Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Nicky Tarsariya

Drama


3  

Nicky Tarsariya

Drama


તારો મારો સથવારો

તારો મારો સથવારો

12 mins 715 12 mins 715

"બેટા, તારી બસ આવી ગઈ" શરીરથી વૃધ્ધ ને મનનથી જુવાન દેખાતા દાદાનો અવાજ નિશાના કાને સંભળાનો. રોજ કોલેજથી ઘરે આવતી વખતે નિશા આ બસ સ્ટોપ પર ઊભી રહેતી. બસ આવતા જ તે દાદા નિશાને એલર્ટ કરતા ને નિશા બસમાં જઇ બેસી જતી. તેનો આ નિત્ય ક્રમ બની ગયો હતો. તે જયારે બસમાં બેસતી તે સમયે તેના રસ્તામાં કયારે પણ કોઈ આવતું નહીં પણ આજે અચાનક જ એક છોકરા સાથે તે અથડાઈ ગઈ. નિશા તો કંઈ ના બોલી પણ તે દાદા પાછળથી જરુર બોલ્યા.


"તે બિચારી તો જોઈ નથી શકતી પણ તું પણ શું આંધળો છે? ખુબસુરત છોકરી જોઈ નથી ને તેની સાથે અથડાવાનું શરૂ કરી દીધું. " તે દાદા બોલતા રહયા ને તેને કંઈ જ સાંભળ્યું ન હોય તેમ તે બસમાં બેસી ગયો. 


" દાદા જવા દો ને શાયદ તે અહીં પહેલીવાર આવ્યો હશે તેને અહીંનો નિયમ નહીં ખબર હોય." હંમેશા જ કંઈક ખોટું બને ને તે મજા લઈ શકે તે રાહમાં રહેતી નિશા આજે અચાનક બદલી ગઈ. તે કંઈ ન બોલતા પોતાની સીટ પર જ્ઈ બેસી ગઈ. આંખી બસ કોલેજ સ્ટુડન્ટથી ભરેલ હતી ને તેમા નિશાનો અવાજ આંખી બસને ગુજવી રહયો હતો. તે શાયરી બોલતી ને પાછળ વાહ વાહ થતી હતી. શાયરીની મહેફિલમાં તેની રંગત રોજ જામતી પણ આજે તેનું દિલ વારંવાર તે છોકરા પાસે થમી જતું હતું. બસમાં બેઠેલાં બધા જ તેના દોસ્તો તેની શાયરીની કોમેન્ટ મારતા ને તે છોકરો કંઈ પણ બોલ્યા વગર બેસી રહયો. રીતલે ફરી એક શાયરીના શબ્દો છોડયા.


"જો બોલતા હૈ વહી બિકતા હૈ બજાર મે

જો નહીં બોલતા ઉસકા કોઈ મુલ્ય નહીં હૈ,

દો પલ મીલી હૈ જિંદગી અહિં રાહમે

કલ કયા પતા ઈસ જિંદગીકા

વો ખડીભી હૈ કે નહીં ખડી ઈસ રાહમે."


તેની મહેફીલનો નજારો જોરદાર જામી રહયો હતો ને તે ચુપચાપ જ ત્યાં બેઠો હતો. નિશાનું ઘર આવતા કન્ડકટરે તેને એલટ કર્યુને તે બસમાંથી નીચે ઊતરી ગઈ. એક અજીબ અહેસાસ તેને બાધી રહયો હતો. કંઈક હતું તેનામાં જે નિશાને તેના તરફ આકર્ષિત કરતું હતું. આવા તો કેટલા આવે છે જિંદગીમા પણ આ કોણ હતો જે તેને વિચારવા મજબુર કરી રહયો હતો. તેના વિચારોએ મનમાં ગુથાવાનું શરૂ કરી દીધું હતું. આવું કેટલા દિવસ સુધી ચાલતું રહયું તે રોજ બસમાં જ મળતો પણ એમજ બેસી રહેતો. નિશાને તેની સાથે વાત કરવાનું મન થતું પણ તેની ચુપી અવાજના કારણે તે વાત કરતા અચકાતી. એક દિવસ આમ જ તે ભેગા થયા ને તે છોકરોએ નિશાના હાથમાં એક કાગળ આપ્યો ને તે બસમાંથી નીચે ઊતરી ગયો. તેને તે કાગળને તરત જ બેગમાં મુકી દીધો. ઘરે પહોંચતા જ સીધો તે લેટર કાઢ્યો ને તે વાંચવા લાગી.


"તું સરસ બોલે છે. તારી શાયરી સાંભળ્યા પછી મને પણ વાહ વાહ કરવાનું મન થાય છે. પણ, મારા શબ્દો મનમાં જ ગુગળાઈ જાય છે. રોજ તારી સાથે વાતો કરવાનું મન થાય છે તને કંઈક કહેવાનું મન થાય છે પણ મારી ન બોલતી જુબાન તારા શબ્દોને સાંભળીને જ ખુશ થઈ જાય છે. નિશા હું તને કંઈ કહેતા પહેલાં મારા વિશે થોડું જણવા માગું છું. મારુ નામ રવિ છે. હું એક ગરીબ ઘરથી આવું છું. મારીમાં કામ કરીને અમારુ ઘર ચલાવે ને હું મારું ભણતર પુરુ કરવા સાઈટમાં પાર્ટ ટાઇમ જોબ કરુ છું. મારા પપ્પા મારા જન્મની સાથે જ એક હાદશામાં ગુજરી ગયાં. હું લોકોને સાંભળી શકું પણ બોલી નથી શકતો તે મારી સૌથી મોટી કમજોરી છે. આ વાત મારા દિલને હંમેશા પજવે છે કે હું એક મુગો છું. પણ જયારે મે તને જોઈ તો મને લાગ્યું કે હું મારી કમીને મારી કમજોરી બનાવી રહયો છું. જયારે મારી કમી કરતા તારી કમી મોટી છે છતાં પણ તું હંમેશાં હસ્તી રહે ને લોકો ને પણ હસાવતી રહે છે. હું પણ તારી જેમ ખુશ રહેવા માગું છું પણ મારી પાસે તારા જેવા કોઈ ફેન્ડ નથી. શું તું મારી ફેન્ડ બની શકે? " જો તારો જવાબ હા હોય તો કાલે આપણે તારી કોલેજ કેન્ટિનમાં મળીયે. "


બીજે દિવસે કોલેજના લંચ સમયમાં નિશા કેન્ટિનમાં ગઈ તે ત્યાં જ બેઠો હતો. નિશા પણ તેની સાથે એક ટેબલ પર જ્ઈ બેસી ગઈ. તેને સમજાતું ન હતું કે વાત કયાથી શરૂ કરે ત્યાં જ તેને નિશા સાથે હાથ મળાવ્યો. જાણે તેનામાં વાત કરવાની હિંમત આવી ગઈ હોય તેમ તે બોલી,

" કાલે મે તારો લેટર વાંચ્યો. મને ત્યારે જ લાગયું હતું જયારે આપણે પહેલી વાર મળ્યા, કે તું બોલી નહીં શકતો હોય. મે ત્યારે એક શાયરી પણ તારા વિશે બોલી પણ તારો કોઈ રીપ્લાઈ ન આવતા મને એમ લાગયું કે તું સાંભળી પણ નહીં શકતો હોય પણ હું ખુશ છું કે તું મને સાંભળી શકે છે. હું કોઈ આશમાનથી ઉતરેલી પરી નથી જો તારી સાથે દોસ્તી ના કરી શકું. હું પણ એક મિડલકલાસ ફેમિલિથી જ છું. પણ મારી આંખો મારી કમજોરી નથી. હું ખાલી જોઈ નથી શકતી પણ લોકોને મહેસુસ તો કરી શકું છું. ઘરેથી કોલેજ અને કોલેજથી ઘર આટલી સફર હું આસાનથી કરી શકું છું. પણ આપણી દોસ્તી વચ્ચે એક પ્રોબ્લેમ જરુર રહશે કે હું તને જોઈ નહીં શકું ને તું મને બોલીને વાત નહીં કરી શકે..!!!!પણ દોસ્તીમાં આટલું એકઝેસ કરી લેવા." એકીસાથે તે આટલું બધું બોલી ગઈ ને રવિ તેને બસ સાંભળતો રહયો. તે કોઈ રીપ્લાઈ આપે તે પહેલા જ નિશા ત્યાથી નિકળી ગઈ હતી.


હંમેશા, નિશા બોલ્યાં કરતી ને રવિ તેને સાંભળ્યા કરતો. તેમની દોસ્તી રોજ એક દિવસ વધતી જતી હતી. સ્વાર્થ વગરની દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં પરિણમી રહી હતી. તે અનજાન હતી આ પ્રેમથી પણ દીલ તેના સાથથી ખુશ હતું. કયારેક બસસ્ટોપ પર તો કયારેક બસમાં તો કયારેક કોઈ ખુલ્લા ગાડૅનમાં જ્ઈ તેવો કલાકો સુધી દિલની સાથે વાતો કર્યા કરતા. રવિ તેને આસપાસની દુનિયા બતાવતો ને તે તેમના મનથી આ દુનિયાનું ચિત્રણ કરતી હતી. એક અજીબ અહેસાસ તેના દિલને જકડી રહયો હતો.


"રવિ, કાલે મારે આંખનાં ઓપરેશન માટે અમદાવાદ જવાનું છે. ફાઈનલી મને મારી આંખો મળી જશે હું પણ લોકોની જેમ આ દુનિયા જોઈ શકી. તને જોઈ શકી. પછી તારે મને કોઈ વાત કહેવા માટે લખવાની જરૂર નહીં રહે હું તને એમ જ ઈશારાથી સમજી શકી. "

"આનાથી વધારે ખુશી બીજી મને શું હોય શકે. નિશા ત્યારે તો આપણે સાથે નહિ હોઈએ પણ એક ચિઠ્ઠી હું તને આપુ છું જે તું તારી નવી આંખથી વાચજે ને પછી અહીં આવ ત્યારે તેનો રીપ્લાઈ આપજે હું તારો ઇતજાર કરી." રવિએ તેના શબ્દમાં જ નિશા ને ઓલ ધ બેસ્ટ કહી દીધુ ને સાથે તેની ખુશીની પણ ગીફ આપી દીધી.


નિશાના દિલને જલદી હતી તે લેટર વાંચવાની પણ રવિએ તેની ભાષાનો ઉપયોગ કર્યો હોવાથી તેને તે સમયનો ઇતજાર કરવો પડ્યો. આંખનું ઓપરેશન સકસેસફુલ રહયું ડોકટરનું આટલું જ બોલતા તેને પહેલાં તે ચિઠી ખોલી ને તેને તેમા જોયું તો ખાલી આટલું જ લખેલ હતું. "આઈ લવ યુ નિશા," ને છેલ્લે એ લખેલ હતું કે તારો ઇતજાર રહશે. થોડાક જ શબ્દોમાં રવિ ઘણું કહી ગયો હતો. તે ખુશ હતી આજે એક સાથે ડબલ સ્પરાઈઝ મળી હતી. 


દિલ તેને મળવા આતુરતાથી રાહ જોઈ રહયું હતું. નિશા હર ઘડી તે પળનો ઇતજાર કરતી હતી કે તે જલદી રવિને મળે પણ સમય ની ઘડી આટલી ધીમે ચાલતી હતી કે તેને અમદાવાદથી રાજકોટ આવતા જ એક મહિનો નિકળી ગયો. જેવી તે રાજકોટ પહોંચી તેવી સીધી જ બસ સ્ટોપ પર ગ્ઈ અને કન્ડક્ટરના હાથમાં ચીઠી આપી ઘરે આવતી રહી. તેનાથી હવે ઇતજાર થાય તેમ ન હતું તે હરઘડી ધડિયાળના કાટા સામે નજર કરતી રહેતી કે તે આજે ફાઇનલી રવિને જોઈ શકશે. તે સમય પર ગાડૅનમાં પહોચી ગઈ પણ રવિ તેને મળવા હજુ સુધી નહોતો આવ્યો ત્યાં જ તેને તેની ફેન્ડ મીતા મળી ગઈ

"હાય , કોનગ્રેસ્યુલેશન

" થેન્કસ"

" તું હજું આજે જ આવીને સીધી અહીં...!! કોઈ આવવાનું છે ??"

"હમમમમ, રવિ " લગભગ તે બંનેના પ્રેમ વિશે બધા જ જાણતા હતા તેમા મિતાતો તેની ખાસ ફેન્ડ હતી એટલે તે વધારે જાણતી હતી.

" ઓ...!!!! તું હજું પણ તેને લવ કરે છે????"

" હજુ પણ મતલબ તું કહેવા શું માગે છે..?? "

" એ જ કે તું કેટલી ખુબસુરત ને તે રવિ..."

" મે તેની ખુબસુરતી જોઈને પ્રેમ નથી કર્યા. તમારા બધાની આ જ પ્રોબ્લેમ કે તમે હંમેશા પ્રેમને ખુબસુરતી સાથે જોવો ને હું તેને દિલથી જોવું છું. જે પ્રેમને સમજતા જ ન હોય તેને સમજાવી ને શું ફાયદો!! "


" સોરી નિશા હું તારી પર્સનલ લાઈફમાં ઈન્ટરવ કરવા નથી આવી પણ તે રવિ તારા માટે બેસ્ટ નથી. તે ખાલી તારી આંખોની કમજોરી ને હથિયાર બનાવી રહયો હતો. તું તેને જેટલો સમજ છો તેના કરતાં વધારે તે તને બેહકુફ બનાવે છે. નિશા હું તને બહેકાવી નથી રહી પણ હકિકત એ જ છે કે તે મુગો બનવાનું નાટક કરે છે."


" મિતા, થઈ ગયું તારુ પુરુ તને શું લાગે છે કે તું કંઈ પણ કહી દે ને હું સાંભળી તેની સાથે રિલેશન તોડી નાખુ. ના, મારુ દિલ કહે છે તે કયારે ખરાબ ના હોય શકે." તેનું દિલ મકકમ તો હતું પણ મન ઉલજ્જન વચ્ચે જરુર ફસાઈ રહયું હતું.


મિતાતો ત્યાંથી નિકળી ગઈ પણ તે ખુબસુરતીથી આ ગાડૅનને નિહાળી રહી હતી. હંમેશા તેની અને રવિની વાતો અહી કલાકો સુધી ચાલ્યા કરતી. ત્યારે આ ગાડૅનનો નજારો જોવા તેની પાસે આંખ ન હતી ને આજે આંખ છે તો તેની સાથે રવિ નથી. એક કલાક, બે કલાક એમ ત્રણ કલાક સુધી તે ત્યાં બેઠી રહી પણ રવિ તેને મળવા ના આવ્યો. તેને મિતાની વાત પર હવે થોડો વિશ્વાસ પણ આવવા લાગયો હતો. "ખરેખર રવિ મારી સાથે રમત રમી રહ્યો હતો...!!!!!" તેની આંખો આંસુથી છલકાઈ ગઈ.


આખો દિવસ અને આખી રાત તેનો આજે રડવામાં ગયો. સવારે તેને કોલેજ જવાનું મન તો ન હતું પણ શું ખબર રવિ તેને બસમાં મળી જાય તે વિચારે તે કોલેજ ગઈ પણ રવિ આજે પણ ન મળયો તેને કન્ડક્ટરને પૂછયું તો કન્ડકટરે કહયું કે તે કેટલા દિવસથી દેખાતો નથી. તેને પહેલાં દાદાને પૂછયું તેનો પણ એ જ જવાબ મળયો. તેના દિલને ખરેખરની છોટ લાગી હતી. તે મનથી તુટી પણ રહી હતી. મન વિચારતું હતું કે મિતાની વાત બરાબર હોય શકે તે ફોડ હતો પણ જો તે ફોડ હોય તો તેને તે લેટરમા આ્ઈ લવ યુ... મન સમજતું ન હતું ને દિલ માનતું ન હતું.


થોડાક દિવસતો તેના એમ જ રડવામાં નિકળી ગયાં. પણ આમ રડવાથી જિંદગી જીવાય જતી હોય તો તે કરવા તૈયાર હતી પણ તે શક્ય ન હતું. રવિની યાદોને તે બહાર ફેંકી ફરી કોલેજ જવાનું તેને શરૂ કરી દીધું. ફરી તે મહેફિલમાં તે ખોવાઈ ગઈ પણ મન કંઈક અજીબ જ વિચાર વચ્ચે ભમતું હતું. અચાનક જ તેને રવિનું ઘર યાદ આવ્યું તે બસમાંથી નીચે ઉતરી ગઈ ને તેના ઘરે ગ્ઈ પણ ત્યાં કોઈ ન હતું. ફરી ઉદાસ મને તે ઘરે આવી. તેને રવિએ લખેલા બધા જ લેટર ફરી વાચયા એક એક લેટર તેની યાદોને ગહેરી બનાવી રહયો હતો. જેટલું તે વિચારતી હતી તેટલી જ તે ઉલજ્જન વચ્ચે વધારે ફસાતી હતી. 

"બેટા, તારી બસ ગઈ, તારે ઘરે નથી જવું ?" તે દાદા બોલ્યા પણ તેને જાણે કંઈ સાંભળયું જ ન હોય તેમ ત્યાં જ બસસ્ટોપ પર તે ઊભી રહી.


"બેટા ભુલી જા તેને , તે તને ભુલીને પોતાની જિંદગીમાં વ્યસ્ત બની ગયો છે જો તેના દિલમાં તારા માટે થોડિક પણ જગ્યા હોય તો તે તને મળવા જરુર આવે"

"દાદા, શું તમને પણ લાગે છે કે રવિ તેવો છોકરો હતો જે લોકો કહે છે?

" જો બેટા કયારેક આંખે જોયેલું ને કાને સાંભળેલું બધું જ ખોટું હોય શકે. હું એવું નથી કેતો કે તે ગલત હતો પણ તું અત્યારે તેના પાછળ સમય બગાડી ખોટું કરી રહી છે" તે સમજતી હતી તે દાદાના શબ્દો ને પણ માની નહોતી શકતી. તેનો વિશ્વાસ પણ હવે ડગમગવા લાગયો. બીજી બસ આવતા ફરી દાદાએ તેને એલટ કર્યુ ને તે બસમાં બેસી ગઈ.

બારીએથી આવતા ઠંડા પવનની લહેરો તેના ચહેરા પરની લટોને વધારે ઉડાડી રહી હતી. તેને બહારથી આવતા પવન પર જાણે ગુચ્ચો આવતો હોય તેમ તે જોરથી બારી બંધ કરવા જાય છે ત્યાં જ તેની નજર એક ગેરેજ પર કામ કરતા છોકરાને ડાટ લગાવતા માણસ પર જાય છે. તે ફટાફટ બસમાંથી નીચે ઉતરી તે ગેરેજ પાસે જાય છે. એક પળ તો તે વિચારી નથી શકતી કે કોઈ આદમી આટલા નાના છોકરા પાસે એક તો કામ કરાવે ને ઉપરથી તેને ખીજાય પણ છે. નિશા તેની પાસે પહોંચે છે તો તેના દિલમાં અજીબ અહેસાસ જાગે છે ને તે એક જ પળમાં તે આદમી ને ઓળખી જાય છે. તે કંઈ બોલે તે પહેલાં જ નિશા તેના ગાલ પર એક જોરદાર તમાચો મારી આપે છે.


" વાહ, રવિ લોકો સાચું કહેતા હતા તારા વિશે કે તું તે પ્રેમને લાયક નથી. ધોકેબાજ, નાટકબાજ ને કોઈના દિલ સાથે રમનાર એક ગરીબ ઘરનો છોકરો. શરમ આવે છે મને એ વિચારતા કે હું અત્યાર સુધી પાગલની જેમ તારી પાછળ પાછળ ફરતી હતી. મને એમ હતું કે તું કોઈ પરેશાનીમાં હશે એટલે મને નહીં મળતો હોય પણ તું તો અહીં આવા નાના બાળકોને મારી તેની પાસે કામ કરાવી જલસા કરે છે"


"એક મિનિટ દીદી તમે મારા સર પર ખોટા આરોપ લગાવી રહ્યા છો. તે કોઈ છોકરા પાસે કામ નથી કરાવતા બલકી અમને શીખવાડે છે.

" ઓ, મતલબ હવે આ છોકરાની જિંદગી સાથે રમત શરૂ કરી દીધી. પહેલાં માછલીને જાળમાં ફસાવાની પછી તેને કમજોર બનાવી તળાવમાં ફેકી દેવાની"

"નિશા મે તને તારી આંખો મળ્યા પછી છોડી કેમકે હું તારે લાયક ન હતો."

" તને તો આ વાતની પહેલાં ખબર હશે ને કે તું મારે લાયક ન હતો તો તે લેટરનો શું મતલબ ?તે ઇતજાર .....!!!

" નિશા હવે તેનો કોઈ મતલબ નથી સમય બદલી ગયો. તું પણ મને ભુલી ને તારી જિંદગીમાં આગળ વધી જા. હવે તો તારી પાસે આંખો પણ છે આ આંખોને સંભાળીને રાખજે. "

"મતલબ તું કહેવા શું માગે છે કે હું તને ભુલી જાવ??? એક મિનિટ તું જાણે છે આ આંખો કોની છે??"

" ના, મારે તેનાથી શું મતલબ જેની પણ હોય."

" રવિ હું તને એટલો તો જાણું છું કે તું ખોટું બોલવવામાં માહિર છે પણ આજે હું તારી પાસે સત્ય જાણવા માગું છું. જો ખરેખર તે મને કયારે પણ પ્રેમ કર્યો હોય તો તું જુઠ નહીં બોલે. તને મારી કસમ."


" તુ જાણવાં માગે છે ને તો સાંભળ, તને મે જયારે પહેલી નજરમાં જોઈ ત્યારથી મને પ્રેમ થઈ ગયો પણ આ વાત હું તને કહેતા ડરતો હતો એટલે મે તને લેટર લખી એ બતાવ્યું કે હું બોલી નથી શકતો. ને એવું ન હતું કે હું ખાલી તારી સાથે જ નહોતો બોલતો મે બાકી બધા લોકો સાથે બોલવાનું બંધ કરી દીધું હતું કેમકે હું તારી તકલીફને સમજવા માગતો હતો. તને ઓળખવા માગતો હતો. ને જયારે મને એ વાતનો અહેસાસ થયો કે તું પણ મને પ્રેમ કરે છે ત્યારે મે એવું વિચાર્યુ કે હું મારી એક આંખ તને આપી દવ. એટલે આપણે બંને એક એક આંખથી આંખી દુનિયા જોઈ શકયે. પણ નસીબ, તે દિવસે જ તને બીજી બે આંખો મળી ગઈ. હું તે વાતથી બહું જ ખુશ હતો. મે ત્યારે જ વિચારી લીધું હતું કે તું જ્યારે તારી નવી આંખો સાથે મને મળી તો હું તને બધું જ સાચું બતાવી દેવા. પણ કહેવાય છે ને કે વધારે ખુશી દુઃખનું કારણ બની શકે!! મારી સાથે તેવું જ બન્યું. હું ઘરે ગયો તો મે જોયું કે મારી માં મરણ પથારીમાં સુતી હતી. આસપાસ રહેતા લોકો મારી રાહ જોઈને બેઠા હતા કે હું આવું પછી તેને સ્મશાન ભુમી લઇ જાય. મને કંઈ સમજાણું નહીં કે માં ને શું થયું. પછી મને ખબર પડી કે તેને હાડૅએટક આવી હતી. તેનામાં હજુ થોડા જીવ હતો ત્યાં જ તેને ડોકટરને બોલાવી લીધાં ને એક લેટરમાં તે લખતી ગઈ કે તેમની આંખો તને આપે બસ આટલી જ વારમાં આ બધું બની ગયું ને હું તે તમાશો જોતો રહયો. નિશા મારી મમ્મીના મરયા પછી મને એવું લાગયું કે જે છોકરો તેની માં ને ના બચાવી શકયો તે કોઈ બીજી છોકરીનો સાહારો કેવી રીતે બની શકે. હું તને છોડી અહીંથી બીજા શહેરમાં જવાનું વિચાર્યુ પણ તારા વગર... બસ આજ વિચારે હું રોકાઈ ગયોને મે અહી એક ગેરેજ ખોલ્યું કે તને આવતા જતા જોઈ શકું. નિશા શાયદ તને આ વાત ખોટી લાગતી હશે પણ આ એક હકિકત છે. આજે પણ હું તને આટલો જ લવ કરુ છું જેટલો પહેલાં કરતો હતો.


" સોરી રવિ મે તને ગલત સમજ્યો, આ્ઈ લવ યુ " તેની રફતાર જિંદગી એકબીજાની બાહોમાં ખોવાઈ ગઈ ને નિશા એ વિચારતી રહી કે શાયદ રવિ તેની જિંદગી બનીને ન આવ્યો હોત તે કયારે પણ આ દુનિયાનું દર્શન ના કરી શકત.


Rate this content
Log in

More gujarati story from Nicky Tarsariya

Similar gujarati story from Drama