આદતો માણસને મારે અથવા તારે
આદતો માણસને મારે અથવા તારે
આદતો માણસને તારે અથવા મારે.
સારી આદતો એટલે કે ટેવો કેળવવી મુશ્કેલ હોય છે પરંતુ એની સાથે જીવવું સરળ હોય છે. ખરાબ આદતો કેળવવી સરળ હોય છે પરંતુ એની સાથે જીવવું જોખમભર્યુ હોય છે.
સારી કે ખરાબ કોઈ પણ આદત થઈ ગયા પછી એને મૂળમાંથી નિર્મૂળ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ખરાબ આદતો પડવાની જયારે શરૂઆત હોય ત્યારે એને નિર્મૂળ કરવાનું ખૂબ સરળ હોય છે. પરંતુ ખરાબ આદત દ્રઢ થઈ જાય પછી માણસ એનો ગુલામ બની જાય છે. પછી એમાંથી મુક્ત થવું અતિ મુશ્કેલ બની જાય છે.
સાર : સારી આદત માટે પ્રયત્ન કરવો પડે છે. સારી આદતો અપનાવવી પડે છે.
ખરાબ આદતો સહજ રીતે પડી જાય છે. આદતો ઓળખી સારી આદતો અપનાવવી પડે.
આપણા ખેતરમાં કયો છોડ કામનો અને કયો છોડ નકામો એ નક્કી કર્યા પછી આપણે નકામાં છોડનું નિંદામણ કરીએ છીએ અને સારા અને જરૂરી છોડને ખાતર અને પાણી આપી જતન કરીએ છીએ. બસ, સારી અને ખરાબ આદતોનું પણ એવું જ હોવું જોઈએ.
દા.ત. જયારે છોડ નાનો હોય ત્યારે સરળતાથી કાઢી શકાય છે. પણ જયારે વૃક્ષ બની જાય ત્યારે એને ઉખેડી શકાતું નથી. એને કાપવું જ પડે છે. માટે ખરાબ આદતો પડવાની શરૂઆત થાય અને એનાં ગુલામ બનીએ એ પહેલાં ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ.