વિલ્સન બ્રાઉન
વિલ્સન બ્રાઉન


બહુ ભારે મનથી એણે પોતાના સ્ટડી રૂમને તાળું મારી દીધું, અને ચાવી ખીંટીએ ટાંગી દીધી. એને એવીજ લાગણી થતી હતી કે એ કોઈનાથી દૂર થઇ રહ્યો હતો, કોઈને ત્યાગી રહ્યો હતો, કોઈ પ્રિયને. એના મનમાં અફસોસ અને શોકના આવેલો વારંવાર ઉછાળા મારી રહતા છતાં એ પોતાના મનને મનાવીને ત્યાંથી ચાલ્યો ગયો.
પહેલી વખત કંઇક અજીબ લાગણી થઇ હતી, મન ખુશનુમા લાગતું હતું, એનો ચહેરો અને એની આખો અને એની માદકતા અને એનું યુવાન અને એનો એ ગોરો વાન અને... મનમાં એના એ જ વિચારો આવી રહ્યા હતા. પણ કલ્પનાને જયારે વાસ્તવિક દ્રશ્ય મળતું ત્યારે કેમે કરીને પણ એ કેથરીન સાથે એ તાદાત્મ્ય જાળવી નહોતો શકતો. પ્રેમ હતો એવું એને લાગતું અને કેથારીનની આંખોમાં ચોક્કસ એ વાંચી પણ શકતો હતો પણ એને પ્રેમ માત્ર અનુભવાતો, એ તો મીત્રતા પણ દર્શાવી નહોતો શકતો. એના મનમાં સતત અપરાધભાવ પ્રગટ થઇ જતો અને... "પુસ્તકોજ આપના સાચા અને સારા મિત્રો છે." સતત આવું જ ચાલતું.
વિલ્સન બ્રાઉન, ખુબ નાની ઉંમરમાં પાંચ બેસ્ટ સેલર્સ બુક આપનારો એવો યુવા લેખક કે જેનું બાળપણ વેનિસમાં ગયું અને તરુણાવાસ્થાથી એ લંડનમાં જ હતો. બત્રીસ વર્ષના આ યુવાન બાર વર્ષથી લંડનમાં એક નાના સરખા જ ફ્લેટમાં રહતો અને ભાગ્યેજ વર્ષમાં બે કે ત્રણ વખત રસ્તાઓ કે જાહેર જીવનમાં જોવા મળેલો. માતા-પિતા અકસ્માતમાં બાળપણમાંજ મૃત્યુ પામ્યા અને વીસ વર્ષે દાદી પણ, જેની સાથે એ રહેતો હતો. બસ, ત્યારેજ વેનિસ છોડીને લંડન આવી ગયો હતો. દાદીની વાતો અને દાદી પછી એકાકી જીવન એને માફક આવવા લાગ્યું, ઉપરથી ત્યારે અજાણ્યું શહેર અને અને વરસમાં મળેલો પુસ્તકોનો ઢગલો..."પુસ્તકો જ આપના સાચા અને સારા મિત્રો છે." એ પુસ્તકોમાં જ ખોવાય ગયો અને ફ્લેટનો અડધા ઉપરનો ભાગ સ્ટડી રું બનાવી દીધો જ્યાં એના સહચાર, સખા અને સર્વત્ર હતા.. પુસ્તકો. કેથરીનને એ એની પંચમી બુકના લોન્ચિંગ વખતે પહેલી વખત મળ્યો અને પછી પહેલી વખત કંઈક અજીબ લાગણી થઇ...
એક તરફ કેથરીન સાથે હળવું, મળવું હતું અને કદાચ.. અને બીજી તરફ પોતાના સાચા મિત્રો એવા પુસ્તકોનો સમય અને સ્થાન કેથારીનને આપી દેવાનો અપરાધભાવ, એ ઝોલા ખાઈ રહ્યો હતો આ બંને બાબતોને સાથે વિચારતા વિચારતા. અને એને લઈને કેથરીન સાથે પણ ખટરાગ થયો થોડો. કેથરીન એને દો. બોશ પાસે લઇ ગઈ જે મનોચિકિત્સક હતા. એક જ સેશનમાં ડોક્ટર સમજી ગયા કે વિલ્સન એકાકી જીવનમાં જીવનારો હતો જ્યાં પુસ્તકો સિવાય કંઈ હતું જ નહિ, ઉપરથી દાદીના દરેક વિચાર અને વચલ પાળનારા વિલ્સનના મનમાં ઠસી ગયું હતું કે પુસ્તકોજ સર્વસ્વ છે. ચાર સેશન લાગ્યા એને સમજાવતા કે કેથરીન હશે પછી પણ પુસ્તકો સાથે રહેશે જ, પુસ્તકો નીર્જીવ છે, કેથારીન સાથે મિત્રતા કે પ્રેમ કરીને એ પુસ્તકો સાથે કોઈ અન્યાય કે અપરાધ નથી કરી રહ્યો. અને એ પછી એણે પોતાના મન પર કાબુ મેળવવા અને માનસિક રીતે સ્વસ્થ થવા સ્ટડી રૂમને પોતાના હાથેજ તાળું મારી દીધું. બાલ્કનીમાં આવ્યો ત્યારે કેથરીન વાઈનનું ગ્લાસ લઈને ઉભી હતી.
વિલ્સનના અંતિમ દિવસોમાં પણ એની ટેવ બદલાય નહીં. ફ્લેટના પેસેજની એક તરફ સ્ટડી રું અને બીજી તરફ કેથરીન અને એનો રૂમ. જયારે સ્ટડી રૂમને તાળું ન હોય ત્યારે પોતાના અને કેથારીનના રૂમને તાળું હોય અને જયારે સ્ટડી રૂમને તાળું હોય ત્યારે..