Rahul Makwana

Horror Tragedy Thriller

4  

Rahul Makwana

Horror Tragedy Thriller

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

8 mins
316


સમય - રાતનાં 9 વાગ્યાં.

સ્થળ - ડિઝાયર ઈન્ફોટેક

કેતન પોતાની ઓફિસમાં બેસેલ હતો, અને પોતાનાં લેપટોપમાં તેને કંપનીનાં મેનેજર દ્વારા આપવામાં આવેલ પ્રોજેકટ પર વર્ક કરી રહ્યો હતો, આ પ્રોજેકટ તેને કંપનીનાં મેનેજરને સબમિટ કરવામાં માટે માત્ર બે જ દિવસ બાકી રહેલાં હતાં, હાલ તેની કંપનીનાં અન્ય કર્મચારીઓ આઠ વાગ્યાની આસપાસ પોત - પોતાનાં ઘરે જવાં માટે નીકળી ગયેલાં હતાં, આખી ઓફિસમાં હાલ માત્ર કેતન એક જ હતો. એવામાં કેતનનાં ટેબલ પર રહેલ મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. આથી કેતને મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નજર કરી. તેનાં પર લખેલ હતું.."માય સ્વીટ હોમ..!" - આથી કેતને કોલ રિસીવ કર્યો.

"હેલો ! પપ્પા ! તમે ક્યારે ઘરે આવવાનો છો..? તમારી પરી તમે આવો એની રાહ જોઈ રહી છે..!" - રિસીવરની સામેથી કેતનની વ્હાલી દીકરી દિવ્યા પોતાનાં મીઠા અને કાલાઘેલાં અવાજે કેતનને પૂછી રહી હતી.

"બેટા ! પપ્પા ! હાલ થોડાં કામમાં છે. આથી મારે આવતાં હજુ એકાદ કલાક જેવું થઈ જશે. માટે તું પપ્પાની ડાહી દીકરી બનીને તારા મમ્મી સાથે જમી લેજે..!" - કેતન દિવ્યાને સમજાવતાં બોલે છે.

"ઓકે..! પાપા..!" - દિવ્યા થોડીક હતાશ થતાં બોલે છે.

 ત્યારબાદ કેતન તેની પત્ની ખ્યાતિ સાથે ફોન પર વાત કરે છે. અને તે બંનેને જમી લેવાં માટે જણાવીને કોલ ડિસ્કનેક્ટ કરી નાંખે છે. અને ફરી પાછો પોતાને સોંપવામાં આવેલ પ્રોજેકટ પૂરો કરવાનાં કામમાં વ્યસ્ત બની જાય છે, કેતન પોતાનાં કામમાં એટલો વ્યસ્ત બની જાય છે કે રાતનાં 11 ક્યાં વાગી ગયાં એ પણ તેને ખ્યાલ ના રહ્યો. આથી કેતન ઝડપથી પોતાનું કોમ્પ્યુટર બંધ કરી ઓફિસમાંથી બહાર નીકળે છે. અને પાર્કિંગમાંથી પોતાનું રોયલ એનફીલ્ડ બાઈક ચાલુ કરીને પોતાના ઘર તરફ જતાં રસ્તે બુલેટ ચલાવવા માંડે છે.

  ડિઝાયર ઈન્ફોટેક આમ તો શહેરથી ઘણી દૂર આવેલ હતી, અને ત્યાંથી કેતનના ઘરે પહોંચતા અંદાજે પોણા કલાક જેટલો સમય થતો હતો, દરરોજ કેતન 8 વાગ્યે કંપનીએથી પોતાનાં ઘરે જવાં માટે અચૂક નીકળી જતો હતો. પરંતુ આજે તેને સોંપવામાં આવેલ પ્રોજેકટ પૂરો કરવા માટે તેને આજે ઘણું મોડું થઈ ગયેલ હતું. આથી કેતન એકદમ ઝડપથી પોતાનાં ઘર તરફ જતાં રસ્તે બુલેટ ભગાવે છે.

  કેતને લગભગ 10 મિનિટ બુલેટ ચલાવ્યું હશે. એવામાં તેની નજર એક વ્યક્તિ પર પડી જેની ઉંમર કેતન જેટલી જ લાગી રહી હતી. એ વ્યક્તિ કોઈની મદદની આશા સાથે રોડની એક કિનારીએ ઉભેલ હતો, આ વ્યક્તિને જોઈને કેતનને દયા આવી, આથી કેતને પોતાનું બુલેટ એ વ્યક્તિ પાસે ઊભું રાખ્યું.. અને પેલાં વ્યક્તિ તરફ નજર કરી.

"વડીલ ! મારું નામ જીગ્નેશ મેવાડા છે, અને હું ઈન્ડિયન આર્મીમાં સોલ્જર તરીકે ફરજ બજાવું છું, હાલ મારે 10 દિવસનું વેકેશન પડેલ છે, હું અહી સુધી બસ દ્વારા પહોંચ્યો છું, અને મારું ઘર અહીંથી ઘણું દૂર છે. જો તમે મને મારા ઘર સુધી ડ્રોપ કરી દેશો. તો હું તમારો આભારી રહીશ..!" - જીગ્નેશ કેતનને વિનંતી કરતાં લાચાર અવાજે પૂછે છે.

  આ સાંભળી કેતનને જીગ્નેશ પર ગર્વની લાગણી થઈ આવી, અને એક સોલ્જરની સેવા કરવી એટલે દેશની સેવા કર્યા બરાબર સમજીને કેતન જીગ્નેશને પોતાનાં બુલેટ પર લિફ્ટ આપી. કેતને લગભગ પંદરેક મિનિટ બુલેટ ચલાવ્યું હશે. એવામાં આગળ રોડ પર એકદમથી ધુમાડો છવાયેલો હતો..એ ધુમાડો એટલો બધો ફેલાયેલ હતો કે તેની આરપાર કંઈ જ દેખાય રહ્યું ન હતું. આથી કેતને પોતાનું બુલેટ ધીમું પાડ્યું.

"કેતનભાઈ ! બુલેટ આગળ જવાં દો. ડરો નહીં. એ તો નજીકમાં આવેલાં જંગલમાં કો ઈએ કંઈક સળગાવેલ હશે તેનો ધુમાડો હોય એવું બની શકે..!" - જીગ્નેશ ભારે અવાજે બોલ્યો.

  જીગ્નેશની આ વાત સાંભળીને કેતનને હિંમત મળી, આથી કેતને કંઈપણ વિચાર કર્યા વગર બુલેટ ફરી પાછું અગાવ જેટલી જ ઝડપે ચલાવવા લાગ્યો. થોડીવારમાં પેલો ધુમાડો આપમેળે ગાયબ થઈ ગયો. જેવો ધુમાડો ઓછો થયો એ સાથે જ કેતનની આંખો આશ્ચર્ય અને નવાઈ સાથે પહોળી થઈ ગઈ. કારણ કે હાલ કેતનની સામે ફોર લેન રોડ આવેલ હતો. અને કેતન એ બાબતથી ખુબ જ સારી રીતે વાકેફ હતો કે તેની કંપનીથી માંડીને તેનાં ઘર તરફ જતો રોડ ફોર લેન નહીં પરંતુ સિંગલ લેન હતો. આ જોઈ કેતનનાં મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતાં. પોતાની સાથે હાલ શું ઘટનાં બની રહી છે એ કેતનની સમજમાં નહોતું આવી રહ્યું. તેમ છતાંપણ કેતને બુલેટ ચલાવવાનું ચાલુ રાખ્યું. થોડીવાર બાદ જીગ્નેશે કેતનને બુલેટ ઊભું રાખવાં માટે ઈશારો કર્યો.

"કેતનભાઈ ! મારું ઘર આવી ગયું છે..મને અહીં સુધી લિફ્ટ આપવા માટે તમારો ખુબ ખુબ આભાર. હાલ હું મારી પત્નીને દસ વર્ષ બાદ મળવાનો છું. માટે હાલ હું ખુબ જ ખુશ છું..!" - જીગ્નેશ બુલેટ પરથી ઉતરીને કેતનની સામે જો ઈને બોલ્યો.

"ઓકે..! પણ તમારું ઘર ક્યાં છે..?" - કેતને થોડાક અચરજ સાથે પૂછ્યું.

"કેતનભાઈ ! સામે જે શેરી દેખાય છે. તે શેરીમાં સૌથી છેલ્લું મારું ઘર છે..!" - જીગ્નેશ પોતાના ઘરની શેરી તરફ ઈશારો કરતાં બોલ્યો.

"ઓકે !" - આટલું બોલી કેતન બુલેટની કિક મારીને ફરીપાછો એ જ ફોરલેન પર આગળ વધવા લાગ્યો.

  કેતન હજુપણ એ જ ફોરલેન રોડ પર પોતાનું બુલેટ ચલાવી રહ્યો હતો, આ બાજુ બુલેટ ચાલી રહ્યું હતું, તો બીજી બાજુ કેતનના મનમાં અનેક પ્રશ્નોનું વંટોળ હજુપણ ચાલી રહ્યું હતું. એવામાં કેતનની સામેથી એક ટ્રક આવ્યો. જેની હેડલાઈટની તીવ્ર રોશનીને લીધે કેતનની આંખો એક્દમથી અંજાય ગઈ. આથી કેતને પોતાનું બુલેટ ધીમું પાડ્યું. અને માંડ માંડ બુલેટ પર કાબુ મેળવ્યો. પરંતુ કેતન હાલ જે દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે જોઈને તે વધું દ્વિધામાં પડી ગયો. કારણ કે કેતન હાલ ફરીથી પોતાનાં ઘર તરફ જતાં એ જ સિંગલ લેન રોડ પર આવી ગયેલ હતો. .પોતાની સાથે હાલ શું બની રહ્યું છે એ કંઈ સમજાતું ન હતું.

 થોડીવાર બાદ કેતન પોતાનાં ઘરે પહોંચી જાય છે, હાલ દિવ્યા જમીને સૂઈ ગયેલ હતી..પછી ખ્યાતિ જમવાનું ગરમ કરે છે. અને થોડીવારમાં કેતન અને ખ્યાતિ બંને સાથે જમી લે છે. હાલ રાતનાં સાડા બાર વાગી ચૂક્યાં હોવાથી કેતન અને ખ્યાતિ બેડરૂમમાં સુવા માટે ચાલ્યાં જાય છે. અને થોડીવારમાં તે બનેવ ઘસઘસાટ ઊંઘવા લાગે છે.

બીજે દિવસે સવારે.

સ્થળ - કેતનનું ઘર

સમય - સવારનાં 8 કલાક.

  કેતન, દિવ્યા અને ખ્યાતિ હોલમાં રહેલાં ડાઈનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યાં હતાં, એવામાં બરાબર ટીવીમાં ચાલી રહેલ ન્યૂઝ ચેનલમાં "બ્રેકીંગ ન્યૂઝ" આવ્યા કે "શહેરમાં ગઈકાલે રાતનાં બાર વાગ્યે એક પરિણીત મહિલા કે જેનું નામ 'સોનલ મેવાડા' છે તેનું બેરહેમીથી ખૂન કરવામાં આવેલ છે. અને હાલ પોલીસ તેનાં ગુનેહગારને પકડવામાં લાગી ગયેલ છે.

"ઓહ..! માય ગોડ..! શીટ.. વહોટ ઈસ ધીસ..?" - કેતન હેરાની ભરેલાં અવાજમાં રઘવાયો થતાં થતાં એકાએક બોલ્યો.

"શું ! થયું કેતન..? શાં માટે આ ન્યૂઝ જોઈને તું એકદમથી આવું વર્તન કરે છે. આ ન્યૂઝ અને તારે શું લેવાં દેવાં છે..?" - ખ્યાતીએ અચરજ સાથે કેતનને પૂછ્યું.

"ખ્યાતિ. આ સોનલ મેવાડા એટલે બીજુ કોઈ નહીં પરંતુ જીગ્નેશ મેવાડાની પત્ની કે જેને મેં ગઈકાલે રાતે મારા બુલેટ પર લિફ્ટ આપેલ હતી. એ સમયે મારી સાથે થોડીક અજુગતી ઘટનાઓ પણ બનેલ હતી. જે મેં એ સમયે નજર અંદાજ કરેલ હતી. પરંતુ આવું કંઈ થશે. એવી મને કલ્પના પણ ન હતી. ..અને મેં રાતે જોયેલ સપનું એકદમ સાચું જ પડ્યું..!" - કેતન ડરેલા અને ગભરાયેલા અવાજે બોલે છે.

"કેવું. સપનું..?" - ખ્યાતિ કેતનની સામે જો ઈને નવાઈ પામતાં પૂછે છે.

"ખ્યાતિ. ગઈકાલે રાતે જીગ્નેશ મેવાડાને તેનાં ઘર સુધી ડ્રોપ કરીને આવ્યાં બાદ આપણે જ્યારે સુતા હતાં ત્યારે મને સપનું આવેલ હતું. કે જીગ્નેશે તેનાં ઘરે જઈને જયારે ઘરનો દરવાજો ખટખટાવે છે ત્યારે તેનાં ઘરમાંથી એક વ્યક્તિ બહાર આવે છે. જે પોતાનું નામ ભાવેશ જણાવે છે અને તે સોનલ મેવાડાનો પતિ છે એવું જણાવે છે. આ જોઈ જીગ્નેશ અંદરથી પૂરેપૂરો તૂટી જાય છે, કારણ કે જેનાં પર તેણે આંખો બંધ કરીને આંધળો વિશ્વાસ કરેલ હતો. તેણે જ એટલે કે તેની પત્ની સોનલે જ તેની સાથે વિશ્વાસઘાત કર્યો. . આ બધું જોઈ કેતનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. અને તે સોનલને મારવા માટે ઘરનાં રસોડામાંથી મોટું ચપ્પુ લઈ આવે છે. આ જોઈ પેલો ભાવેશ એકદમથી ગભરાય જાય છે. અને ગભરાયેલી હાલતમાં તે ઝડપથી જીગ્નેશનાં ઘરેથી પહેરેલાં કપડામાં જ ભાગી જાય છે. અને આ બાજુ જીગ્નેશ તેની પત્ની પર ચપ્પુનાં એકપછી એક આડેધડ ઘા મારે છે. અને ત્યારબાદ સોનલ તરફડીયા મારતી મારતી મૃત્યુ પામે છે..!" - કેતન ખ્યાતિને આખી વાત સવિસ્તારપૂર્વક જણાવતાં બોલે છે.

એવામાં ખ્યાતિનું ધ્યાન ન્યૂઝપેપર પર પડે છે. જેની હેડલાઈનમાં લખેલ હતું.."શહેરની બહાર આવેલાં રસ્તા પર ઈન્ડિયન આર્મીનાં એક સોલ્જરનું રાતનાં 10 કલાકે ટ્રકની અડફેટે આવી જતાં કમકમાટી ભર્યું મોત. અને તે વ્યક્તિનનાં ખિસ્સામાંથી મળી આવેલાં પાકિટમાં રહેલાં ઈન્ડિયન આર્મીનાં આઈકાર્ડમાં નામ હતું.."જીગ્નેશ મેવાડા" - ખ્યાતિ દ્વારા વંચાયેલ આ હેડલાઈન સાંભળીને કેતનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે જો જીગ્નેશનું રાતનાં 10 વાગ્યે મૃત્યુ થયેલ હતું. તો રાતે તેણે પોતાનાં બુલેટ પર જેને લિફ્ટ આપી તે કોણ હતું. શું એ જીગ્નેશની આત્મા તો નહીં હોય ને..?" - આવો વિચાર કેતનનાં મનમાં આવ્યો. હવે કેતનને એ વાત તો ખુબ જ સારી રીતે સમજાય ગઈ હતી કે જેને તેણે રાતે લિફ્ટ આપેલ હતી એ બીજું કોઈ નહીં પરંતુ જીગ્નેશની આત્મા જ હતી. જેને કમકમાટી ભરેલ મૃત્યુ પામવાને લીધે મોક્ષ મળેલ ન હતો. અને પોતાની અધૂરી ઈચ્છાઓ પુરી કરવાં માટે જીગ્નેશની આત્મા ભટકી રહી હતી. પરંતુ તેની પત્નીએ તેની સાથે કરેલાં વિશ્વાસઘાતને લીધે તેણે તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધેલ હતી. હવે કેતનને ધીમે ધીમે બધું સમજાય રહ્યું હતું કે શાં માટે ગઈકાલે તેની સાથે અજુગતી ઘટનાઓ ઘટેલ હતી..? શાં માટે પેલો સિંગલ લેન રોડ એકાએક ફોર લેન રોડમાં અને ફરી પાછો સિંગલ લેનમાં ફેરવાઈ ગયેલ હતો.

ત્યારબાદ કેતન પેલાં ન્યૂઝ પેપરમાં રહેલ હેડલાઈન નીચે રહેલ ફોટો જુએ છે. તો જીગ્નેશનો અકસ્માત ગઈકાલે રાતે 10 વાગ્યે એ જ જગ્યાએ બનેલ હતો જે જગ્યાએ કેતને જીગ્નેશને પોતાનાં બુલેટ પર લિફ્ટ આપેલ હતી.

મિત્રો વિશ્વાસઘાત કોઈપણ વ્યક્તિને હચમચાવી મૂકે છે પછી ભલે એ કોઈ જીવિત મનુષ્ય હોય કે પછી પોતાની પત્નીને મળવાનાં હરખ સાથે વર્ષો બાદ પોતાનાં ઘરે જીગ્નેશની માફક પાછા ફરતાં કોઈ અધૂરી ઈચ્છાવાળા આત્મા કેમ ના હોય..? માટે કોઈપણ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરતાં પહેલાં બે વાર વિચાર કરવો. કારણ કે આપણે જ્યારે કોઈપણ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરીએ છીએ ત્યારે તે વ્યક્તિનું કાળજું કકડી ઊઠે છે અને એ આપણને શ્રાપ આપે છે. અને આપણને એની સજા તો મળીને જ રહે છે. પછી ભલે એ સજા કદાચ થોડીક મોડી પણ મળે. પરંતુ મળે તો છે જ !"


Rate this content
Log in

Similar gujarati story from Horror