Bhumi Joshi

Drama Romance

4  

Bhumi Joshi

Drama Romance

પ્રીતનું પાનેતર - 11

પ્રીતનું પાનેતર - 11

4 mins
202


પ્રિયા તૈયાર થઈ પોતાના રૂમની બહાર આવી દીકરીના મનોભાવને કળી જતા પ્રીયાના મમ્મી મનમાં જ મુસ્કુરાયા.

"મમ્મી હું સાગર ના ઘરે જાઉં છું ..મોહિત,રવિ ત્યાં જ આવશે ..ખબર નહીં સાગરે શું પ્લાન કર્યો છે ..? મને પણ કશું કહ્યું નથી ..આ બધું પતે એટલે તેનો પણ વારો છે.. તું અને રિયા થોડીવાર પછી આવજો ..હું જાઉં તો ખરી એવું તો વળી તેને શું વિચાર્યું છે..!!"

"હા બેટા તું જા.. કંઈ કામ હોય તો ફોન કરજે.. નહિ તો તારા પપ્પા આવે પછી અમે આવીશું"

પ્રિયા ઝડપથી સાગર ના ઘરે પહોંચી.. તે હજુ અંદર જવા જતી હતી .. ત્યાં મોહિત અને રવિ આવી ગયા..બંનેએ પ્રિયાને આખો પ્લાન સમજાવ્યો.. ત્રણેય સાગરના ઘરમાં ગયા.

આખા ઘરને સજાવવાનો બધો સામાન ,કેક, ફૂલો બધું જ આવી ગયું હતું.. ત્રણેએ મળી સાગરના ઘરને, સ્પેશ્યલી રાધા બેનના રૂમને તાજા ફૂલોથી શણગાર દીધો..જમવા માટેની વ્યવસ્થા રૂપે અન્ય બે રસોઈયા આવી ગયા હતા.. રસોડામાં ખાસ કંઈ કરવાનું નહોતું.. ત્રણેય મળી સાગરના પ્લાન પ્રમાણે બધું જ ગોઠવવા લાગ્યા, આખું ઘર ફૂલોની મહેકથી મહેકી ઉઠ્યું..

હવે બધું કામ પતી ગયું હતું.. પ્રિયાએ એક ટેબલ પર કેક ગોઠવી અને આજુબાજુ ખુબ સરસ ડેકોરેશન કર્યું.. ત્યાં જ પોતાના મોબાઈલની રીંગ વાગતી જોઈ.

જોયું તો સાગર નો ફોન હતો..

"પ્રિયા બધું અરેંજ થઈ ગયું..?"

"હા પણ મને પહેલા કેમ કશું કીધું નહીં..? કે આંટી માટે સરપ્રાઈઝ પાર્ટી રાખવાની છે..."

"અરે ડીયર તારે જ તો બધું કરવાનું હતું ..અને એમ પણ તને ચીડવવાની મને ખૂબ મજા આવે છે.."

"હા તે મને પણ ખબર છે ..પણ આ બધું પતે એટલે તારો રાઉન્ડ લવ છું.."

"બહુ મોટી રાઉન્ડ લેવા વળી આવી.. નક્ચડી હવે સાંભળ .."

"અમે અહીંથી નીકળીયે છીએ ..થોડી વારમાં પહોંચી જઈશું.. તું તારા મમ્મી પપ્પા રિયા બધાને બોલાવી લેજે.. પપ્પાના અન્ય બે ત્રણ ફ્રેન્ડ પણ હમણાં પહોચશે.. હું બહારથી ફોન કરીશ, એટલે તું અને મોહિત ઘર ના મેઈન ગેટ પર લાગેલા જુમરમાં ફ્લાવરને ગોઠવી દેજો એટલે જ્યારે દરવાજામાં મમ્મીની એન્ટ્રી થાય તે ફ્લાવર મમ્મીના માથા પર પડે.."

"હા સાગર ડોન્ટ વરી ..બધું તારા પ્લાન મુજબ થઇ જશે.. અને આંટી પણ ખૂબ થશે ..."

થોડીવારમાં પ્રીયા ના મમ્મી પપ્પા અને અન્ય ફ્રેન્ડ્સ આવી ગયા.. બધા આતુરતાથી રાધા બેનની રાહ જોતા હતા ..ત્યાં ગાડી નું હોર્ન સંભળાયું.

પ્રિયા અને મોહિતે દરવાજાની બરાબર ઉપર લાગેલા ઝુમ્મર માં આવેલા નાના ડેકોરેશન ગ્લાસમાં ફૂલ એવી રીતે ભરી દીધા હતા કે તે ચાલુ કરતાં જ બધા ફૂલો નીચે વેરાય..

સાગર તેના પિતા અને રાધાબેન ગાડીમાંથી ઘરમાં આવ્યા.. સાગર ના મમ્મીથી હજી ચલાતુ ન હતું ..એટલે તે વિલચેરમાં બેઠા હતા ..તે જેવા ઘરના દરવાજામાં એન્ટર થયા કે ઉપર આવેલ જુમર ચાલુ કરતાં બધાં જ ફૂલો તેમના પર પડ્યા.. ઘરની બધી જ લાઈટ બંધ હતી ..એક નાની રોશની રાધાબેન ને ફોકસ કરતી હતી.

રાધાબેન તો આ બધું જોઈ ખૂબ આશ્ચર્ય ચકિત થઇ ગયા.. તેમની ખુશી નો કોઈ પાર ન રહયો ..તે અંદર આવ્યા પછી લાઈટ ચાલુ થઈ .અને અવનવી રોશનીથી ઘર ઝગમગી ઉઠ્યું ..બધાએ એકસાથે તાલી પાડી વેલકમ ટુ યુ ના અભિવાદન સાથે રાધા બેનને આવકાર્યા ..આ બધું જોઈ રાધાબેન તો અવાચક રહી ગયા.. તેમની આંખોમાં હર્ષના આંસુ છલકાવા લાગ્યા.. પોતાના શરીરની વેદના તો જાણે ક્યાંય ગાયબ થઈ ગઈ ..એક તો ઘરે આવવાની ખુશી ઉપરથી આ બધી સરપ્રાઈઝ જોઈ તેનું હૃદય મન પુલકિત થઈ ઉઠ્યા..

તે અંદર હોલમાં આવતા જ પ્રિયા તરત કેક વાળું ટેબલ લઈ આવી.

કેક અને આસપાસનું  ડેકોરેશન જોઈ રાધા બેનને અનેરો આનંદ મળ્યો.. તે બોલ્યા..

"પ્રિયા બેટા આ બધું તે કર્યું..?"

"આંટી તૈયારી અમેં બધા ફ્રેન્ડ કરી.. પણ પ્લાન તો સાગરનો હતો."

રાધા બેન પ્રેમભરી નજરે સાગરની સામે જોવા લાગ્યા..

તે બોલ્યા..

"પ્રિયા સાગર બંને અહીં આવો ..તમે બંનેએ મળી મને આ ખુશી આપી છે ..એટલે કેક કાપવાનો અધિકાર પણ તમારો.. આ કેક હવે તમે બંને જણા કાપો.."

ત્યાં તો બંને એક સાથે બોલી ઊઠ્યા..

"ના આંટી ના ,ના મમ્મી કેક તો તમારે જ કાપવાની છે.."

પહેલીવાર રાધાબેને પ્રિયાના માથા પર પ્રેમથી હાથ મુક્યો.. પ્રિયાની ખુશીનો કોઈ પાર ન હતો ..અને આ બધો નજારો જોઇ સાગરના પિતાની આંખો પણ છલકાવા લાગી.. દિલને જાણે અજીબ સુકુન અને ખુશી મળી રહી.. પ્રીયાને પહેલીવાર આ ઘરમાં આટલું માન સન્માન મળ્યું હતું. તેની લાગણી ના બદલે પહેલીવાર આટલો પ્રેમ તેને પ્રાપ્ત થયો હતો.. સાગર ના પપ્પા પ્રિયાની નજીક આવ્યા તેમણે પોતાનો હાથ પ્રિયાના માથા પર મુક્યો ..અને બોલ્યા ..

"બેટા આ દિવસને હું ક્યારેય નહીં ભૂલી શકું.. હું આજે ખરેખર ખૂબ ખુશ છું ..આ ઘર માટે તારી આંટી માટે તે આટલુ બધું કર્યું ..તને કંઈક ગિફ્ટ તો આપવી પડે.. બોલ શું જોઇએ છે તારે..?"

"અંકલ મારે તમારા આશિર્વાદથી વધુ કંઈ જ નથી જોઈતું.."

ત્યાં સાગર બોલ્યો ..

"માંગી લે ..આવો ચાન્સ ફરી નહીં.. મળે આમ તો બહુ જ ચાંપલી થા છો. અંકલ ની લાડલી.."

"હા બેટા સાગર સાચું કહે છે.. આજે તો તારે કંઈક તો ગિફ્ટ લેવી જ પડે ..આજની આ રોનકની ખરી હકદાર તું જ છો.. તે જમવાનો પ્લાન ન બનાવ્યો હોત તો આ કશું જ વિચાર ના આવત.."

"હા પ્રિયા પપ્પાની આ વાત સાચી .. તે બધાનો સાથે જમવાનો પ્લાન ના બનાવ્યો હોત તો મને પણ આવો વિચાર ના આવત.."

"આજે તો તું ખરેખર ગિફ્ટ ની હકદાર છો..."

"અંકલ મારે અત્યારે ખરેખર કંઈ જ નથી જોઈતું.. એવું હોય તો હું જ્યારે માંગુ ત્યારે આપજો.. મારું એક ગિફ્ટ તમારી પાસે બાકી ..બસ ખુશ...?"

"ઓકે પ્રીયા બેટા' તારું ગિફ્ટ મારી પાસે ઉધાર..' તારે જ્યારે જોઈએ ત્યારે માંગજે.."

રાધાબેન કેક કાપી પહેલો ટુકડો સાગર અને પ્રિયાને ખવડાવ્યો.. કેક કટિંગ પછી બધા માટે ડીનરની વ્યવસ્થા કરવામાં આવી .. પ્રિયાના મમ્મી રાધાબેન પાસે આવ્યા બંને ઘણી વાતો કરી...

બધાની જમવાની વ્યવસ્થા બહાર ગાર્ડનમાં હતી..એટલે કેક કટિંગ પછી બધા બહાર ગયા..પ્રિયા અને સાગરના મમ્મી પપ્પા પણ બધા સાથે બહાર ગાર્ડનમા ગયા..મોહિત અને રવિ બહારની બધી વ્યવસ્થા જોતા હતા.

બહાર હવે જમવાનું ચાલુ થતાં બધા તેમાં વ્યસ્ત થઈ ગયા..

પ્રિયા એકલી રસોડામાં હતી ..તે વધેલી કેકના પીસીસ કરતી હતી.. જેથી બધાને સર્વ કરી શકાય..

ત્યાં પાછળથી ધીમા પગલે અચાનક સાગરે આવીને કેકનો એક મોટો પીસ પ્રિયાના બંને ગાલ પર ઘસી દીધો..અને ખડખડાટ હસવા લાગ્યો.

પ્રિયા કેકનો બીજો ટુકડો લઈ સાગરના ચહેરા પર લગાવવા ગઈ ત્યાં તો સાગર પોતાના રૂમ તરફ ઝડપથી દોડ્યો...પ્રિયા પણ તેની પાછળ દોડી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama