વિસામો
વિસામો
આ જીંદગીએ લીધો છે વિસામો,
કુદરતી કહેર સામે લાચાર બન્યો માનવી,
ત્યારે જ એકલતાનો પડઘો સંભળાયો,
કૉરોનાએ ઘરમાં નંખાવ્યો સૌને ધામો,
આ જીંદગીએ ત્યારે લીધો વિસામો.
સુખ કેરાં શોધમાં કુદરતથી વેર લીધાં,
સંકટ મંડરાયું જયારે જીવન સામે,
સઘળા હથિયાર પડયાં હેઠા,
ને અટકી પડ્યાં સઘળાં કામો,
આ જીંદગીએ ત્યારે લીધો વિસામો.
આંગણ આવતું કોઈ મહેમાન,
તો હરખાતી માનવીની જાત,
લોકડાઉન આવ્યું ને એકલતા લાવ્યું,
અસમંજસમાં મૂકાઈ માનવજાત,
આ જીંદગીએ ત્યારે લીધો વિસામો.
ગામડેથી નીકળી શહેર વસાવ્યાં,
વિકાસનાં નામે ઉધોગો વિકસાવ્યા,
ને પ્રદૂષણની આગે સૌને દઝાડયાં,
ને કુદરતનાં છાંયડે રહેવાનું ભૂલ્યાં,
આ જીંદગીએ ત્યારે લીધો વિસામો.
