Mulraj Kapoor

Tragedy

3  

Mulraj Kapoor

Tragedy

વહેલી સવારનો ફોન

વહેલી સવારનો ફોન

1 min
129


નીતાને કોઈ સગો ભાઈ ન હતો, પણ મામાનો દીકરો શશીકાંત, સગા ભાઈથી વિશેષ સંબંધ રાખતો હતો. તે ખુબ જ હિંમતવાન અને સાહસિક યુવાન હતો. તેણે સાયકલ પર ભુજથી આખા ભારતની યાત્રા કરી હતી. એક જીવલેણ અકસ્માતમાં તેના પગ ગુમાવવા પડ્યા હતાં. તેને ચાલવા ઘોડીનો સહારો લેવો પડતો હતો. તેને કોઈ ભાઈ કે બેન ન હતાં એટલે નીતાને પોતાની સગીબેન માનતો. 

નીતા લગ્ન કરી કલકતા સાસરે ચાલી ગઈ એટલે વારે ઘડીયે મળવાનું થતું નહીં. તે દર નવા વરસે વહેલી સવારે છ વાગે ફોન કરી પગે લાગી આશિષ માંગતો.આ એનો અચૂક નિયમ બની ગયો હતો. બેન પણ તેના ફોનની રાહ જોતી રહેતી. વરસો સુધી આ સિલસિલો ચાલતો રહ્યો છેક 26 જાન્યુઆરી 2001 સુધી.

ત્યાર બાદ દર નવા વરસે સવારે 6 વાગે નીતા ફોનની રાહ જુએ પણ ફોનની ઘંટી વાગી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy