Drankit Patel

Drama

2  

Drankit Patel

Drama

વિદેશ અને પરિવાર

વિદેશ અને પરિવાર

2 mins
1.6K


'આ મારો નિર્ણય છે અને ખૂબ વિચારીને લીધો છે' મંથનની આ વાત સાંભળતાં જ નિયતી સમજાવટના સ્વરમાં પ્રત્યુત્તર આપ્યો કે ફરી એક વાર વિચારી જુઓ.

"અરે નિયતી, તું સમજતી કેમ નથી, અહીં ઈન્ડિયામાં કોઈ સ્કોપ જ નથી. મારે આપડાં ફેમિલીને જે ક્વાલિટી ઓફ લાઈફ આપવી છે અહીં ઈન્ડિયામાં નહીં મળે. બી પ્રેક્ટિકલ. સમજ જરા વાતને. ત્યાં કમાયેલા રૂપિયા આપણા જીવનને ખૂબ ઈઝી બનાવી દેશે. એશો-આરામની જિંદગી જીવી શકીશું. સમજે છે તું મારી વાતને કે નહીં? અરે યાર, હું ક્યાં તને સમજાવવા બેઠો. તું અને તારી વિચારધારા બંન્ને ગામડાની છે. આ તો મમ્મીની આખરી જીદ હતી નહીં તો... અને હા, કાલે વિઝા ઓફિસમાં આપડી અપોઈન્ટમેન્ટ છે તો મહેરબાની કરીને આ ચર્ચા બંધ કરી જલ્દી સૂઈ જા. વહેલી સવારે આપડી ફ્લાઈટ છે." અને મંથન પડખું ફરીને નસકોરાં બોલાવવા લાગ્યો.

"ડાર્લિગ, વ્હેર આર યુ? મારી બેડ ટી પણ તે ન આપી? નાસ્તો પણ નથી બનાવ્યો, મારા કપડાને ઈસ્ત્રી પણ નથી કરી.. શું છે આ બધું? સામે છેડેથી હાંફતા અવાજે નિયતી બબડી, અડધી રાત સુધી તો તું ઓફિસમાં બેઠો હોય, તારી રાહ જોઈ જોઈને મોડે સુધી ઉજાગરા કરવાના અને મારે સવારે ટાઈમસર જોબ પર પહોંચવાનું હોય. હવે મારાથી પહોંચી નથી વળાતું. એટલે અમુક કામ તારે જાતે કરી લેવાના..." અને ફોન ડિસકનેક્ટ થઈ ગયો. અને આ રોજની ઘટના બનતી ગઈ. દિવસો મહિના બન્યા અને મહિના વર્ષો.

"આ ઘડિયાળનાં કાંટાઓએ તો આપણાં પરિવારનો સંગાથ છીનવી લીધો એમ લાગે છે, પૈસા છે પણ એ ખર્ચ કરવાનો આનંદ ખોવાઈ ગયો છે." નિસાસો નાખતા મંથને નિયતીને કીધું.

"હવે આ બધું વિચારવાનો કોઈ અર્થ નથી ડિયર. બી પ્રેક્ટિકલ. એ કાંટાના કારણે જ આપણી લાઈફ આટલી સધ્ધર બની છે. તું સાચું જ કહેતો કે ઈન્ડિયામાં આવી લાઈફ ન જ મળત..." નિયતીનો આ જવાબ સાંભળીને મંથન એકદમ ઠંડો પડી ગયો અને નિયતીને ટકોર કરતા જોરથી બોલ્યો, "ના નિયતી ના. જો આખી જિંદગી આમ જ જવાની હોય તો મારે નથી રહેવું... તું ચાલ અહીંથી... અહીં મારો શ્વાસ રૂંઘાય છે... તું ચાલ... બસ, બહુ થયું, તું ચાલ...."

"હા, હુ આવીશ ને તમારી સાથે.. આપણે બંન્ને જઈશું... શાંત થઈ જાઓ... આખા પરસેવે રેબઝેબ થઈ ગયા.. લાગે છે કે કોઈ ડરામણુ સ્વપ્ન જોયું લાગે છે. લો, આ પાણી લો અને શાંતિથી સૂઈ જાઓ. કાલે સવારે વહેલા ફ્લાઈટ પણ પકડવાની છે ને..." નિયતી મંથનના માથે વ્હાલસોયો હાથ ફેરવતા બોલી.

મંથન સ્વસ્થ થતા બબડ્યો મારે કોઈ ફ્લાઈટ નથી પકડવી.


Rate this content
Log in

Similar gujarati story from Drama