Bhumi Joshi

Drama Romance

4  

Bhumi Joshi

Drama Romance

પ્રીતનું પાનેતર -10

પ્રીતનું પાનેતર -10

5 mins
231


સાગરના પિતા પ્રિયાની વાત સાંભળી વિચારે છે કે શું કરવું ? પ્રિયાની ભાવનાને ઠેસ પહોંચાડવા નહોતા માંગતા. વળી રાધા બેનનો સ્વભાવને પણ સાચવવાનો હતો. તેણે ફોન કરવાના બદલે હોસ્પિટલ જઈ, રાધાબેન સાથે રૂબરૂ વાત કરવાનું નક્કી કર્યું. એમ પણ હોસ્પિટલના ડિસ્ચાર્જ પેપરના કામ માટે તેમને હોસ્પિટલ જવાનું હતું.

ઘણીવાર સંજોગો એવા બનતા હોય છે કે શું નિર્ણય લેવો તે સમજાતું નથી. સાગરના પિતા એ પણ કંઈ નિર્ણય લીધા વગર રાધાબેન સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે હોસ્પિટલ પહોંચ્યા તો સાગર બહાર જ હતો અને રાધાબેન અંદર સૂતાં હતા.. સાગર ને જોઈ તેણે પ્રથમ સાગરને વાત કરવાનું વિચાર્યું.

"સાગર હમણાં પ્રિયાનો ફોન આવ્યો હતો. તેની ઈચ્છા છે કે આજ રાતનું આપણા બધાનું જમવાનું તેના ઘરે રાખીએ. અને કદાચ એટલે જ તે કોલેજથી પણ વહેલી આવી ગઈ છે. પણ તારા મમ્મીનો સ્વભાવ તો જાણે જ છે. તેમજ તેને બેસવા ઉઠવાની તકલીફ પણ થશે.તેવામાં તારી મમ્મીને આ વાત કેવી રીતે રજૂ કરવી..? મને સમજાતું નથી. અને ના પાડી તેની લાગણીને ઠેસ પહોંચાડવાનું મારું મન પણ માનતું નથી.. હવે તું જ કંઈક વિચાર જેથી તારી મમ્મી પણ નારાજ ના થાય અને પ્રિયાની લાગણી પણ જળવાય."

"પપ્પા એવું છે.? પણ પ્રિયા એ મને તો કશું કીધું નથી.. કે નથી ફોન કર્યો. "

"બેટા તેણે ડાયરેક્ટ મને ફોન કર્યો છે. કદાચ તને કહેવાનું ભૂલી ગઈ છે. પરંતુ હવે એ કહે કે શું કરવું.?"

"પપ્પા મને એક વિચાર આવે છે. મમ્મીને સાંજે રજા મળી જશે. અને મમ્મીને હવે ડાયરેક ઘરે જવું હશે. તે બીજે ક્યાંય જવા માટે રાજી નહીં થાય.. વળી આવી હાલતમાં તેને વારંવાર ફેરવવા પણ યોગ્ય નથી એના કરતાં આપણે બધાનું જમવાનું આપણા ઘરે રાખીએ.પ્રિયા તેના ઘરના બદલે આપણા ઘરે જ બનાવે..રામુ કાકાની મદદ પણ રહેશે. તેને એકલીએ હેરાન નહિ થવું પડશે.. આપણને જમાડવાની તેની ભાવના પણ જળવાઈ રહે અને મમ્મીને પણ વધુ તકલીફ ન રહે."

"બેટા પણ કદાચ એ બધા લોકોનું આવી રીતે ઘરમાં આવું તારી મમ્મીને ના પણ ગમે."

"પપ્પા તમે એ ચિંતા ન કરો.બધું મારા પર છોડી દો. મારી પાસે ખુબ સરસ પ્લાન છે. અને મમ્મી પણ ખુશ થઈ જશે ."

"વાહ બેટા હું જાણતો હતો. મારા દીકરા પાસે દરેક પ્રશ્નોનું સોલ્યુશન હોય.ખાસ કરીને તારી મમ્મીના.."

"શું પપ્પા તમે પણ. હા એક વાત નક્કી થઈ ગઈ કે તમે મમ્મીથી બહુ ડરો છો."

"એતો તારા લગ્ન થવા દે પછી હું કહીશ કે કોણ ડરે છે.?"

બાપ દીકરો બન્ને મસ્તી કરતા કરતા કરતા હસવા લાગ્યા. તેમના હસવાનો અવાજ રાધાબેન સુધી પહોંચ્યો.

અને તે બોલ્યા.

" બંને બહાર જ વાતો કરશો  કે મારી પાસે પણ આવશો ?"

આ શબ્દો કાને પડતા જ સાગર બોલ્યો .

"પપ્પા તમારા મિનિસ્ટર તમને બોલાવે છે ..જલ્દી જાવ નહીં તો..?"

સાગરના પપ્પા મસ્તી કરતા બોલ્યા.

"દીકરા થોડો સમય જવા દે પછી બધું કહું તને.."

"સાગર તું અંદર તારી મમ્મી પાસે જા..હું ફટાફટ પ્રિયાને ફોન કરી આપણો પ્લાન કહી દવ."

"પપ્પા તમે રહેવા દો.તમે મમ્મી પાસે જાઓ. એ મીઠડી એ મને કશું નથી કીધું ..હવે જો હું જ તેને ફોન કરું.."

"હા બેટા તો તું કરી દે. પણ મારી દીકરી ને હેરાન કરીશ તો તારી ખેર નહીં."

"હા પપ્પા મને ખબર છે પ્રિયા તમને ખૂબ વ્હાલી છે."

સાગર પ્રિયા ને ફોન કરવા બહાર ગાર્ડનમાં જાય છે.

***

"ક્યારે આવ્યા તમે.? અને સાગર ક્યાં.? હમણાં તો તેનો હસવાનો અવાજ આવતો હતો."

"તે હમણાં આવે તેને કંઈક ફોન કરવાનો હતો."

"બાપ-દીકરો મળી મારી શું વાતો કરતા હતા.?"

"એક પળ માટે ધનસુખ ભાઈને લાગ્યું કે રાધા બેન એ ક્યાંક સાંભળ્યું તો નથી ને..?"

"તને કેમ એવું લાગે.?"

" એ તો બહાર કોઈ પેશન્ટ મસ્તી કરતો હતો એટલે તેના પર હસતા હતા.."

"તો ઠીક .."

હવે ધનસુખભાઈ ને હાશ થઈ.

"આ તારી કીટી પાર્ટી વગર તો તું સાવ સૂકાઈ ગઈ.."

" હા હવે તમે પણ મારી મજાક કરો.. તમને મારી જરાય ચિંતા નથી."

"અરે મારી રાધા તું તો મારા જીવનનું ગુલાબ છે. તારા વગર મારી શું મહેક.?"

ધીમેથી તેમણે રાધા બેનને પોતાની સોડમા લઈ લીધા.

***

સાગર પ્રિયાને ફોન લગાવવા મોબાઈલ હાથમાં લે છે. ત્યાં તો મોનિકાનો ફોન આવ્યો.

" હેલો સાગર કેમ છે આંટીને.?"

"સારું છે મોનિકા. સાંજે રજા મળી જશે.. પણ હમણાં મને એક અગત્યનું કામ છે. પ્રિયાને ફોન કરવો છે ..મમ્મી પણ રાહ જોવે છે. હું તને પછી ફોન કરું."

સાગરે મોનિકાની બાય કહેવાની રાહ જોયા વગર જ ફોન મૂકી દીધો.

 સાગરે આમ અડધેથી વાત કાપી નાખી તે મોનિકાને તે બિલકુલ ના ગમ્યું.

પ્રિયાના મોબાઈલમાં સાગરના નામની રિંગ રણકી રહી હતી.

"કેમ નકચડી તે એકલા એકલા રાતનો જમવાનો પ્રોગ્રામ બનાવી લીધો.. મને પણ કશું કહ્યું નહીં."

સાગરના અવાજમાં મીઠી ફરિયાદ હતી.

"પણ મેં અંકલ ને કીધું ને.?"

"હા અંકલની ચાપલી. હવે બધું અંકલને કહેવાનું મને કશું નહીં."

"ઓ હો. હો.. હો ..સાગર તને આટલી બધી જલન થઈ. એટલે જ કશું બળવાની વાસ આવે છે.."

"એક વાર તને મળું પછી તારી ખબર લવ."

"હમણાં મને ઉતાવળ છે. મમ્મી પાસે જવું છે અને હોસ્પિટલના ડોક્યુમેન્ટનું કામ પણ પતાવવું છે. તું મારી વાત ધ્યાનથી સાંભળ. તારા પ્લાનને મેં થોડો ટ્વિસ્ટ કર્યો છે. બધાનું જમવાનું સાથે જ રહેશે..પણ તારા ઘરે નહીં મારા ઘરે.અંકલ સાથે મારા પપ્પા વાત કરી લેશે.તું બસ તૈયાર થઈને મારા ઘરે જા.. આગળનો પ્લાન રવિ અને મોહિત તને જણાવી દેશે ..તેવો હમણાં થોડી વારમાં તારા ઘરે પહોંચશે. બાય.. સાંજે ઘરે મળીએ.."

સાગરે પ્રિયાનો ફોન મૂકી. રવિ અને મોહિત ને ફોન કરી પોતાનો પ્લાન જણાવ્યો.. અને તેને પ્રિયાના ઘરે પહોંચવાનું કહ્યું.

પ્રિયાએ બધી વાત તેના મમ્મીને કહી. વાત કરતા કરતા પ્રિયાની આંખોની ચમકને તેના મમ્મી નિહાળી રહ્યા હતા.

પ્રિયા જાણે હવામાં ઊડી રહી હતી. ઘણા સમય બાદ સાગરે આટલા હકથી ખીજાઈ પોતાની સાથે વાત કરી. તેની ખુશીથી તેનું મન હિલોળા લઈ રહ્યું હતું.. આમ પણ જ્યારે જ્યારે સાગર ના ઘરે જવાનું હોય ત્યારે તેનું મન મોર બની થનગાટ કરતું અને આ બધી જ વાતોથી એક મા કેવી રીતે અજાણ હોય.?

સાગરના વિચારોમાં પ્રિયા તૈયાર થવા પોતાના રૂમમાં ગઈ. સાગરનો પ્રિય રંગ મોરપિંછ કલરની કુર્તી, આછા પીળા રંગની લેગીન્સ, લાંબી ઈયરિંગ્સ, ચહેરા પર હળવો મેકઅપ. તે તૈયાર થઈ અરીસા સામે ઊભી રહી. પોતાને આટલી સુંદર તૈયાર પહેલી જોઈ સાગરની નજરથી ખુદને નિહાળતી મનમાં ગણગણવા લાગી.

ઓ મારા પિયુ..

આવ જરા મારી પાસ..

વાત કરું તને

હું તારા કાનમાં..

જાગ્યા આજે સઘળા

મારા દિલના અહેસાસ..

કેમ કરી સમજાવું

હું તને સાનમાં ..

સાંભળ જરા મારી ધડકનો

લઈ મને તારા આગોશમાં..

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama