Nicky Tarsariya

Drama

2  

Nicky Tarsariya

Drama

જયારે દિલ તૂટ્યું તારા પ્રેમમાં - 2

જયારે દિલ તૂટ્યું તારા પ્રેમમાં - 2

5 mins
443


લગભગ છેલ્લા એક કલાકથી ઘરમાં એક જ વાત ચાલતી હતી. વિચારોમા ખોવાયેલ રીતલનું મન વિચલિત હતુંં. આ બધાની વચ્ચે તે શુંં બોલે. તેણે ત્યાંંથી ઊભા થવાની નકામ કોશિષ કરી જોઈ પણ તેનાથી ન થવાણુ. જાણે દિલ સાંભળવા જ માગતું હતુંં તેના વિશે..! તે ચુપચાપ પિયુષની વાત સાંભળતી રહી. 

"પપ્પા છોકરો સારો છે. તેની પાસે બઘુ છે,પૈસા , કાબિલત ને સંસ્કાર પણ ! જો તમે કહો તો હુંં વાત આગળ વધારુ....?પિયુષે એક નજર તેના પપ્પા સામે કરી જોઈ. તે પિયુષની વાત સાંભળી રહ્યા હતાં. 

"જયા સુધી હુંં તે લોકો ને જાણુ છું ત્યાં સુધી તો બધું જ બરાબર છે ,પપ્પા.! મને લાગે છે કે આપડી રીતું માટે તે પરફેક્ટ છે. તેના મમ્મી -પપ્પા પણ બહું જ સારા છે. પપ્પા હું એટલે નથી કે'તો કે તે મારા ફ્રેન્ડ નો ભાઈ છે. એ તો મને તે સારો લાગયો. હુંં રીતલ ને આજે એટલે જ લઇ ગયો હતો તેને મળ્વા પણ વાત ન બની. રીતું કેવો લાગ્યો રવિન્દ....? " એક આશ્ચર્ય સાથે પિયુષ રીતલની સામે જોઈ રહ્યા, હજી વિચારો ચાલતા જ હતા ત્યાં પુછેલા પિયુષના સવાલે રિતલનું મન ભુતકાળમાં સરી ગયું. પિયુષની સપ્રરાઈઝ જાણવા તે આતુંર હતી. 

" ભાઈ મને ખ્યાલ જ હતો. તમે મુવી જોવા જ લઇ જશો. પણ ,ભાઈ અત્યારે તો એવું કોઈ ખાસ મુવી પણ નથી...? 

" તને શું ફરક પડે.? મુવી સારુ હોય કે ખરાબ તારે તો બસ થિયેટરમાં બેસવાનું બાહનું જોઇએ. "ખરેખર તો મુવી એક બહાનનું હતુંં રિતલને અહી લાવવાનું. પિયુષ એ એક છોકરાને અહી મળ્વા બોલાવો હતો. આમ તો રીતલ મળવા કયારે રાજી ના થાય. પણ મુવીના બાહને પિયુષ રિતલની મુલાકાત તે છોકરો સાથે કરાવી શકે. 

મુવી શરૂ થવાની તૈયારીમાં જ હતુંં રિતલ તેના ભાઈ ભાભી સાથે પોતાની સીટ પર બેસી ગઈ. એટલુ ખાસ મુવી ન હતુંં એટલે થિયેટરમાં ઓછા લોકો બેઠા હતા. અચાનક જ રીતલની નજર તેની જ લાઈનમા છેલ્લેથી બીજી સીટ પર બેસેલા એક છોકરા પર ગઈ. 

ચાર આંખો ભેગી થતા જ દિલ જાણે તોફાન મચાવી ગયુ હોય તેવુ લાગ્યુ. બ્લુ કલરનું જીન્સ ને વાઈટ કલરના ટી-શૅટમા તે વઘારે હેન્ડસમ લાગતો હતો. દર થોડીક મિનિટે ચાર આંખો મળતી હતી. જયારે આંખો ટકરાઈ ત્યાંરે દીલ બધુ ભુલી જતું પણ આંખથી આંખ મળેને પ્રેમ થઈ જાય તે વાતમા ન માનનારી રીતલનું મન તે હેન્ડસમ બોયને જોતા જ વિચારોમા ખોવાય ગ્યુ. આજે પેહલી વાર ફિલ્મની જગ્યાએ રીતલનું મન કોઈ અજીબ ઉલજજન સુલજાવતું હતુંં.

"પિયુષ, આવુ બેકાર મુવી જોવુ તમને કયારથી ગમવા લાગ્યુ?" રીતલ ને શોખ હતો થિયેટરમાં બેસવાનો. પણ પિયુષ ભાગે જ કયારેક મુવી જોવા આવતો તે પણ નેહલ કે રીતલની જીદ પર. આ વાત નેહલની સમજની પણ બાહાર હતી.

"નેહલ, તને શું લાગે આવી બેકાર સપ્રરાઈઝ તમારા માટે હશે. ના. કંઈક છે ,જે રીતલ માટે ખાસ છે. "બંન્નેની ચાલતી વાતો વચ્ચે રીતલનું ધ્યાન તેના જ વિચારોમા ભમતું હતુંં. 

મુવી થિયેટરમાંથી બાહાર નિકળતા જ પિયુષની નજર કોઈને ગોતતી હોય તેવુ લાગ્યુ એટલે તરત જ રિતલે પૂછી લીધું :" ભાઈ કોઈ આવવાનું છે......? "

"હમમમ...!" વઘારે કંઇ ન કેવુ હોય તેમ પિયુષે ટૂંકમાં જ ઉત્તર આપ્યો 

"ઓકે ભાઈ તમે વેટ કરો ત્યાં સુધીમા હું મારુ કામ પતાવતી આવુ. ભાભી તમે આવશો કે. ...?"

"ના ! તું જા હું અહી છું પિયુષ સાથે. જલ્દી આવજે " 

પિયુષ કંઈ બોલે તે પહેલાં જ રફુસકર થઈ ગઈ ત્યાંથી રિતલ. હજી તો પિયુષ તેને અવાજ લગવતો હતો " રીતું રુક તારુ તો ખાસ. .... " ત્યાં તો રીતું કયા ગઈ તેનો પણ અંદાજ ન આવ્યો. 

"તે લોકો આવશે કે. ...! આ મીન મને નથી લાગતુંં તે લોક અહિ આવે...." નેહલ નું અધુરુ વાકય પુરુ થાય તે પેહલા જ પાછળ થી કોઈએ આવાજ દીધો ને બને પાછળ ફર્યા 

"ઓ.. હાઈ ! મનન,કેટલી રાહ જોવી પડી તારી. ખરેખર તૂ કયારે પણ નહીં બદલે. ત્યાંરે કોલેજમાં પણ આમ જ લેટ પોહચતો તો હવે તો સવાલ જ નથી. કેમ ભાભી ! "એક મીઠા ઠપકા સાથે પિયુષ તેના કોલેજ ફેન્ડને આવકારતો હતો. 

"સોરી યાર , મુવી જોવામા બીજી હતા તમે એટલે તમારુ ધ્યાન ન ગ્યુ બાકી અમે તારી લાઈનમા જ બેઠા હતા."

"પણ તું તો અવાજ લગાવી શકતો હતોને..! રવિન્દ, નથી દેખાતો. ..! તેને સાથે લાવ્યો કે પછી એકલો જ આવ્યો "

તારી જેમ નથી હો. ચલ બેસ. હમણા આવી જશે તે. ને રીતલ. ..? 

"લો આવી ગઈ...! "

''ચલે ભાઈ. .." આટલુ બોલતા જ તેની નજર સામેથી આવતા તે છોકરા પર ગઈ. હજી તે કંઈ વિચારે ત્યાં જ તે છોકરો રીતલ ને બધા બેઠા હતા ત્યાં આવ્યો. ફરી એક વાર ચાર આંખો ભેગી થઈ. 

"લો બન્ને એકસાથે જ આવી ગયા ! "બંનેને એકસાથે આવતા જોઈ મનન બોલી ઉઠયો. નજર જુકાવી રીતલ ખાલી ટેબલ પર બેસી ગઈ. જાણે તેની ચુપી નજર કોઇની નજરે ના ચડે

પિયુષે બનેની ઓળખાણ કરાવી. હાય/હેલ્લોથી વઘારે કંઇ ન બોલતા બને ચુપ રહ્યા. પિયુષ ને મનન બંનેને થોડીકવાર એકલા બેસવાનું કેહતા હતા ,ત્યાં જ અચાનક મનનના પપ્પાનો ફોન આવતા તે લોકો જલ્દી ઘરે નિકળી ગયા. વાત વધારે આગળ ન ચાલી ને ત્યાં જ રુકી ગઈ.

નેહલના આવાજથી રિતલ વિચારોમાંથી બાહાર આવી, તેની પાસે પિયુષે પુછેલા સવાલનો જવાબ ન હતો. પણ તેનું દિલ કંઈક કેહતુંં હતુંં. તે ચુપ રહી. જમવાનું પુરુ થયુ. નેહલની સાથે રીતલ પણ વાચણ સમેટી રસોઈમા જતી રહી. બાહાર હજી તે વાત ની ચર્ચા ચાલતી હતી. દિલીપભાઈ પિયુષની વાત સાથે સહમત હતા પણ રીતલનો જવાબ જાણ્યા વગર તે કોઈ ફેસલો લેવા તૈયાર ન હતા. રીતલની ચુપી પરથી તેનું અનુમાન તે લગાવી શકતા હતા. પણ આ છેલ્લો ફેસલો રીતલનો જ હશે. તેની જીંદગી તેની મરજીથી જીવવાનો તેને પુરો હક હક હતો. 

શુંં રવિન્દ ના દિલમા પણ એક અવાજ ગુજતી હશે જેવી રીતલના દિલમાં હતી ? રીતલ તેના દીલની વાત સમજી શકશે કે પછી તેના વિચાર સાથે તે કાયમ રેહશે? શુંં રીતલને રવિન્દ એક મેકના સાથી બની શકશે કે પછી રીતલના જીવનમાં કોઈ બીજુ આવશે તે જણવા વાચતા રહો 'જયારે દિલ તૂટ્યું તારા પ્રેમમાં ' !


Rate this content
Log in

Similar gujarati story from Drama