Bhumi Joshi

Drama Romance Fantasy

4  

Bhumi Joshi

Drama Romance Fantasy

પ્રીતનું પાનેતર - 14

પ્રીતનું પાનેતર - 14

3 mins
262


પ્રિયા સાગરના ઘરે થી આવી તેના વિશે વિચારતી હતી હવે આગળ.

પોતાને સાગરની નાનકડી વાતથી આટલી તકલીફ કેમ થઈ ? જ્યારે જ્યારે સાગર મોનિકાની વાત કરે છે તો પોતે ડિસ્ટર્બ કેમ થાય છે.

શું પોતાને સાગરને ખોવાનો ડર છે ?

પણ પોતે હજુ સાગરને પામ્યો જ નથી તો ખોવાનું શું ?

ના ના..પણ પોતે તો સાગરને પ્રેમ કરે છે ને.અને કદાચ સાગર પણ. સાગર પોતાનો કેટલો ખ્યાલ રાખે છે.. શું પોતાની લાગણીઓ સાગર સમક્ષ વ્યક્ત કરી દેવી જોઈએ. ?

આખરે પ્રિયા પોતાની જાત સાથે સવાલો કરીને થાકી અને સાગરને ફોન કરવાનું વિચારે છે..ઘડિયાળમાં જોયું તો રાતના એક વાગી ગયો હતો.

તે સ્વગત બોલી..

"ઓહ વિચારોમાં ને વિચારોમાં આટલું મોડું થઈ ગયું ..સાગર તો ઊંઘી ગયો હશે.અને બાપરે તેની ઊંઘ તો તોબા તોબા."

ત્યાં જ પ્રિયાના ફોનની રીંગ વાગી.

સ્ક્રીન પર જોયું તો સાગર હતો.

પ્રિયાએ ધડકતા હૃદયે ફોન ઉપાડ્યો.

"હાય પ્રિયા હજી સૂતી નથી ? કેમ હજુ સુધી જાગે છે..?"

"સાગર આ સવાલ તો હું તને પણ પૂછી શકું.. નહીં..? તું પણ હજી સુધી જાગે છે ?"

"પ્રિયા, સાચું કહું તો બસ તારા વિશે વિચારો કરતો હતો.. તને બહુ ખોટું લાગ્યું..? મે તો ફક્ત મજાક કરી હતી.. પાર્ટી પતાવીને ઘરેથી ગઈ ત્યારે મને બાય પણ ના કર્યું..  કંઈ સાવ આવું ? બોલ તને મનાવવા માટે મારે શું કરવું પડશે ? તું કહે તો કાન પકડી સોરી કહું..? એક કામ કરૂ કાન પકડી ઊઠક બેઠક કરૂ .. જ્યારે આપણે નાના હતા ત્યારે તું આમ જ કરાવતી."

"સાગર મને બધું જ યાદ છે ..સાચું કહું તો હું પણ તારા વિશે વિચારતી હતી.. એટલે જ અત્યાર સુધી સૂઈ ન શકી.. તે તો માત્ર મજાક કરી હતી. પણ ખબર નહીં કેમ મને ખોટું લાગી ગયું ..ચાલ જવા દે હવે. અને હા ..ઊઠક બેઠક કરવાની કંઈ જરૂર નથી. પણ તારે મને ગમતું તો કંઈ કરવું પડશે. શું કરીશ ?"

"તુજ કે એવું શું કરું તો ખુશ થઈ જાય.. ગુસ્સા વાળા ચહેરામાં તું ભૂતડી લાગે છે."

"મને કહેવાની જરૂર નથી ..તું પણ મજાક કરે છે ને ત્યારે વાંદરો લાગે છે."

"તું ભૂતડી ભૂતડી ભૂતડી .."

"તું વાંદરો વાંદરો વાંદરો.."

"એ બસ ચાંપલી ..સહેજ કીધું નથી કે ભડકી નથી.."

"મને એમ કહે તે મને ફોન મનાવવા કર્યો છે કે ચીડવવા ?"

"ઓકે બાબા સોરી.. ફોન તો મેં તને મનાવવા જ કર્યો હતો. પણ સાથે સાથે તેને ચીડવવાનું પણ મન થઈ ગયું."

"તું બોલ તને ખુશ કરવા શું કરવું ?

"નાનપણમાં તો જ્યારે તું રિસાઈ જતી ત્યારે તને મનાવવા તારી પ્રિય જલેબી ખવડાવતો અને સાથે તારું એક લાલ ગુલાબ. પણ આજે ?"

"સાગર એક વાત કહું મને તો મારો નાનપણનો સાગર પાછો જોઈએ છે. સાથે રમવું હસવું કેટલું સરસ અને યાદગાર હતું અને ઘણીવાર રાત્રે મોડે સુધી અગાસીમાં બેસી તારલાઓ ગણવાની મજા કંઈક અલગ જ હતી."

"એ તો સાચી વાત છે પ્રિયા.. આપણી નાનપણની યાદો અમૂલ્ય છે. અને હું તો નાનપણમાં હતો તેવો જ છું.. પણ તું હમણાં બદલી બદલી લાગે છે.. કંઈક કહું અને રિસાઈ જાય.. મારી પ્રિય દોસ્ત આવું કેમ કરે છે તે ઘણીવાર મને પણ નથી સમજાતું ..! તારા મનમાં કંઈક હોય તો કહી દે.."

સાગરની વાત સાંભળી પ્રિયા એકદમ ચમકી.

હૈયાની વાત જાણે હોઠે આવવા તરફડીયા મારવા લાગી. દિલની ધડકનો જોર જોરથી ધડકવા લાગી. આજે સવારે પોતે સાગરની બાહોમાં પડી હતી તે અહેસાસ તેના તન મનને મહેકાવવા લાગ્યો. પોતાની જાતને માંડ માંડ સંભાળતા પ્રિયા બોલી.

"હું તો કંઈ નથી બદલાઈ. એ તારો વહેમ છે."

"ઓકે મેડમ તમારી વાત તો માનવી જ પડશે. ઘડી ઘડી તું ક્યાંક ખોવાઈ જાય છે ..તે વાત તો નક્કી છે, દિલમાં કોઈ વસી તો નથી ગયું ને ?

સાગરની વાત સાંભળી પ્રિયાનું દિલ ફરી એક ધડકન ચૂકી ગયું હોય તેવું લાગ્યું. જાણે તેની ચોરી પકડાઈ ગઈ. હાથ પણ થરથર ધ્રૂજવા લાગ્યા...

ઘણી વાર આપણે જે અહેસાસ ને છૂપાવવા માંગતા હોઈએ તે બમણા આવેગથી લાગણીઓને ધકેલે છે. શું કહેવું ..શું કરવુંની કંઈ સમજ નથી પડતી. બસ તે આવેગમાં પ્રવાહમાં ખેંચાતા જઈએ છીએ. એમાં પણ જે વ્યક્તિનો પ્રેમ નસ નસમાં જાણે લોહી બની વહેતો હોય તેનો અજાણતો સ્પર્શ પણ હૈયાને પ્રેમરસથી તરબતર કરી નાંખે છે.

પ્રિયા પણ સાગરના શબ્દો અને તેના સ્પર્શના અહેસાસના ઘોડા પૂરમાં તણાઈ રહી હતી. સાગરના આમ અચાનક સવાલે તેને હચમચાવી દીધી હતી..શું જવાબ આપવો તે સૂજતું ના હતું.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama