ્દો દરીયાના વહેતા પાણીને જોઈ રહયા.
"મે કયારે તમારા વિશે ખરાબ નથી વિચાર્યું. પણ આજે જ્યારે મમ્મીની ખુશી ખામોશીમા ફેરવાઈ ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે જયાં પરિવારની ઈજ્જત ના હોય ત્યાં પ્રેમ કેવી રીતે હોય શકે ! જીલ, હું તમારી ખુશી ખાતર બધું જ કરી શકું તો શું તમે મારી ખુશી ખાતર મારા પરિવારની ખુશી ના બની શકો ?"
આટલા સમયમા આજે પહેલીવાર તે જીલની વાતને અવગણી તેની હકિકત બતાવી રહી હતી. આજ સુધી તે એ જ કરતી જે તેને ગમતું હતું. તેની ખુશી માટે તેના ગમતું ના હોવા છતાં પણ એમબીએ કરયું. તેની માટે તે બધું કર્યુ કેમકે તે તેને ગમતું હતું.
કયા સુધી બંને વચ્ચે એમ જ છૂપી રહી. સાંજનો સુર્ય ઢળતા તે ત્યાથી ઊભા થઇ ઘરે ગયા. પ્રિતાને ઘરે મુકી તે એકલો જ લોગ ડ્રાઇવ પર નિકળી ગયો. ખુલ્લા રસ્તામાં તેના વિચારો સિવાય તેની સાથે બીજું કંઈ ના હતું. તે દરેક પળ યાદ કરવાની કોશિશ કરતો હતો. ને તે દરેક પળ તેની ભુલ દેખાતી હતી. પણ પ્રિતાની ખૂબસૂરતી જોઈને પ્રેમ કર્યો તે વાત પ્રિતાની તેને ના ગમી.
રોજ રાત્રે તેમની ફોન પર વાતો થતી પણ આજે કોઈ વાતો ના હતી. એકબીજાને જાણવા છતાં પણ એકબીજાને સમજી નહોતા શકયા તે બંને. આખી રાત વિચારોની વચ્ચે ખામોશ બની રહી ગઈ. સવારે ઉઠતા પ્રિતાએ ફોન હાથમાં લીધો તો જીલના અનેક મેસેજ હતા. પણ તેમાં સોરી નામનો કોઈ શબ્દ ના હતો. તેના દિલને ફરી હઠ થયું. વિચારો સંબધ તોડવા સુધી પહોંચી ગયા પણ પરિવારની ઈજ્જત પાછળ તે લાચાર હતી.
આજે પણ તેની સાથે બહાર જવાનું નક્કી થયું. મન ના હોવા છતાં પણ તેને જવું પડયું. જીલે દીધેલ તે રેડ અને બેલ્ક કલરનું વનપિસ પહેરી કોઈ હાઈફાઈ હોટલ પર પહોચી. જીલ ત્યાં તેની રાહ જોઈને જ બેઠો હતો.
"થેન્કયું, મને લાગ્યું કે તું નહીં આવે."
"તમારી ખાતર નહીં. મારા પરિવારની ખાતર મારે આવવું પડ્યું." કટાક્ષમાં જવાબ આપી તે ટેબલ પર બેસી ગઈ. જાણતી હતી કે તે એ જ કરશે જે તેને સારુ લાગે છે.
કેટલીવાર સુધી તે પ્રિતાને જોઈ રહયો. તેના ખામોશ અને લાગણી ભર્યા ચહેરાને તેની આંખો તાકી રહી. કંઈક કહેવું હતું પણ હવે તે શબ્દો બહાર નહોતા નિકળી શકતા.
"પ્રિતા, મને લાગે છે કે આપણે એકબીજાને સમજવામાં થોડી ભુલ કરી રહયા હોય તેવું. કાલે રાખી રાત હું તારી વાત પર વિચારતો રહયો. પણ છેલ્લે એકજ જવાબ મળ્યો કે હવે આપણે અલગ થઈ જવું જોઈએ." જીલના શબ્દો પ્રિતાના દિલને તોડી રહયા હતા તે ચુપ બની જીલને જોઈ રહી.
"ખાલી એકવાર મે તમને કંઈ કહયું તો તમે આ સંબધ તોડવા સુધી પહોંચી ગયા ?" તેની રડતી અને ખામોશ આંખ જીલને બીજુ કંઈ ના પુછી શકી. "
"જે સંબધથી ખાલી તને તકલીફ થતી હોય તે સંબધ રાખીને પણ શું કરવાનું."
"મારી ખુશી અને મારી તકલીફ શું છે તે તમે જાણતા હોત તો આજે આ સંબધ તોડવાની વાત જ ના કરત. અમારા માટે તો તે જ જિંદગી હોય છે જેના સાથે દિલના સંબધ જોડાઈ ગયા હોય. પણ, હવે કોઈ વાતો કરવાનો મતલબ નથી લાગતો."
"મતલબ તારે કયારે હતો મારી સાથે ?જાણે આ સંબંધ જબરદસ્તીથી જોડાઈ ગયો હોયને તારા માટે હું કંઈ ના હોવ. "
"મને જો તમારી સાથે કોઈ મતલબ જ ના હોત ને તો આજે તમારી સાથે અહીં ના બેઠી હોત. પણ, તમે નહીં સમજો કયારે આ વાત કે હું શું કહેવા માંગુ છું."
"તો તું સમજાવી દેને. મારે આજે જાણવું છે કે તારા દિલમાં શું છે ? "
"જાણીને હવે શું કરશો ?જયારે આ સંબધ પુરોજ થવાનો છે. "
"યાદ રાખી, જે તારી સાથે કર્યું તે બાકી કોઈ છોકરી સાથે ના થઈ જાય."
"આટલું યાદ રાખવા કરતા મારી સાથે જ બીજીવાર આવું ના થાય તે ધ્યાન રાખી લો તો પણ બહું છે."
"રાઈટ, પણ તારી સાથે હવે બીજીવાર સંબધ જોડવામાં થોડું ડાઉટ છે. તું મને એક્સેપ્ટ કરી કે નહીં ?"
"કેમ ના કરુ ? જયારે મારી જિંદગી મારો પ્રેમ તમેજ છો પણ ! તેના શબ્દો ફરી જીલના ચહેરા પર આવી થંભી ગયાં.
"પ્રિતા બસ આટલું જ સાંભળવું હતું મારે તારી પાસે. હવે તું જ્ઇ શકે છે તારા રસ્તે. હું સાંજે આ વાત તારા ઘરે બતાવી દેઇ કે આપણો સંબધ હવે નથી રહયો." કોફી પુરી કરી તે ત્યાથી ઊભો થ્ઈ ચાલવા લાગ્યો ને પ્રિતા તેને જતા જોઈ રહી.
આંખો રડી પણ શકતી નહોતી, કે કંઈ કોઈને કંઈ પણ નહોતી શકતી. તે ખામોશ આખો દિવસ એકલીજ બેસી રહી. વિચારો સવાલ પર સવાલ કરે જતા હતા. 'વાત કંઈ ના હતી ને તેને સીધો સંબંધ જ તોડી દીધો. તેને શું ફરક પડવાનો હતો. તે તો પૈસાના પાવરથી બધું ખરીદી લેશે પણ મમ્મી પપ્પાની ખુશીનું શું જેની એક બેટીનું ઘર સંસાર તો એમજ ઉછળી ગયો હતો ને આજે આ બીજી બેટીનું તે સહન નહીં કરી શકે. ભુલ મારી હતી કે મે તેને આવી વાતો કરી. પણ જયાં ફેમિલીની ઈજજત ના હોય ત્યાં હું ખુશ કેવી રીતે રહી શકું.' વિચાર સવાલની સાથે જવાબ પણ આપી રહયા હતા. તેને કંઈ સમજાતું ના હતું કે તે શું કરે. તેને ફોન હાથમાં લીધો ને જીલનો નંબર કાઠી ફોન કરવા જતી હતી ત્યાંજ દરવાજા પર બેલ વાગ્યો. એક ડર ફરી વિચારો વચ્ચે ખોવાઈ ગયો ને તે બહાર નિકળી.
દીદીએ દરવાજા ખોલ્યો, જીલ ખુદ ત્યાં તે દરવાજા પર ઊભો હતો. હસ્તા ચહેરો લઇ તે અંદર આવ્યોને આવી સીધો સોફા પર બેઠો. પ્રિતા તેને જોઈ રહી. તે હમણા કંઈ કહેશેને તેનું ફેમિલી તુટીને વિખેરાઈ જશે તે વિચારે તેની આંખોને રડાવે જતી હતી. પપ્પાના અવાજથી તે ચહેરો સાફ કરી બહાર આવી. ત્યાં સુધીમાં ખાવાનું તૈયાર હતું.
પપ્પાની સાથે જીલ પણ નીચેજ જમીન પર બેસી ગયોને દીદીએ ખાવાનું પિરસ્યુ. તે ઊભી રહી ખાલી જીલને જોઈ રહી. 'હજું તેને સમજાતું નહોતું કે જીલ આજે અહીં શું પ્રૂફ કરવા આવ્યો હતો. તે કંઈ બોલશે ને આ સંબધને અહીં જ વિરામ આપી જતો રહશે.' તેના વિચારો ફરી ફરી જીલના હસ્તા ચહેરા પર થંભી જતા. તે બિન્દાસ બેસી જમી રહયો હતો.
જમવાનું પુરુ થયા પછી પણ જીલ કેટલીવાર સુધી ત્યા બેઠોને બધા સાથે વાતો પણ કરી. આજે આટલા સમયમાં પહેલીવાર જીલને આવી રીતે જોતા બધાને અજીબ લાગતું હતું પણ તેની સાથે ખુશી પણ હતી. કેટલા સમય સુધી બેસયા પછી તે બહાર નિકળ્યો. તે પણ તેની પાછળ બહાર નિકળી. " હવે ખુશ છો કે હજું પણ નથી ?" તે ત્યાંજ ઊભી રહી જીલના શબ્દોને સમજવાની કોશિશ કરતી રહી.
"તારો પ્રેમ મેળવા તારો ઘરનું જમવું શું રસ્તાની ભેલ ખાવા પણ તૈયાર છું. કાલે તૈયાર રહજે લારીની ભેલ ખાવા જઈશું." આટલું કહીને તે ચાલવા લાગ્યો. થોડા પગલા ચાલતા તે ફરી પાછો વળ્યો ને કિશાના ગાલ પર કિસ કરી "આ્ઈ લવ યું" કહી ગાડી લઈને નિકળી ગયોને તે ત્યાંજ ઊભી રહી વિચારતી રહી કે આ સપનું હતું કે કોઈ હકિકત.

