kiranben sharma

Tragedy Fantasy Inspirational

4  

kiranben sharma

Tragedy Fantasy Inspirational

વિધિની અકળ લીલા

વિધિની અકળ લીલા

2 mins
612


આકાશે ઘડીભર ધરતી સામે જોયું, પછી બસ ! સાવ શૂન્ય મનસ્ક બની બેસી રહ્યો.

ધરતી: " શું થયું ? કેમ આમ હિંમત હારે ? આપણો પુત્ર ક્ષેમ આમ થોડો આપણને છોડીને જાય ? તને યાદ છે ? આપણે બંને એના પર કેવો પ્રેમ વરસાવતા હતા, એના જન્મ સમયે તો તું બાપ બનવાની ખુશીમાં ગાંડાની જેમ નાચ્યો હતો, આપણા બાળકનાં નાના- નાના હાથ તારા હાથમાં લઈને જીવનમાં તેને કેટલીય વસ્તુઓ આપવાના વાયદા કર્યા, તેના નાના-નાના પગને પકડી જાણે તેને આખી દુનિયા ફેરવવાના મનસૂબા કર્યા હતા, મને આજેય યાદ છે તારો ચહેરો, એ ખુશી ! હું તો મા, મારી તો મમતા તેના પર વરસવાની જ હતી, તે મારી આંખો સામે ધાવણ ધાવતો, કિલકારીઓ કરતો, હસતો અને પેશાબ કરી મારા કપડાં બગાડતો."

 ધરતી અવિરત બોલીએ જતી હતી, અને આકાશ સાવ નિસ્તેજ બની, એકીટશે તેના પુત્ર સામે જોઈ રહ્યો હતો. 

 ધરતી અને આકાશનાં અનોખા પ્રેમની નિશાની રૂપે એમનો પુત્ર ક્ષેમ આજે એક વર્ષનો થયો, અને ત્યાં જ અચાનક મૃત્યુને ભેટ્યો. માનવામાં ન આવે તેવી વાત બની અને તેના આઘાતમાં આકાશ, એક પિતા પોતાના પુત્રને લઈને જોયેલા હજારો સપનાઓ, આશાઓ, અપેક્ષાઓ, પોતાની બધી જ અધૂરી ઈચ્છાઓની પૂર્તિ તેણે પોતાના ક્ષેમમાં જોઈ, વિચારી હતી. તેના મૃત્યુથી સાવ ભાંગી પડયો ગયો હતો.

આ બાજુ ધરતી પણ પોતાની સુધબુધ ખોઈ તેમના જન્મથી લઈને, અત્યાર સુધીની તેની બાળ રમતો, બાળ સહજ ચેષ્ટાઓને એક પછી એક આકાશને યાદ દેવડાવી વર્ણન કરતી જતી હતી. 

એક માતા બાળકને હાથમાં લઈને છાતીએ ચાંપી, તેના માથાને ચૂમી, તેને વહાલથી નવડાવી દે છે, પણ ક્ષેમ આજે તેની માતાને કોઈ ચેષ્ટા કરી સામે પ્રત્યુત્તર આપતો નથી. એક માતા-પિતા એક બીજાને પણ સહારો આપી શકતા નથી. બંને પોતપોતાના ગમમાં ડૂબી ગયા. 

 પડોશીઓએ ભેગા મળી આકાશને બેઠો કરી સમજાવી, ક્ષેમને ધરતી પાસેથી લેવડાવી, તેની અંતિમવિધિ માટે તૈયાર કર્યો. 

 કુદરત પણ ક્યારેક ખુશી આપી, થોડો સમય રાખી, છીનવી લે છે. અસહ્ય હોય પણ "વિધિના લેખમાં મેખ" કોણ મારી શકે છે ?  

ક્ષેમને જ્યારે લઈ ગયા ત્યારે ધરતી બેભાન થઈ ગઈ હતી. તેને દવાખાને લઈ ગયાં, જ્યારે તેને હોશ આવ્યો ત્યારે ડોક્ટરે સમાચાર આપ્યા કે તે મા બનવાની છે. 

વાહ ! વિધિ તારી અકળ લીલા !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy