Drankit Patel

Others

2  

Drankit Patel

Others

કોલેજની ફી

કોલેજની ફી

1 min
1.3K


તારા રોજના નાટક હોય લા, પિન્ટ્યા... દર વખતે તું આખા પ્રોગ્રામની પથારી ફેરવી દે છે. શું કેવું બિટ્ટુ તારું? હા, લા દર વખતે તારી ના હોય... પ્રોબલમ બોલને ભાઈ...

જો ભાઈ, એક વાત યાદ રાખ આખી જિંદગીમાં કોઈ ઈન્જોય કરવા લાયક સમય હોય તો આ જ સમય છે... કોલેજ લાઈફ... અને એમાં પણ સોનામાં સુગંધ ભેળવે આ હોસ્ટેલ લાઈફ... એકવાર મૂવી જોવામાં તારા પેટમાં શું દુઃખે છે લા. બે, બોલને... મને કોઈ પ્રોબલમ નથી.

યાર, તમતમારે ઈન્જોય કરો. મારે અત્યારે કામ છે, પિન્ટુ બોલ્યો, "ચાલો, ભાઈઓ આ નહીં આવે..."

મમ્મી, કાલે ફી ભરવાનો છેલ્લો દિવસ છે. અને જો કાલે ફી નહીં ભરાય તો ક્લાસ અટેન્ડ નહીં કરવા દે.

સારુ, બેટા હુ કંઈક કરું છું. તું ચિતા ન કર...

કેમ લા, ગભરાયેલો લાગે છે? શું થયું? બિટ્ટુએ પૂછ્યું. પિન્ટુ એટલું જ બોલી શક્યો કે, ફી... પણ પિન્ટુનું નામ ફી બાકીના લિસ્ટમા ન નીકળતા એને ખુબ આશ્ચર્ય થયું.

તપાસ કરી તો ખબર પડી કે કોઈએ એની ફી ભરી દીધી છે. પિન્ટુની આશ્ચર્યભરેલી આખોને બિટ્ટૂના પ્રેમાળ સ્મિતે જવાબ આપી દીધો.


Rate this content
Log in