વેમ્પાયર
વેમ્પાયર
(આજનો સમય વેમ્પાયરથી ભરપૂર છે ક્યાંક ભ્રષ્ટાચાર નો વેમ્પાયર તો ક્યાંક દારૂનો ક્યાંક સ્ત્રીઓની ઈજ્જતનો તો ક્યાંક માસુમ બાળકોની હત્યાનો તો ક્યાંક લોકોનું શોષણ કરી આત્મહત્યા સુધી થનાર પ્રયાસોનો અને સાંપ્રત સમયનો વેમ્પાયર છે કોરોના. આ બધા વેમપાયરથી ખુદને અને બીજાને બચાવી શકીએ તે જ ઈશ્વરને આરાધના.)
વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઊઠી હતી નિમેશ તેના મિત્ર સાથે આ વરસાદની મજા માણવા ગાડી લઈ અને નીકળી પડ્યો. લોંગ ડ્રાઈવ પર..!
નિમેષ અને તેના મિત્રો મજાક અને મસ્ત વરસાદી માહોલમાં કોઈક સારી હોટલની શોધમાં ખૂબ દૂર નીકળી ગયા. આખરે એક ઢાબા પર ભજીયાની લારી જોઈ...ગરમ ગરમ ભજીયાની સુગંધે તેઓને ગાડી માંથી નીચે ઉતરવા મજબૂર કરી દીધા... નિમેષ અને તેના મિત્રો એમ પણ ફરી ફરીને હવે ભૂખ્યા થયા હતાં.
સુંદર મજાના ગરમાગરમ ભજીયા જોઈ તેઓ નીચે ઉતરી ઢાબા પર પહોંચી ગયા તે લોકોએ ઢાબા પાસે જઈને બેઠા અને વેઈટરને ભજીયાનો ઓર્ડર આપ્યો તેઓ ગરમાગરમ ભજીયાની લિજ્જત માણી રહ્યા હતાં ત્યાં એના કાને કોઈ અવાજ અથડાયો નિમેષનું ધ્યાન તે તરફ ગયું તેણે જોયું તો બાજુના ટેબલ પર બે ભાઈ વાત કરી રહ્યા હતાં અહીંયાથી થોડે દૂર એક હવેલી છે ...છે તો એટલી સુંદર પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી કારણકે લોકો તેને ભૂત હવેલી કહે છે.
બંને મિત્રોની આ વાત સાંભળી નિમેશ કંઈક વિચારવા લાગ્યો... થોડીવાર થયું નિમિષ અને તેના મિત્રોએ ભજીયાંની લિજ્જત લઈ ગાડીમાં બેસી રવાના થયા ત્યાં તેને પેલા ભાઈઓની વાત યાદ આવી... અને થયું કે ખરેખર એટલી સુંદર હવેલી જો આટલી નજીક હોય તો જોવી જ જોઈએ ..અને આવું ભૂત બૂત કઈ હોતું નથી ..એવું વિચારી તેણે તેની આ વાત તેની સાથે બે મિત્રો હતાં તેને કરી.
તેના મિત્રો પહેલા તો ખૂબ ડરી ગયા અને ત્યાં જવાની ના પાડી નિમેષ કહી દીધું તમે નહિ આવો તો હું એકલો જઈશ પણ મારે તો આજે હવેલી જોવી જ છે. તેની આ વાત સાંભળી એટલે મિત્રો પણ માની ગયા ..અને થયું ચાલો આપણે સૌ સાથે જઈએ તેઓ ગાડી લઈ થોડે જ આગળ આવ્યા તે રસ્તામાં તેને કોઈ હવેલી જેવું દેખાયું.
નિમેશ ને લાગ્યું આજ હવેલી ની વાત કરતા હશે તેણે નજીક જઈ ગાડી પાર્ક કરી અને જોયું તો શું હવેલીની રમણીયતા હતી એટલી સુંદર મોટી હવેલી જાણે કોઈ રાજમહેલ... પણ આસપાસ એકદમ નીરવ શાંતિ..... ન કોઈ ઘર કે ન કોઈ હોટેલ કે ન કોઈ કંપની એક પલ માટે નિમેષ ને થયું કે અંદર જવું કે નહીં પણ છતાં હિંમત કરી અને તેના બંને મિત્રો અંદર ગયા. અંદર જઈને જોયું તો હવેલી કોઈ રાજમહેલથી કમ નહોતી હવેલીમાં ત્રણ ચાર સુંદર મજાના રૂમ આલીશાન ઝુમરો અને આલીશાન ફર્નિચરથી સજાવેલા હતાં.
મિત્રો પહેલેથી જ ડરતા હતાં તેમણે કહ્યું હવે આપણે હવેલી જોઈ લીધી છે જલ્દી અહીંયાથી જતું રહેવું જોઈએ.. પણ નિમેષની ત્યાંથી જવાની ઈચ્છા થતી ન હતી કંઈક અજીબ આકર્ષણ જાણે તેને ખેંચી રહ્યું હતું... તેણે જોયું તો દરેક રૂમમાં આલીશાન પલંગ હતાં તેને મિત્રો ને કીધું એમ પણ આજે ખૂબ મોડું થઈ ગયું છે ઘરે પહોંચતા તો સવાર થશે એના કરતાં આપણે અહીંયા જ રાત રોકાઈ જઈએ. તેના મિત્રોએ પહેલાં તો આનાકાની કરી પણ પછી તેની વાત માની ગયા.
બધા એક રૂમમાં મજાક મસ્તી કરી સંગીત સાંભળી રહ્યા હતાં ત્યાં જ તેને કોઈનો ગાવાનો અવાજ સંભળાયો.. નિમેશ એ બહાર જઈને જોયું તો કોઈ દેખાયું નહીં પણ જે બાજુથી અવાજ આવી રહ્યો હતો તે બાજુથી ધીરે ધીરે ચાલવા લાગ્યો ચાલતા ચાલતા તે હવેલીના એક બીજા છેડે પહોંચી ગયો... જોયું એક સુંદર પરી જેવી છોકરી શ્વેત વસ્ત્ર પરિધાનમાં કંઈ ગાઈ રહી હતી નિમેશ તેને જોઈ અને જોતો જ રહી ગયો તેના ચહેરા ની સુંદરતા એટલી હતી કે તે સ્વર્ગની અપ્સરા જાણે..!!! નિમેશ ત્યાં ને ત્યાં જ ઊભો રહી ગયો ...થોડીવાર પછી તેને કંઈક ભાન થતા જોયું તો ત્યાં કોઈ ન હતું.. ગાવા નો કોઈ અવાજ પણ નહોતો આવતો...તે ફરી તેના મિત્રો પાસે આવી વાતો કરવા લાગ્યો...ધીમે ધીમે બધા સૂવા લાગ્યા.. પણ નિમેશ ને ઊંઘ આવતી ન હતી અને હજી પણ પેલો ગાવાનો અવાજ અને તે છોકરીનો ચહેરો એની આંખમાં તરવરી રહ્યો હતો તેના અવાજમાં એક અજીબ કશિશ લાગતી હતી જાણે છોકરી તેને જ બોલાવી રહી હતી તેવું તેને વારંવાર ભાસ થતું.
તે ફરી રૂમમાંથી બહાર નીકળી આમતેમ આંટા મારવા લાગ્યો ત્યાં થોડી વારમાં ફરી તેને તે જ અવાજ અને તે જ ગીત સંભળાયું તે અવાજની દિશામાં જવા લાગ્યો થોડેક દૂર ગયો તો ફરી એ જ છોકરી એ જ કહે પરિધાનમાં ...તેને જોઈ નિમેષ તરત જ તેને ઊભી રાખવા તેની પાછળ દોડ્યો ..અને બોલવા લાગ્યો કોણ છો તમે ? અત્યારે શું કરો છો ? શું નામ છે ? એવા ઘણા સવાલો તેણે એક સાથે પૂછી નાખ્યા નિમેશ ના સવાલમાં પેલી છોકરી મંદ મંદ મુસ્કુરાવા લાગી અને બોલી મારું નામ નિશા છે હું આ હવેલી માં જ રહું છું મારા માતા-પિતા આ હવેલી મને સોંપી ક્યારના પરલોક જતા રહ્યા.. બસ ત્યારથી હું હવેલી માં એકલી જ રહું છું.. કોઈ ક્યારેય નથી આવતું .. અને હું પણ હવેલી છોડી ક્યાંય જતી નથી. નિમેષ ને નિશાની વાતો કંઈક વિસ્મયભરી લાગી ...પણ તેનું અદમ્ય આકર્ષણ તેની વિચારવાની શક્તિ ખોઈ બેઠા હતો નિશા નિમેશ ની નજીક આવી અને તેને પૂછવા લાગી ...તમે આ હવેલીમાં મારી સાથે રહેશો ? મને રોજ મળવા આવશો ? નિમેષ એ કંઈ પણ વિચાર્યા વગર તરત જ હા પાડી દીધી અને બંને ઘણી બધી વાર વાતો કરી ...જોતજોતામાં સવાર પડી ગઈ અને વાત કરતા કરતા નિમેષ ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો ...થોડીવાર પછી તેના મિત્રો ઊઠ્યા અને તેને શોધવા લાગ્યા ...બધા શોધતા-શોધતા નિમેષ હતો ત્યાં પહોંચ્યા... તેમણે નિમેશ ને ઉઠાડયો અને પૂછ્યું કે તું અહીંયા ક્યાંથી ? તેણે તેના મિત્રોને રાતની બધી વાત કરી પણ જોયું તો નિમેશની બાજુમાં કોઈ જ નહોતું.
તેના મિત્રોએ આ જગ્યામાં નક્કી કઈ છે ...તેમ વિચારીને નિમેશ ને લઈ અને ફટાફટ ગાડી લઈને નીકળી ગયા... નિમેશના મગજમાંથી નિશા હજુ ખસતી નહોતી... તેને.. તેના મિત્રોની કોઈ વાત ઉપર ભરોસો નહોતો તેને તો બસ માત્ર નિશા જ દેખાતી હતી.
આખરે તેવો બધા ઘરે પહોંચ્યા..તેના મિત્રો ને હાશકારો થયો.
પણ નિમેશ ને બહુ બેચેની થતી હતી તેને બસ માત્ર નિશા જ દેખાતી હતી.. અને વારંવાર તેનું મીઠું સંગીત તેના કાનો માં ગુંજતું હતું.. તે ઘરમાં કોઈને કંઈ કહ્યા વગર જ ગાડી લઈ અને રવાના થઈ ગયો તે એકલો જ ગાડી લઈ હવેલી તરફ રવાના થઈ ગયો ...હવેલી તેના ઘરથી ઘણી જ દૂર હતી તેથી ત્યાં પહોંચતા પહોંચતા તેની અડધી રાત થઈ ગઈ તે ગાડી બહાર પાર્ક કરી તરત જ હવેલીમાં ગયો .....હજુ તો અંદર જતાં જ તેને નિશા જોવા મળી નિમેષ ખૂબ ખુશ થઈ ગયો ...અને નિશા તેને જોઈ મુસ્કુરવા લાગી અને બોલી મને તો હતું કે તમે નહીં આવો ... નિમેશ તરત જ બોલ્યો મેં તને કીધું તું ...તો આવું જ ને...
નિશા નિમેશ ને હવેલી સૌથી સુંદર ઓરડામાં લઈ ગઈ નિમેશ ને કાઈ સમજાતું નહોતું...તે નિશા ને કંઈ પૂછે તે પહેલાં નિશા ત્યાંથી ગાયબ...!! નિમેશ આમતેમ જોવા લાગ્યો ત્યાં તો પાછળથી નિશાના હાથ નિમેશના ગળામાં વીંટળાઈ વળ્યા...અને એક ચીસથી હવેલી ગુંજી ઊઠી.....!

