પ્રીતનું પાનેતર - 13
પ્રીતનું પાનેતર - 13
પ્રિયા પોતાના વાળ અને કપડાં સરખા કરી ફટાફટ ગાર્ડનમાં જાય છે..જ્યાં બધા મહેમાનો જમતા હોય છે...કોઈનું ધ્યાન પ્રિયા તરફ નહોતું પણ મોહિત હસતો હતો... પ્રિયા તેની મમ્મી પાસે આવે છે ..સાગર સાથેની મસ્તીમાં પોતે કેકના પીસ લાવવાનું તો ભૂલી જ ગઈ હોય છે...તેની મમ્મી બોલ્યા ..
"પ્રિયા તું કેક ના પીસ કરી લાવવાની હતી તે ક્યાં ..?"
"અરે મમ્મી એક ફોન આવી જતા વાતો મા ને વાતોમાં અહી આવી ગઈ..હું હમણાં લઈ આવું.."
પોતાની મમ્મી સામે ખોટું બોલવાનું ગમતું ન હતું તેને ...પણ અત્યારે તે કહી શકે તેમ ન હતી...તે રસોડામાં ગઈ.
***
સાગરનો આખો શર્ટ કેક વાળો હતો તેણે ઝડપથી પોતાના કપડાં બદલ્યા...તે પ્રિયાની નારાજગી દૂર કરવાનું વિચારતા વિચારતા નીચે ઊતર્યો...અને ગાર્ડનમાં ગયો...તે વાતથી બેખબર કે પ્રિયા રસોડામાં છે..તેની નજર પ્રિયાને શોધતી હતી. ત્યાં તેની પાસે મોહિત આવ્યો....સાગરના ખભા પર મારતા બોલ્યો.
"સાગર ક્યાં રહી ગયો હતો..??"
"કાઈ નહીં એક ફોન આવી ગયો હતો...."
"ઓહો તો જનાબ હવે મારી સામે ખોટું બોલવા લાગ્યા..."
સાગરે આશ્ચર્ય ભરી નજરે મોહિત સામે જોયું.
"સાગર તું ખોટું ના બોલ...તને આવવામાં વાર લાગી એટલે તને શોધતો હું તારી રૂમ તરફ આવ્યો હતો ત્યારે તું પ્રિયાની બાહોમાં હતો...આજ સુધી મને પણ ના કીધું કે તું પ્રિયાને પસંદ કરે છે.."
"મોહિત તું વિચારે છે એવું બિલકુલ નથી.. મે મસ્તી કરતા તેના ગાલ પર કેક લગાવી અને તે પણ મને લગાવવા દોડી એવામાં સ્કેટિંગ શૂઝ મારા પગ નીચે આવતા અમે બંને પડ્યા ..તું જેવું વિચારે છે તેવું કશું નથી ..આતો વાત લાંબી ન થાય એ માટે મેં તને ફોનનું કીધું.. "
બંને વાત કરતા હતા ત્યાં પ્રિયા આવી તેણે રામુ કાકાને કેક સર્વ કરવા માટે આપી અને સાગરની સામે જોયા વગર તેની મમ્મી પાસે જતી રહી...
પ્રિયાના વર્તનથી સાગરને અકળામણ થઈ પણ તેણે પછી વાત કરવાનું વિચાર્યું ...
થોડી વારમાં બધા મહેમાનો જમીને રવાના થયા...
સાગરના પપ્પાએ ફરી પ્રિયાના માથે હાથ મૂકી આભાર માન્યો.
પહેલી વાર રાધા બેને પ્રિયા ને ઘરે આવતી રહેજે કીધું...પ્રિયાને ખૂબ ખુશી થઈ.
પ્રિયાના મમ્મી પપ્પા સાથે પ્રિયા પણ ઘરે જવા નીકળી...જતા પેલા તેની નજર સાગરને શોધતી હતી પણ તે મોહિત સાથે વાત કરતો હતો..એટલે એમ જ જતી રહી.
થોડી વારમાં ફરી સાગરના મોબાઈલમાં મોનિકાનો ફોન આવ્યો...સાગરે ફોન રીસિવ કર્યો.
"હાઈ સાગર..ક્યારની તને ફોન કરું છું પણ તું રિસીવ જ નહોતો કરતો.. એની પ્રોબ્લેમ.? આર યુ ઓલ રાઈટ..?"
"આઈ એમ ફાઈન મોનિકા મમ્મી હોસ્પિટલથી ઘરે આવ્યા એટલે એક નાનકડું ફેમિલી ફંક્શન હતું હું તેમાં બીઝી હતો..." ( સાગરે ટૂંકમાં વાત પતાવી)
"તું બોલ કાઈ કામ હતું..? "
"હા.. સાગર તારી પાસે થોડો સમય હોય તો કાલે કોલેજ પછી મારે થોડું શોપિંગ કરવું છે ..મારા માટે આ શહેર નવું છે..તને અનુકૂળ હોય તો મારી સાથે આવીશ..?"
"અરે હા જરૂર આવીશ.."
"થેન્ક યુ સાગર ..કાલે મળીયે... બાય.."
"બાય મોનિકા.."
સાગરનો જવાબ સાંભળી મોનિકા ખૂબ ખુશ હતી.
***
પ્રિયા ઘરે આવી ..પણ તેને કાઈ ચેન પડતું ન હતું.
બેડમાં આડી પડી...વિચારતી હતી સાગરે ફક્ત મજાક કરી એમાં મને આટલું ખોટું કેમ લાગ્યું..?
ક્રમશઃ

