પુસ્તક વાંચન
પુસ્તક વાંચન
પુસ્તક વાંચનથી શું ફાયદાઓ થાય.?
સૌપ્રથમ એ કહીશ કે વાંચનથી સહજ રીતે એકાગ્રતા વધે છે વિચારોમાં અને જીવનશૈલીમાં મોટા બદલાવ લાવી શકાય છે.
વાંચનથી નકારાત્મક વિચારો દૂર કરી શકાય છે.
અન્ય વ્યક્તિઓનાં અનુભવો અને વિચારો વાતો કર્યા વગર પણ જાણી શકાય છે.
સારા પુસ્તકો આપણાં જ્ઞાન અને વિચારશક્તિમાં વધારો કરે છે.
ચાણક્ય નીતિ, ભગવદ્ ગીતા,આત્મદર્શન, આત્મચિંતન આત્મકથાઓ વિગેરે અનેક ઉત્તમ કક્ષાનાં પુસ્તકો આપણાં વિચાર અને જીવનની દિશા બદલી શકે છે.
સારાં પુસ્તકો શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે.
પુસ્તકોનું વાંચન આપણી એકલતાને દૂર કરવામાં ખૂબ સહાય કરે છે.
