પ્રીતનું પાનેતર - 15
પ્રીતનું પાનેતર - 15
પ્રિયા ને સાગર ફોનમાં વાત કરતા હોય છે સાગર તેને તે વારંવાર ક્યાં ખોવાય જાય છે ..? દિલમાં કોઈ છે ? આવા સવાલથી ગભરાય જાય છે હવે આગળ..
સાગર અચાનક પોતાને આવું પૂછશે તેવો પોતાને બિલકુલ અંદાજ ના હતો..સાગર સામે ખોટું બોલતા જીવ અચકાતો હતો પણ પોતે સાચું પણ કહી શકે તેમ ન'તી..સવાલના જવાબમાં પોતે સવાલ કરવા લાગી.
"સાગર તું મારું છોડ .. તારી વાત કર .. મને લાગે છે કે તને મોનિકા ગમવા લાગી છે.. અને કદાચ મોનિકાને પણ તું.. એટલે જ વારંવાર તને મળવા અને ફોનના બહાના કાઢે છે..."
"પ્રિયા તું વિચારે છે એવું કશું નથી.. આ શહેરમાં તે નવી છે.. બસ એટલે જ કઈ જાણવું હોય તો મને ફોન કરે છે.. હા આજે પણ તેનો જ ફોન હતો.. આવતીકાલે તેને થોડી શોપિંગ કરવી છે ..એટલે કોલેજથી છૂટી ને તેની સાથે આવવા કહ્યું છે.. તું પણ આવજે ને આપણે સાથે જઈશું... બાય ધ વે લાગે છે કે તને મોનિકાથી જેલસી થાય છે..."
"જેલસી માય ફૂટ...તું તેના ઘરે રહેવા જતો રહે તો પણ મને કશો ફર્ક નથી પડતો... વાત રહી કાલે શોપિંગની તો તેણે મને નથી કહ્યું.. તો હું શા માટે વધારાની થઈને ફરું ? તું જાજે ને..."
"ઓકે બાબા હું તો મજાક કરતો હતો.. તે તો આ વાત પણ સિરિયસલી લઈ લીધી.. હા પણ મારા સવાલનો જવાબ નથી આપ્યો તે મારા ધ્યાનમાં જ છે... કઈ વાંધો નહીં તારા મનની વાત મને જાણતા વાર નહીં લાગે..."
"મેડમ હવે તો તમારો ગુસ્સો ઉતરી ગયો ને ...હવે તો માફ કર્યો ને મને..? હજી કંઈ પનિશમેન્ટ બાકી છે ...
" પનિશમેન્ટ તો મળશે પણ તું મોનિકાના કામમાંથી ઊંચો આવે ત્યારે મને કહેજે..."
"પણ તું કહે તો ખરી મારે શું કરવાનું છે.."
"એ હું પછી જ કહીશ..."
"ઓકે બાય. ગુડ નાઈટ..."
"બાય પ્રિયા.. ગુસ નાઈટ એન્ડ સ્વીટ ડ્રીમ..."
બંને એ મને ફોનની વાત પૂરી કરી સૂવાની કોશિષ કરી બંનેને એવું લાગ્યું કે જાણે દિલમાંથી ઘણો ભાર હળવો થઈ ગયો છે.
સાગર સાથેની વાતચીતે પ્રિયાના મનને ઘણી શાંતિ આપી.
સાગરના વિચારોમાં ને ખુશીમાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે તેને પણ ખબર ન પડી.
પ્રિયા અને સાગર સિવાય અત્યાર સુધી બીજું પણ કોઈ જાગતું હતું અને તે પ્રિયાની મમ્મી હતા.
પ્રિયાના મનમાં નાનપણથી સાગર વસેલો છે. અને હવે યુવાનીના ઉંબરે પહોંચેલી પોતાની દીકરી સાગરના પ્રેમમાં પાગલ થઈ છે ..તે વાત તે જાણતા હતા વળી હમણાં થોડા દિવસના પ્રિયાના વર્તનથી તે અજાણ ના હતા.
એક દીકરીના મનને મા થી વિશેષ કોણ સમજી શકે..?
પણ સાથે સાથે તેને સમાજથી પણ ડર હોય છે... ભાવનાબેન પણ આવા જ કોઈ ડરથી ગભરાયેલા હતા.
સાગરના ઘર અને પોતાના ઘરની પરિસ્થિતિ વચ્ચે જમીન આસમાનનો ફેર હતો...અને તેમાં વળી રાધા બેનનો પૈસાનો રૂઆબ...આ વાતની ચિંતા પોતાને કોરી ખાતી હતી.
પણ હમણાં રાધા બેન પ્રિયા માટે થોડા હકારત્મક થયા તેની તેને ખુશી હતી..પણ પ્રિયા ને તેના ઘરની વહુ તરીકે સ્વીકારશે કે નહીં તે બાબત તેના ચિંતાનું કારણ હતી..અને આ ચિંતાએ આજે તેની ઊંઘ હરિ લીધી હતી...તે વિચારતા હતા કે શું કરવું ?
તે આમથી તેમ પડખાં ફરી રહ્યા હતા ત્યાં પ્રિયાના પપ્પા જાગી ગયા.. તે બોલ્યા...
"ભાવના હજી જાગે છે...શું થયું તબિયત તો સારી છે ને..?"
"અરે એમજ ..."
"એમજ ના હોય ..."
"બોલ શું વાત છે..?"
"હું જાણું છું કોઈ ચિંતા છે .."
"ના એવું કશું નથી.."
બસ" પ્રિયા અને સાગર વિશે વિચારું છું ..."
હું" સમજી ગયો તું શું કહેવા માંગે છે.."
હું" પણ પ્રિયાના મનની વાત જાણું છું.. પણ પહેલા સાગરનું મન જાણવું પડે.."
"તું અત્યારે સૂઈ જા આપણે સવારે પ્રિયા સાથે વાત કરીશું..
અને હું સાગરના પિતા સાથે પણ વાત કરી લઈશ.."
ક્રમશઃ

