STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

3  

Purvi sunil Patel

Inspirational

દેશપ્રેમ

દેશપ્રેમ

2 mins
157

આપણા દેશમાં કડક કાયદા નથી પણ દેશની પ્રતિષ્ઠા જળવાય એ આપણી નૈતિક જવાબદારી છે. દેશની આમન્યા અને મર્યાદા જાળવવી એ આપણી ફરજ છે.

દેશ પ્રેમ તો દરેક વ્યક્તિમાં હોવો જ જોઈએ. અમુક બાબતમાં આપણી સહમતી ના હોય તો તેનો વિરોધ આપણે પણ કરી શકીએ પણ મર્યાદામાં રહીને. સોશિયલ મીડિયા પર કેટલાક એવા વ્યક્તિઓ એવાં પણ હોય છે જેઓ ગમેતેમ બોલીને, સાચી હકીકત જાણ્યા વિના માત્ર સમય અને મગજ બગાડે છે અને દેશનું અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું અપમાન કરતાં ખચકાતા નથી.

આજે એવા લોકોની વાત કરવી છે જે પોતાનો સમય, ઊર્જાનો ઉપયોગ ખોટી દિશામાં કરી મગજ બગાડે છે. આપણો દેશ લોકશાહી દેશ. દરેક વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી...પણ એ કેટલી હદ સુધી ?

 આપણા દેશમાં કડક કાયદા નથી પણ દેશની પ્રતિષ્ઠા જળવાય એ આપણી નૈતિક જવાબદારી છે. દેશની આમન્યા અને મર્યાદા જાળવવી એ આપણી ફરજ છે.

 લોકડાઉનમાં આખા દેશનું અર્થતંત્ર ખોરવાયું. આપણે જ નહીં દુનિયાના અનેક દેશોને કૉવિડ મહામારીનાં કારણે અર્થતંત્રને બહુ મોટું નુકશાન સહન કરવું પડ્યું. આપણો દેશ પણ આ નાજુક સમયનો સામનો કરી રહ્યો છે.

 આ બધી મુશ્કેલીઓમાં કેવી રીતે ટકી રહેવું ? ઘરનું અર્થતંત્ર પણ ખોરવાયું. દેશના અર્થતંત્રને ભૂલીએ અને પહેલાં આપણાં ઘરનું તંત્ર સંભાળીએ તો પણ આપણાં અને આપણાં દેશ માટે તો ઘણું છે.

 આજે અમુક ન્યૂઝ ચેનલવાળાઓને કોઈ પણ ઘટના કે બાબતોનું નેગેટીવ એનાલિસિસ કરવાની આદત પડી ગઈ છે. દ્રષ્ટિકોણ જ ખોટી દિશામાં જતો હોય તો એનાથી આપણાં જીવન પર ઘણી મોટી અસર પડે છે. આ માટે "જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ " વાક્ય બંધબેસતું લાગુ પડે છે.

 આપણો દેશ સૌથી વધુ યુવા પેઢી ધરાવનાર દેશ છે.આ યુવા પેઢી એમની એનર્જી જો સાચી દિશામાં, સકારાત્મકતા તરફ વાળે તો દેશને નવી ઉંચાઈ સુધી ચોક્કસ લઈ જઈ શકે એમ છે.

દેશસેવા કરવા માટે સરહદ પર જઈ ગોળી ખાવાની જરૂર નથી. કોઈ પણ બાબતનો પ્રમાણિક રિવ્યૂ આપી, દેશનું માન જળવાઈ રહે એવા પ્રયત્નો કરીએ, સોશિયલ ડિસ્ટન્સ અને બધાં નિયમોનું પાલન કરી વાઈરસનું સંક્રમણ ફેલાવતા અટકાવીએ,વૃક્ષો ઉછેરીએ, નાનાં વૃક્ષોનું જતન કરીએ, ભવિષ્ય માટે પાણીનાં સ્તર કેવી રીતે વધારી શકાય એ માટે પ્રયત્ન કરીએ, આદર્શ ગામ બનાવવાં પ્રયત્ન કરીએ, બાળકોનાં ભવિષ્યનું નિર્માણ કેવી રીતે કરી શકાય એ વિચારી અમલમાં મુકીએ એ પણ એક દેશ સેવા જ છે. આપણી આજુબાજુ કોઈ ભૂખ્યું સૂવે નહી, દરેકને યોગ્યતા મુજબ રોજગાર મળી રહે. આપણે જયાં રહીએ એ વિસ્તાર સ્વચ્છ રાખીએ, દેશમાં રહી ખરાબ શબ્દો ન બોલીએ,એકબીજા સાથે સભયતાથી રહીએ એ બધી જ જવાબદારીઓ દેશ સેવા જ ગણાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational