પ્રેમ
પ્રેમ
પ્રેમ એ જીવનની અદ્દભુત લાગણી છે. વહી રહેલાં સમયની ખાસ માંગણી છે. પ્રેમ તણાં અહેસાસમાં ધબકતું હ્રદય, ભીતર અનુભવાતી ઉચ્ચતમ ઉર્મિ છે. હ્રદયથી હ્રદયની ઉર્મિઓનું આકર્ષણ એટલે પ્રેમ. નિસ્વાર્થ ભાવથી વહેતું લાગણીઓનું પવિત્ર ઝરણું એટલે પ્રેમ. પ્રેમ જ જીવનનો ધબકાર છે.
કોઈને જોઈ હ્રદયમાં ઉઠતું અનોખું સ્પંદન એટલે પ્રેમ. લાગણીનાં અદ્ભભુત પ્રવાહમાં શબ્દો પણ અટવાય જાય એનું નામ પ્રેમ. હ્રદયમાંથી ઉદ્દભવતી ઉર્મિઓ જોઈ શકાતી નથી ફક્ત અનુભવી શકાય છે. એને શબ્દો, હાવભાવ અને ભેટ-સૌગાદથી પ્રગટ કરી શકાય છે.
આવો સુંદર પ્રેમ જીવનમાં પ્રગટ થાય ત્યારે જીવન ખુશીઓથી છલકાઈ જાય છે. અગણિત સંવેદનાઓથી આકુળવ્યાકુળ થઈ જતું હૃદય ઉલ્લાસભેર નૃત્ય કરતું હોય એવું પ્રતિત થાય છે. આવાં અદ્ભભુત પ્રેમને પ્રગટ કરવાનાં ખાસ દિવસે પોતાનાં પ્રિયજનને યથાશક્તિ સુંદર ભેટ આપી પોતાનો પ્રેમ પ્રગટ કરી જીવનની મધુરતાને માણવી જોઈએ.
