Nicky Tarsariya

Romance

4.5  

Nicky Tarsariya

Romance

નાદાન પરિન્દે

નાદાન પરિન્દે

9 mins
199


"પ્રેમ જો ઉંમર જોઈને થતો હોત 

તો આજે રાધાકૃષ્ણનો પ્રેમ અમર ના હોત"

દસમું ઘોરણ પુરુ થઈ ગયું હતું ને વેકેશન ટાઈમ પણ ઓવર થઈ ગયો. રીઝલ્ટ આવતા જ આગળ શું કરવાના વિચારો થતા તેમાં જ નિશાએ કોમર્સ લીધું. તેને તેમની સ્કૂલ છોડી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. 

અંજાન સ્કૂલમાં તે એકલી હતી. બાકી બધી ફેન્ડ જે સાથે હતી તે હવે અલગ થઈ ગઈ. પહેલા દિવસે તે સ્કૂલમાં ગઈ પણ તેનું મન ના લાગયુંં. પહેલાં તે સ્કૂલમાં ભણતી ત્યાં ખાલી છોકરીઓ જ હતી જયારે અહીં છોકરા છોકરી બધા હતાં. 

નિશા ક્લાસમાં છેલ્લી બેંચ પર જઈ બેસી ગઈ. ત્યાં એક બીજી છોકરી રિંકલ પણ બેઠી હતી. તેમની સાથે થોડીવાર વાતો કરી પણ તેનું મન તેની પહેલી સ્કૂલ સાથે હતું. 

બીજે દિવસે, નિશા ક્લાસમાં આવી. તેની નજર એક છોકરા સાથે ટકરાણી. તે વાતને ઇગનોર કરતા તે તેની જગ્યા પર બેસી ગઈ. પણ, નજર વારંવાર તેની સામે જઈ થંભી જતી હતી. 

રિંકલ :" શું જુવે છે...??"

નિશા :" કંઈ નહીં."

રિંકલ : "જૂઠી, તું મયુરને જોઈ રહી છે. રાઈટ..!"

નિશા : "એવું કંઈ નથી."

રિંકલ :" મયુર પણ તારા વિશે કાલે પૂછી રહયો હતો. શાયદ તેને પણ તું......!!" 

નિશા : "રીયલી...!!" તેના ચહેરા પર એક અજીબ જ લાલી આવી ગઈ. "જવા દે એવું કંઈ નથી."

રિંકલ : "મતલબ તને ગમે છે." 

નિશા : "તું શું કરવાનું વિચારે છે...? મને કોઈ એવો શોખ નથી આવા લફડામાં પડવાનો."

રિંકલ :"શોખ છોડ એમ સમજ તું બહું લકી છે કે મયુરે તને પસંદ કરી. બાકી તેની પાછળ કલાસની બધી છોકરીઓ ભાગતી હોય છે." 

નિશા : "તું......??? "

રિંકલ : "પાગલ તે મારો ભાઈ છે..."

નિશા :" શું.....તે તારો ભાઈ છે....??"

રિંકલ :" હા તો...!!- " નિશાના ચહેરો થોડો ખામોશ જોઈ રિંકલે તેમની વાતને વધું આગળ વધારી. " ટેનશન ન લે હું આ વાત બીજા કોઈને નહીં કહું." 

બંનેની વાતો ચાલતી જ હતી ત્યાં કલાસમાં સર આવી ગયા ને તે બુક ખોલી બંને ભણવા લાગી. ચાલું ક્લાસે પણ તેની ગુપચૂપ ચાલતી જ રહી. 

રિંકલ : "આજે છૂટીને તમે બંને વાત કરી લેજો."

નિશા : "ના યાર, પપ્પા લેવા આવવાના છે."

રિંકલ : "ઓકે, આજે પપ્પાને કહી દેજે કે હવેથી તું મારી સાથે આવીશ." 

હકારમાં માથું હલાવી નિશાએ તેનું ધ્યાન ભણવામાં લગાવ્યું. કલાસ પુરો થયો. તે પપ્પાના સાથે ઘરે ગઈ. એક દિવસમાં તેને એવું લાગતું હતું કે કંઈક બદલી ગયું છે.

બીજે દિવસે,

સ્કૂલ છૂટ્યા પછી બંને એક ગાડીમાં ને મયુર તેમના ફેન્ડ સાથે એમ બધા એક અલગ રસ્તા પર જઈ ઊભા રહ્યાં. આમ તો એક કલાસમાં બધા હતાં એટલે એકબીજાને જાણતા જ હતાંં. રિંકલે એક જ દિવસમાં આખા કલાસની ઓળખાણ કરાવી દીધી હતી. 

નિશા અને મયુર એકબીજાથી વાત કરતા થોડા ડરતા હતાં. શરૂઆત કોણ કરે અને શું કહે બે માંથી કોઈને સમજાતું ના હતું. કયાં સુધી એકબીજાને જોયા પછી મયુરે વાતની શરૂઆત કરી. 

મયુર :" હાઈ, ફેન્ડ.......??" મયુરે હાથ લંબાવ્યો ને નિશાએ તેનો હાથ આપ્યો. 

મયુર : "યું લાઈક મી........??"

નિશા : "આઈ ડોન્ટ નો.... એન્ડ યુ......??"

મયુર :"આઈ લવ......" આટલું કહયું ને હાથમાં નંબર લખી તે આગળ ચાલવા લાગ્યો. 

રિંકલ : " આટલી જલદી તમે વાત પુરી પણ કરી દીધી. ઓ ગ્રેટ....!! આમ તો તમે બંને એકબીજા માટે પ્રરફેકટ છો."

મયુર અને નિશા એકબીજા સામે જોઈ એક હળવું સ્મિત આપી તેમના રસ્તે ચાલવા લાગયાં. એક અજીબ આકર્ષણ બંનેના મનને ઘેરી રહયું હતું. 

સાંજે ઘરે ગયા પછી નિશા,

નિશા :(તેમના પપ્પાને) પપ્પા ટયુશનનું મે નકકી કરી લીધું છે રિંકલ સાથે."

પપ્પા : "અરે વાહ, મને જાણ કર્યા પહેલા જ. ને આ રિંકલ કોણ છે.....??"

નિશા : " મારા કલાસની એક છોકરી જે હવે મારી બેસ્ટ ફેન્ડ છે."

પપ્પા : "એક દિવસમાં બેસ્ટ ફેન્ડ.....!"

મમ્મી : " હા તો બની જાય, એમા આટલા બધા સવાલ શું કામ કરો છો. તેને હવે તેની રીતે ચાલવા દો ને કયાં સુધી તમે તેને તમારી સાથે જકડી રાખશો."

પપ્પા : "ઓકે નહીં પૂછું બસ. પણ મને જો ખબર પડી કે તું ત્યાં બરાબર ભણતી નથી તો હું તારી સ્કૂલ બદલી દઈ."

નિશા : "એવું કયારે પણ નહીં થાય." તે ઊભી થઈ રૂમમાં જતી રહી. મન હજું વિચારો વચ્ચે ફસાયેલું હતું. મયુરને કોલ કરવાનો હતો પણ પપ્પાના ડરથી તેને તે વિચારને છોડી દીધા.

બીજે દિવસે કલાસમાં,

નિશાને જોઈ મયુરનું મુડ ઓફ લાગતું હતું. તે વાતને ઇગનોર કરતા તે કંઈ બોલ્યા વગર જ તેની જગ્યા પર બેસી ગઈ. 

રિંકલ : "કાલે સાંજે કોલ પર શું વાત કરી તમે બંનેએ....??"

નિશા :"મે કોલ ના કર્યો." 

રિંકલ : "પણ કેમ.....તું તો કરવાની હતી ને...?? "

નિશા : "હા યાર, બટ સોરી. હું આ લફડામાં નથી પડવા માંગતી. પપ્પાને આ વાતની થોડી પણ ખબર પડશે ને તો તે મને બહાર ભણવા મોકલી દેશે. ને આમેય હું તેમની ખિલાફ કંઈ નથી કરવા માગતી."

રિંકલ : " તું એકદમ પાગલ છે. શું છોકરા છોકરી ફેન્ડ ના બની શકે.....??"

નિશા : "બની શકે.....પણ....""

રિંકલ :"આટલું ના વિચાર કંઈ નહીં થાય."

નિશા : "તે ગુસ્સામાં લાગે છે. "

રિંકલ :" કોણ મયુર.....?? નિશા એ હકારમાં માથું હલાવ્યું. " તો તેનો ગુસ્સો શાંત કરી દે."

નિશા : "કેવી રીતે..??"

રિંકલ : "કાગળ પર સોરી લખી તેની તરફ ફેકી દે...."

નિશા : "વોટ....!!"

રિંકલ :" તું ખરેખર ડરપોક છે."

નિશા : "હું કોઈ ડરપોક નથી. જોવું છે તારે...??" કાગળ પર સોરી લખી તેને મયુર તરફ કાગળ ફેકી દીધો. મયુરે હાથમાં લીધો ને તેને પણ સામે "ઈટ સ ઓકે " લખી મોકલ્યું.

નિશા : (કાગળ પર) "છુટીને મળીએ." કયારેક કાગળ પર તો કયારેક ઇશારાથી બંનેની વાતો ક્લાસમાં ચાલતી રહી. 

રિંકલ તેને આગળ વધવા પ્રેરી રહી હતી ને તે રિંકલની વાત માની મયુર તરફ ખેંચાતી જતી હતી. આખો દિવસ કલાસમાં કાગળની આપ લે ને કલાસ છૂટયા પછી રસ્તામાં મળી વાતો. ફરી પાછા ટયુશનમા તો કયારેક રાતે કોલ પર પણ વાતો કરી લેતા. 

આ પ્રેમ કહાની આગળ વધતી જતી હતી ને નિશાનું ભણતર પાછળ થતું જતું હતું. નાદાન ઉંમર પ્રેમની લાગણી બની ખીલી રહી હતી. 

રોજની મુલાકાત, બંનેને એકબીજાની નજીક લાવી રહી હતી. કયારેક સ્કૂલના બહાને તો કયારેક ટયુશનના બહાને બંને બહાર ફરવા નીકળી જાય. તેમાં જ એક દિવસ બંને સ્કૂલમાંથી બંક મારી મુવી જોવા ગયા. સાથે રિંકલ અને મયુરનો ફેન્ડ હતો.

આખો દિવસ મસ્તી કરી તે ઘરે આવ્યાં. આજે ઘરે આવતા થોડું લેટ થઈ ગયું હતું. નિશા કંઈ બોલ્યા વગર ઘરે આવી રૂમમાં જઈ વાંચવા લાગી. કંઈક તેની ચોરી પકડાઈ જશે તો...!!!તે ડર તેને હંમેશા રહેતો. પણ જે આદત હવે મયુરના સાથની લાગી ગઈ હતી તે છૂટી શકે તેમ ના હતી. ધ્યાન વાંચવામાં ને મન મયુરના વિચારોમાં રહેતું. 

મમ્મી :"નિશુ, ચલ જમવા."

નિશા : "ના મમ્મી, હું રિંકલના ઘરે જમીને આવી છું તમે જમી લો."

પપ્પા :"રિંકલના ઘરે તું કયારે ગઈ હતી."

નિશા : "થોડીવાર પહેલા ટયૂશનથી બુક લેવા ગઈ હતી તો તેના મમ્મીએ જબરદસ્તી જમવા બેસાડી દીધી."

તેનામાં આવતા બદલાવને તેના પપ્પા જોઈ રહયા હતાં. પણ તે ખુશ છે સમજી કંઈ ના બોલતા. તેને હવે ખોટું બોલવાનું શરૂ કરી દીધું જ હતું. કંઈક ડરના કારણે તો કંઈક પ્રેમની લાગણીના કારણે. 

પરીક્ષા નજીક આવી રહી હતી ને હવે તેને વાંચવામાં વધારે સમય ફાળવાનો હતો. પણ, મન ખાલી મયુર પાસે રહેતું ને મયુરની તેની પાસે.

આખો દિવસ સાથે હોવા છતાં પણ રાતે બંને કયાં સુધી ફોનમાં વાતો કર્યા કરે.

નિશા :"(મયુરને)કદાચ આપણે બંને મોટા હોત તો કેટલું સારુ હોત."

મયુર : " આપણી ઉમર નાદાન છે આપણા દિલ તો મોટા જ છે ને."

નિશા : "આપણે એક નહીં રહી શકયે તો...?"

મયુર :"તો તું તારા પતિ સાથે ને હું મારી પત્ની સાથે આપણે ચારે સાથે ફરવા જ્ઇશું."

નિશા :"હું મજાક નથી કરતી. મને લાગે છે પપ્પાને મારા પર થોડું ડાઉટ જતું હોય તેવું. જો આ એક્ઝામનું રીઝલ્ટ ખરાબ આવ્યું તો મારુ કામ તો ગયું."

મયુર :"એવું કંઈ નહીં થાય. તું થોડું મન લગાવીને વાંચ. "

નિશા :"મન તું મારુ મારી પાસે રહેવા દે તો ને...!!"

મયુર : "મે કયાં તારુ મન લીધું છે. મે તો ખાલી તારુ દિલ ચોર્યું છે. 

નિશા: "ઓકે. ચલ બાઈ. પછી વાત કરીશું." તેને ફોન મુકયોને વાંચવાની શરૂઆત કરી. પણ મન મયુર પાસે જ હતું હજું. 

એક્ઝામમાં તેમને જબરદસ્તી મન લગાવી વાંચ્યું ને તે સારા માર્ક્સ પાસ થઈ ગઈ. જે ડર અને ખામોશી હતી તે ખોવાઈ ગઈ ને તે હવે મસ્ત મયુર સાથે ફરવા લાગી. 

કેટલા દિવસો એમ ચાલ્યાં કર્યું. રોજ મળવું, રોજ વાતો કરવી, કયારેક ફરવા જવું. આ નાદાન ઉમરનો પ્રેમ કંઈક બંનેને જુવાન બનાવી રહયો હતો. નિશા તે દિવસે મયુર સાથે બહાર હતીને તેમના પપ્પાનો અચાનક ફોન આવ્યો. 

તે થોડી ડરી ગઈ. વિચારો તે જ સમયે મનને ઘેરી રહયા હતાં. કયાં સુધી રિંગ વાગ્યા પછી તેમને ફોન ઉપાડ્યો. 

પપ્પા : "કયા છે તું...??"

નિશા :"રિંકલના ઘરે. કેમ કંઈ કામ હતું...??" તેને ખામોશ અવાજે જવાબ આપ્યો. 

પપ્પા: "રિંકલને ફોન આપ તેનું કામ છે." આજે પહેલીવાર રિંકલ તેમની સાથે ના હતી. પપ્પાને શું જવાબ આપું વિચારતી હતી ત્યાં જ મયુરે ફોન હાથમાંથી લઇ કટ કરી દીધો. 

મયુર : "પાગલ છે તું, ખોટુ ના બોલી શકાતું હોય તો શું કામ બોલે છે."

નિશા :"પપ્પાને રિંકલનું અચાનક શું કામ પડયું...?? કંઈક તેમને આપણી........!!-" તે ત્યાથી ઊભી થઈ ગઈ. "મયુર જલદી ચાલ મને લાગે છે કંઈક પપ્પાને આપણી ખબર પડી ગઈ હોય તેવું."

મયુર : "આટલું ટેનશન ના લે. શું ખબર કોઈ બીજુ પણ કામ હોય શકે.

નિશા : "હા, શાયદ. તો પણ ઘરે જવું જરુરી છે. "

મયુર : "ઓકે," તેમને ગાડી શરૂ કરીને બંને પોતપોતાની ઘરે ગયાં. નિશાએ ઘરે જઈને જોયું તો તેમનો સામાન બહાર પેકિંગ કરેલો હતો. તેને કંઈ સમજાણું નહીં 

એકવાર તેને તે જ લાગ્યું કે નકકી પપ્પાને મારા વિશે ખબર પડી ગઈ છે. પણ તેમના પપ્પાનું નોર્મલ બિહેવિયર ના કારણે તેનો ડર થોડો ઓછો થઇ ગયો. 

નિશા : "મમ્મી, આપણે કંઈ જવાનું છે..?"

પપ્પા :"હા, આ શહેર છોડી બીજી જગ્યાએ હંમેશા માટે."

નિશા : "પણ, પપ્પા મારા ભણવાનું.....??"

પપ્પા : "એ બધી વ્યવસ્થા મે કરી લીધી છે. તું ફટાફટ રેડી થઈ જા."

નિશા : "દર વખતે હું મારી નવી સ્કૂલ નહીં બદલું આ વખતે તમારે જવું હોય તો જાવ હું અહીં જ રહીશ."

મમ્મી :"નિશું બેટા જીદ ના કરાઈ તને ખબર છે ને તારા પપ્પાનું કામ જ એવું છે. તેનું ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. 

નિશા : "હા મમ્મી, પણ આમ અચાનક કેવી રીતે...??થોડોક સમય તો મળવો જ જોઇએ ને."

પપ્પા : "બધું આપણા હાથમાં નથી હોતું. કયારેક કોઈના ખાતર જવું પડે."

નિશા :"પણ પપ્પા....." 

પપ્પા :"જાણું છું તારુ કેરિયર ખરાબ થવાનો ડર લાગે છે. પણ તારા એક કેરિયર ખાતર બીજા કેટલા લોકોની જિંદગી ખરાબ થઈ રહી છે. હું ખાલી તારા પપ્પા હોત તો હું ખાલી તારુ જ જોત. પણ અહીં હું એક પોલીસ અધિકારી છું મારે દેશની ફિકર કરવી જરૂરી છે. "

નિશા : "જો કોઈની જિંદગીનો સવાલ છે તો હું મારી ખોટી જીદ નહિ કરુ. પણ એક વખત હું રિંકલને આ વાત કહેતી આવું."

પપ્પા :" ઓલરેડી લેટ થઈ ગયું છે. મે તને તે કહેવા જ ફોન કરેલો પણ તે અધુરી વાતે જ કટ કરી દીધો." પપ્પાની વાત આગળ તેમનું કયારે પણ નથી ચાલતું એ તે જાણતી હતી. તે ચુપચાપ તૈયાર થઈ સામાન લઇને ચાલવા લાગી. 

ગાડીમાં બેસતા જ તેને સમય જોઈ મયુરને ફોન કર્યો. 

નિશા : "આઈ એમ સોરી, આપણી સફર અહી સુધીની જ હતી." તેની આખો આટલું જ બોલતા રડી પડી."

મયુર : "શું થયું.....??"

નિશા : "કંઈ નહીં એ સમજ કે આપણી મહોબ્બતની સફર આટલી જ હતી. બાઈ હવે હું તને કયારે નહીં મળું." તેને ફોન કટ કરી દીધો. 

મયુર ને કંઈ સમજાતું નહોતું. કે અચાનક નિશાને શું થયું. તેની સાથે વિતાવેલી તે પળો તેની નજર સામે તરી વરી. ત્યાં જ રિંકલ તેની પાસે આવી.

રિંકલ:"નિશા જતી રહી."

મયુર: " આમ અચાનક કંઈ રીતે...??? હમણા થોડાક સમય પહેલાં અમે સાથે હતાં."

બંને ભાઈ બહેનની વાતો શરૂ જ હતી ત્યાં જ મયુરના ફોનમાં મેસેજ આવ્યો. તેને જોયું તો નિશાનો મેસેજ હતો. 

"આઈ લવ યુ. મારા દિલમાં તું હંમેશા રહી મારો પ્રેમ બની. પણ આપણી મુલાકાત હવે કયારે નહીં થઈ શકે. આ છેલ્લો મેસેજ તે પછી ફોન કે મેસેજમા પણ આપણે વાત નહીં કરી શકયે. તું તારુ ધ્યાન રાખજે ને બની શકે તો મને ભૂલવાની કોશિશ કરજે. આપણી કિસ્મત આપણને ફરી મળાવે તો આપણે મળીશૂં. નહિતર પછી તું તારા રસ્તે ને હું મારા. બાઈ. " 

મેસેજ વાંચતા વાંચતા તેની આખોમાં આસું છલકાઈ ગયા.

મયુર:" તેને ફોનમાં વાત કરવાની પણ ના કહી દીધી. પણ, કેમ...?? "

રિંકલ :"કેમકે તે હવે તને તેના પ્રેમમાં બાંધી રાખવા નથી માંગતી."

રિંકલના શબ્દો સાથે જ મયુરની લાગણી વરસી ગઈ. તેને નિશાના તે શબ્દો યાદ આવી ગયા. "કદાચ આપણે મોટો હોત તો. "

તે ખિલાતા પ્રેમની લાગણી જિંદગીની યાદ બની મયુર અને નિશાના જીવનને એક અલગ રાહ બતાવી ચાલી ગઈ

દિલની મહોબ્બત દિલમાં રહી ગઈ ને જિંદગી તે પળની યાદ બની હંમેશા નિશા અને મયુરને સમય પહેલા જ અલગ કરી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance