Nicky Tarsariya

Thriller

2  

Nicky Tarsariya

Thriller

વિખરાયેલ

વિખરાયેલ

7 mins
759


વિદ્યાનું પેકિંગ શરુ થઇ ગયું હતું પણ પેકિંગની જ્ગ્યાએ તેનું ધ્યાન તેના આઠ વર્ષના બાળક પર હતું બીજીવાર માં બનવાની ખુશી તો હતી જ વિદ્યાને પણ એક બાળકને બચાવા બીજા બાળકને પોતાનાથી દુર કરવો, પરિવારની સહમતી અને પતિનો સાથ તો હતો. પણ, તેનું મન દીવની નજીવી જિંદગી પર હતું ,’’કઈક મારા ગયા પછી તેના ભવિષ્ય પર અસર પડી તો ....’’ વિધાનું મન વિચારોની ગતિમાં ફરી રહ્યું હતું અને તેમાં પણ જે ઘરને દસ વર્ષ પહેલા છોડી દીધું તે ઘરમાં ફરી એક આખું વર્ષ ! તે પણ પોતાના પરિવાર વગર એકલું, હા તે પણ મારો પરિવાર જ છે. પણ ......દીવ અને વિનય વગર!

"વિનય, કોઈ બીજો રસ્તો જેનાથી આપણે અલગ ના રહેવું પડે ?"

‘’અરે તારે તો ખુશ થવું જોઇયે તને તારા પરિવાર સાથે રહેવાનો મોકો મળે છે .બાકી તો નસીબવાળી સ્ત્રીને આ મોકો મળે.‘’

‘’ વિનય હું મજાક નથી કરતી.તમે દીવનું તો વિચારો, તમ્રારું તો ઠીક રાતે મોડે સુધી રખડવા મળે એટલે તમે તો ખુશ પણ દીવ ....!'’

‘’ વિદ્યા, હું સમજી શકું છું તને.પણ, તું જાણે છેને મારી લાપરવાહી ના કારણે તું મરતા મરતા બચી આ વખતે હું તને હેરાન નહી થવા દઉં, રહી વાત દીવની તો તે સમજી જશે તું તેનું વધારે ના વિચાર બા –બાપા છે. તે સાંભળી લેશે તું પેકિંગ શરુ કરી દે આપણે કાલે જ સુરત જવાનું છે મેં તારા મમ્મીને વાત કરી દીધી છે ‘’

‘’વિનય, તેમાં તમારો વાંક નો ‘તો નસીબ જ ખરાબ હોઈ તો આપણે શું કરીએ .’’

વિનય પણ વિધાથી દુર નો 'તો જવા માંગતો પણ મજબૂરી બને ને અલગ કરી રહી હતી .દસ વર્ષ પછી પહેલી વાર બંને એકબીજાથી એક લાંબો સમય દૂર રહેવાના હતા. વિધા માટે પણ પિયરથી વધારે સુરક્ષિત જગ્યા બીજી કઈ હોઈ શકે, એક વિશાળ ફેમેલી ખુશનુમા વાતાવરણ અને સાથે જ બધી સુવિધા પણ મળી રહે પણ ડર હતો તો દીવનો ! આઠ વર્ષમા એક પણ દિવસ વિદ્યા અને દીવ એકબીજાથી દુર નો'તા રહયા તો આ એક વર્ષ દીવ કેવી રીતે રહી શકશે. વિદ્યા અને વિનય બંને આ વાત થી હેરાન હતા.પણ, કેહવાય છે'ને જયારે જીવનમાં બધા રસ્તા બંધ થઇ જાય, ત્યારે એક રસ્તો એમજ મળી જતો હોય છે.

‘’મમ્મી તું મામાના ઘરે જાય છે? સારું થયું પપ્પા તને ત્યાં મોકલી આપે છે. નહીતર, તું, અહિયાં કામ જ કર્યા કરત ને વધારે બીમાર પડી જાત પછી મારે તારું ધ્યાન રાખવું પડે અને તું ત્યાં આરામ કરજે કામ નહિ કરતી. માસી, મામી અને નાની ને કે'જે કામ કરે.તું મારી ચિંતા નહી કરતી. હું વેકેશનમાં તારી સાથે રહેવા આવી જાત તે પણ ૩ મહિના માટે. હવે તારે મારા વગર છ મહિના રહેવું પડશે ,એમાં પણ પાપા ની સાથે મહિનામાં એક વાર આવી તો તારે મારા વગર ખાલી થોડક દિવસ જ રહેવું પડશે. " દિવે વિધાને સમજાવતાં કહ્યું.

‘’કોને શીખવાડયું આ બધું દીવ ? પપ્પા કે દાદી’’ તો તું મારા વગર ......!"

‘’મમ્મી હવે હું નાનો નથી રહ્યો કે હું તારી વાત ના સમજુ ! મેં તારી અને પાપાની વાત સાંભળી લીધી હતી. મને ખબર છે, મારે એક બીજી બેન આવવાની છે. ‘’

વિદ્યાની લાગણી દીવને એકી નજરે જોઇ રહી (અરે, જેને મેં બાળક સમજ્યો હતો એતો મારાથી પણ સમજદાર નીકળ્યો.) વિધા તેના આંસુ આજે રોકી નો'તી શકતી. તેને એકદમ જ દીવને પોતાના છાતી સરસો ચાપી દીધો અને ચોધાર આંસુએ રડી પડી ,જાણે બધું જ દુ:ખ હળવું થઇ ગયું હોય. બહાર ઉભેલા વિવેકની અખોમાં પણ ઝરમરિયા આવી ગયા.

‘’અરે વિદ્યા હજી પેકિંગ પૂરું નથી કર્યું, તું એક વર્ષ માટે જાય છે, આખી જિંદગી નહી અને તારે ત્યાં આરામ કરવાનો છે, ફરવાનું નથી તે પકીંગ કરતા એટલો સમય નીકળી જાય. લાવ હું કરી આપું .“વિવેકે મજાક કરતા કહ્યું

જિંદગીની રફતાર ગાડી વિદ્યા અને દીવ ને અલગ કરી રહી હતી.ગામથી સુરત જવા બસ રવાની થઈ, બસ તેના રસ્તા પર ચાલતી હતી ને તેના વિચારો રસ્તામાં આવતા પવન અને વાહનોની અવરજવર વચ્ચે ફંગોળીયા મારતા હતા.( જે ઘરને દસ વર્ષ પહેલા જ છોડી દીધું તે ઘરે એક આખું વર્ષ કેવી રીતે .. પહેલા વાત અલગ હતી હવે તો ઘરમાં ભાભી પણ છે તેને નહી ગમે તો ! ખામખા મારા કારણે મમ્મી અને ભાભી વચ્ચે મન મોટાવ થશે. પણ વિનયને આ વાત થોડી સમજ આવે ,અને મારા કારણે દીવને પણ એકલું રહેવું પડે ...)વગેરે વિચારોમાં વિધા ગળાડૂબ પોરવાઇ ગઈ.બસ સીધી જ સુરતમાં જઈ ઉભી રહી. વિધા તેના પતિ અને દીવ સાથે સીધીજ પાપાના ઘરે ગઈ. ખુશીથી બધાયે તેને આવકારી. ડોક્ટરની સલાહ અને સૂચન મુજબ વિદ્યાને અખો દિવસ પથારીમાં જ સુવાનું હતું. બે – ત્રણ દિવસ તો વિવેક અને દીવ સાથે રહ્યા પણ પછી તો બંને ઘરે જવા રવાના થયા. દીવે મોટા બનીને મમ્મીને સમજવી તો દીધું કે હું તારા વગર રહી શકીશ પણ અંદર તો એને પણ દુ:ખ તો લાગતું જ હતું. સમયની એ ઘડી આખરે આવી જ ગઈ -વિધાની આંખોમાં આંસુ હતા ,અને ડર પણ હતો.- કે દિવ મને ભૂલી જશે તો....!!ખુશીની આ પળો સાથે જુદાઈ નું કેવું દુખ હતું .જે એક પરિવારને વિખેરાઈ ગયું.

દિવસો એક પછી એક વીતવા લાગ્યા હતા. વિધાએ જે વિચાર્યું હતું તેનાથી કંઈક અલગ હતું આ ઘરમાં .જેટલો સાથ મમ્મીનો મળતો, તેટલો જ સાથ ભાભીનો પણ મળતો. એક ખુશીની પળોમાં સમય ગુજરી રહ્યો હતો. ક્યારેક પુસ્તકો તો ક્યારેક ટીવી જોતા જોતા દિવસો વીતી રહ્યા હતા. દીવ પણ વેકેશન પડવાની સાથે જ વિધા પાસે આવી ગયો હતો. દર એક વીકમાં વિધા ડોક્ટર પાસે જતી અને તપાસ કરાવતી. એમ કરતા ચાર મહિના કેમ વીત્યા તે ખબર જ ના પડી. પાંચમો મહિનો બેસવાની સાથે જ વિધા ડોક્ટર પાસે ગઈ. તમામ રીપોટો કર્યો પછી ડોક્ટરને બતાવ્યું.-

“કોન્ગ્રેચ્યુલેશન્સ, તમારા બધાજ રીપોટ નોર્મલ છે” પણ ...!!!!"

ડોક્ટર વાત પૂરી ન કરે તે પહેલા જ વિદ્યા એ પૂછી લીધું ‘’પણ શું ? પ્લીઝ ડોક્ટર બેબી ઠીક તો છે'ને...?"

‘’અરે તમે એટલા ગભરાવ છો કેમ ! મારી વાત તો પૂરી થવા દો ,તમારે એક નહી પણ બે બેબી છે.‘’

જીદગીની કિતાબનું જાણે એક નવું જ પાનું ખુલી ગયું હોય તેમ વિદ્યા માટે ખુશીની સાથે ગમનો અહેસાસ હતો. ડોક્ટરે ગુડ ન્યુઝની સાથે જ એક નવો જ ધબકારો આપી દીધો ,

’’ જો તમે ઈચ્છો તો એક બાળક નું ઓપરેશન કરાવી શકો, ને જો તમારી ઈચ્છા બંને ને રાખવાની હોય તો તમારે વધારે થોડુ ધ્યાન રાખવું પડશે .અને સાથે જ મુખ ખુલી ગયું છે તો બે ત્રણ ટાંકા પણ લેવા પડે. તમે તમારા પતિ અને પરિવારને પૂછી પછી નિર્ણય લેજો ‘’

વિદ્યાની તકલીફ તો એમજ વધવા લાગી -'વિનય સાથે હોત તો .....!'

આખરે પરિવારનો નિર્ણય બંને બાળકોને રાખવાનો થયો. ડોકટરની સલાહ અને સૂચન મુજબ વિધાના દિવસો વીતવા લાગ્યા.વિનય અને દીવની અવર જવર રહેતી, પણ એક દિવસ જાણે વર્ષોનો હોય તેમ આખો દિવસ પથારીમાં સુતા સુતા જ વિધાના દિવસો પસાર થતા. જાણે આ બાળકોએ દિવસ અને રાત એમ બંને ટાઇમની નિંદર લઇ લીધી હોય.

દિવસો પછી દિવસોને મહિના પછી મહિના એમ આઠ મહિના પુરા થવા આવ્યા,તેની સાથે જ વિધાના પેટે એક સરસ ગોળાકાર આકાર ધારણ કરી લીધો.અને પગ તો જાણે થાંભલી બની ગયા હોઈ તેમ વિધા એક ડગલું પણ ચાલી નો'તી શકતી .થાકેલી જીદગી ફરી ખુશીની લહરે લાવાની હતી,.જાણે ,એક માં એ મમતાની જંગ જીતી લીધી હોય ! તેમ વિધાના શરીરમાં એક અપાર વત્સલ દેખાવા લાગ્યું .આઠ વર્ષ પછી આ ઘરમાં ફરી કિલકારી ગુંજવાની હતી. ફરી વિખરાયેલો પરિવાર એક થવાનો હતો .આ આઠ મહિના તો જાણે પાણીની માફક વીતી રહ્યા હતા. નવમાં મહિનાના દિવસો ચડવા લાગ્યા. ડોક્ટરના કહ્યા પ્રમાણે નવમાં મહિનાના ત્રણ ચાર દિવસ જતા જ સીઝર કરવું પડે તેમ હતું .હવે,વધારે તકલીફ લેવાનો પણ કોઈ મતલબ ન હતો. વિનય પણ વિધાની સાથે જ હતો પણ કઈક ને કઈક વિધાને દીવની કમી નજર આવતી હતી. વાતાવરણ જાણે પ્રફુલ્લિત બન્યું હોય તેમ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. મધ્યાંતરે બરોબર વિદ્યાને ઓપરેશન વોર્ડમાં લઈ ગયા અને થોડી જ વારમાં બાળકનો રડવાનો અવાજ આવ્યો-

ઉહા....ઉહા...ઉહા...

અને તુરંત બીજી પળે બીજા બાળકનો અવાજ આવ્યો. ડોક્ટરે વિધાને ખુશખબરી આપતા કહ્યું કે - તમારી ઘરે બે લક્ષ્મીનો અવતાર થયો છે.વિધાની અખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. વિનય અને વિધા ને જે જોતું હતું તે મળી ગયું એન દીવ ને બહેન. પણ,”કહેનારા તો આજે પણ કહે છે કે છોકરીની જગ્યાએ બે છોકરા આવ્યા હોત તો ..”


Rate this content
Log in

Similar gujarati story from Thriller