Drankit Patel

Others

2  

Drankit Patel

Others

ગરમાગરમ ભજિયા

ગરમાગરમ ભજિયા

2 mins
7.3K


કહું છું સાભળે છે મીરા? ક્યાં ગઈ ? અહી આવ. આ જરા જો તો ખરી. શું છે સવાર સવારમાં તમારે? કેમ આટલી બધી બુમાબુમ કરો છો? શું દાટ્યું છે બહાર? શું બતાવો છો બોલો.

મીરાબેનનો હાથ પકડતા કેશવભાઈ બોલ્યા, "આ ઝરમર ઝરમર પડતો વરસાદ, માટીની આ ભીની સોડમ, સુસવાટા મારતો આ પવન, કાળાડિબાગ વાદળો, આ આહલાદક વાતાવરણ, આ બધું જો તો ખરી. આ ચોમાસાનો પહેલો વરસાદ. ચાલ આપણે પહેલાંની જેમ બાઈક પર એક આંટો મારી આવીએ. ભીજાતા ભીજાતા જૂના દિવસોની યાદ તાજી કરીએ."

"તમતમારે જુના દિવસો યાદ કરો, મારે ઘરમાં પચાસ કામ પડ્યા છે, રવિનું ટિફીન પેક કરવાનું છે, કપડા, વાસણ, કચરા પોતું બધું બાકી છે અને તમને વળી ખાલી ખાલી ટાઈમપાસ કરવો છે. આમ અંદર આવો અને મને એક બે કામમાં મદદ કરો."

"હું શું કહું છું મીરા બહાર આટો મારવા ન જવું હોય તો વાંધો નહીં પણ આ વાતાવરણમાં જો ગરમાગરમ...." ભજિયાનું નામ લેતા જ નહીં..."

મીરાબેન તાડુક્યા, "મમ્મી પપ્પા જયશ્રી કૃષ્ણ, હું જાઉં છું કોલેજ અને મમ્મી, ભજિયા બનાવી આપજે પપ્પાને, એમના પ્રિય છે આ મોસમમાં..." જતા જતા રવિએ બુમ પાડી.

"તારા હાથના ભજિયા અને આ મોસમ બંન્ને મને ખુબ જ વ્હાલસોયા છે, મીરારાણી, સમજ્યા કંઈ? હું તો સારી રીતે સમજું જ છુંં કેશવરાજ પણ હું જ્યારે નહીં હોઉં ત્યારે તમે શું કરશો?" દરવાજે વાગેલા ટકોરાના અવાજથી કેશવભાઈ ચમક્યા. "અરે પપ્પા, મમ્મીનાં ફોટાની સામે શું ટગર ટગર જુઓ છો? કેમ આમ..." વરસાદમાં ભીજાયેલો રવિ પપ્પાની આખના ખુણામાં જામેલા આસુને પામી ગયો. "અરે બેટા, તું ક્યારે આવ્યો? અરે તું તો આખો પલળી ગયો છું. વહુબેટા, રવિ માટે ટુવાલ લઈ આવો, ઈ આખો પલળીને આવ્યો છે."

"અરે, ટુવાલ પછી લાવજે પહેલાં તું ગરમાગરમ ભજિયા બનાવ..." રવિએ પોતાની પત્નિને આમ કહેતા કહેતા કેશવભાઈને વળગી પડ્યો.


Rate this content
Log in