વિચલિત મન
વિચલિત મન
આજે આરતીનું મન ખુબ જ વિચલિત હતું... લગ્નને પાંત્રીસ વર્ષ થયાં, એ દર વર્ષે રાજીવને બર્થડેમાં ગિફ્ટ આપતી.
રાજીવને એ બધું પસંદ નહોતું એ તો બોલતો કે એવાં ખોટાં ખર્ચ શા માટે કરવાનાં.
આરતી કહેતી પણ મને તો બર્થડે ગિફ્ટ આપવી ગમે છે એટલે આપું છું ને બર્થડે ગિફ્ટમાં શું ખોટો ખર્ચ કહેવાય !
અનંત દલીલો પછી પણ એ મુદ્દો જ્યાં ને ત્યાં રહી જતો.
આરતી રાજીવને દર બર્થડેમાં ગિફ્ટ આપતી ને રાજીવ આરતીને ખુશ રાખવા સ્વીકારી લેતો.
પણ આજે આરતીનાં પગમાં અસહ્ય દુઃખાવો ઉપડતા એ બજારમાં પહોંચી શકી નહીં.
એટલે એનું મન વિચલિત થયા કરતું હતું કે આજે રાજીવનો બર્થડે એની ગિફ્ટ નહીં આપી શકાય એ વિચારોમાં ખોવાયેલી કામકાજમાં મન લાગતું નહોતું એટલે એણે મનનાં ભાવો ને એક કાગળમાં લખીને રાજીવને બર્થડેની ગિફ્ટ તરીકે આપ્યાં ત્યારે એનું મન શાંત થયું.
