STORYMIRROR

Drankit Patel

Others

3  

Drankit Patel

Others

કાકરિયાની પાળ

કાકરિયાની પાળ

1 min
27.9K


આજે આપણા લગ્નજીવનને ૫૦ વર્ષ પૂર્ણ થયા. તને યાદ છે આપણે આ જ જગ્યા પર પહેલી વાર મળ્યા હતા. કાકરિયાની પાળ.... હજુ પણ એટલુ જ રમણીય લાગે છે,નહી! એ જ નિરવ શાંતિ... પક્ષીનો કલરવ...  અને હુ અને તુ....  અવાજ સંભળાયો કે હંમમમમમ.... બસ આમજ હંમમમમ બોલતી દરેક વખતે અને હુ આજની જેમ બકબક કરતો. આમ મારી બકબક અને તારા હંમમમમમમ મા ૫૦ વર્ષ ક્યાં  વીત્યા એ ખબર જ ન પડી. સામેથી અવાજ સંભળાયો કે હંમમમમમ...

આજે તો મારે ઘણી વાતો કરવી છે. આપણે બંન્ને અનાથ એકબીજાના સહારે જીવન જીવવાની શરૂઆત કરી. તે મારા ચાર દિવાલના મકાનને પોતાની પ્રેમભરી માવજતથી ઘર બનાવ્યુ, મારી દરેક ચડતી-પડતીમા મારો સાથ નિભાવ્યો. મારા દરેક ગુસ્સાને તે સહન કર્યો. મારા દરેક ગમા-અણગમાનો તે ખ્યાલ રાખ્યો. હુ ખુબ આભારી છુ તારો. હુ શુ કહુ છુ તને સાભળ કે.....

પપ્પા , ચાલો ને, મોડુ થાય છે. આપણે હજુ અનાથાશ્રમ જવાનુ છે તમારી એનીવર્સરી ઉજવવા. હજુ ક્યા સુધી એકલા એકલા બબડ્યા કરશો.


Rate this content
Log in