Kanala Dharmendra

Children Thriller Tragedy

5.0  

Kanala Dharmendra

Children Thriller Tragedy

વિચારોના વમળ

વિચારોના વમળ

1 min
566


"દીકરો આવ્યો છે", વીણાની સાસુ વીણાના કાન પાસે જઈ બોલ્યા. વીણાએ સાવ ધીરેથી કહ્યું, "ખબર છે".

નટખટ નણંદ શ્રુતિએ મજાક કરતાં કહ્યું, " ભાભી, તમે જ્યોતિષ છો કે અગાઉથી ખબર પડી ગઈ?" બધાં ખડખડાટ હસી પડ્યા.

વીણા હજુ વિચારોનાં વમળમાં અટવાયેલી હતી. "ખબર તો હોય જ ને મારી ગૃહલક્ષ્મી છે", માથે હાથ ફેરવતાં- ફેરવતાં વીણાના સાસુ માયાબહેન બોલ્યાં.

"ખબર તો હોય જ ને આ વખતે પહેલી વાર નવમાં મહિને દાખલ કરી એટલે.........."

આટલું બોલતાં તો વીણાની આંખમાંથી ટપ, ટપ , ટપ કરતાં આંસુ દડી પડ્યાં.

ને બધાના વિચારોનાં વમળમાં ઘુમરાઈ રહી હતી ત્રણ ન જન્મેલી દીકરીઓ.


Rate this content
Log in

Similar gujarati story from Children