STORYMIRROR

Drankit Patel

Others

4  

Drankit Patel

Others

કોલેજની ફી

કોલેજની ફી

1 min
28.9K


કોલેજની ફી તારા રોજના નાટક હોય લા, પિન્ટ્યા... દર વખતે તુ આખા પ્રોગ્રામની પથારી ફેરવી દે છે. શુ કેવુ બિટ્ટુ તારૂ? હા, લા દર વખતે તારી ના હોય... પ્રોબલમ બોલ ને ભાઈ... જો ભાઈ, એક વાત યાદ રાખ આખી જીદગીમા કોઈ ઈન્જોય કરવાલાયક સમય હોય તો આ જ સમય છે.. કોલેજ લાઈફ... અને એમા પણ સોનામા સુગંધ ભેળવે આ હોસ્ટેલ લાઈફ.... એકવાર મૂવી જોવામા તારા પેટમા શુ દુખે છે લા. બે, બોલ ને ..... મને કોઈ પ્રોબલમ નથી.યાર, તમતમારે એન્જોય કરો. મારે અત્યારે કામ છે, " પિન્ટુ બોલ્યો" ચાલો, ભાઈઓ આ નહી આવે...

મમ્મી, કાલે ફી ભરવાનો છેલ્લો દિવસ છે. અને જો કાલે ફી નહી ભરાય તો ક્લાસ અટેન્ડ નહી કરવા દે. સારુ, બેટા હુ કંઈક કરુ છુ. તુ ચિંતા  ન કર... કેમ લા, ગભરાયેલો લાગે છે? શુ થયુ? બિટ્ટુએ પૂછ્યુ. પિન્ટુ એટલુ જ બોલી શક્યો કે, ફી..... પણ પિન્ટુનુ નામ ફી બાકીના લિસ્ટમા ન નીકળતા એને ખુબ આશ્ચર્ય થયુ. તપાસ કરી તો ખબર પડી કે કોઈએ એની ફી ભરી દીધી છે. પિન્ટુની આશ્ચર્યભરેલી આખોને બિટ્ટૂના પ્રેમાળ સ્મિતે જવાબ આપી દીધો.


Rate this content
Log in