STORYMIRROR

Bhumi Joshi

Drama Romance Fantasy

4  

Bhumi Joshi

Drama Romance Fantasy

પ્રીતનું પાનેતર - 12

પ્રીતનું પાનેતર - 12

3 mins
172

ઘરના બધા લોકો ગાર્ડનમાં જમવામાં બીઝી હતા..પ્રિયા બધા માટે કેકના પિસિસ કરતી હતી ત્યાં પાછળથી અચાનક સાગરે આવી પ્રિયાના બંને ગાલ પર કેકનો મોટો પીસ ઘસી દીધો..અને હસવા લાગ્યો..આ જોઈ પ્રિયા સાગરના ગાલ પર કેક લગાવવા ગઈ ત્યાં સાગર પોતાના રૂમ તરફ દોડવા લાગ્યો..પ્રિયા પણ તેની પાછળ પાછળ દોડી..

હવે આગળ..

સાગર ખૂબ ઝડપથી સીડી ચડી પોતાના રૂમ તરફ વધુ ઝડપ થી દોડ્યો.. લાખ કોશિશ કરવા છતા પ્રિયા તેટલી ઝડપથી દોડી સાગરને પકડી નહોતી શકતી.

પણ સાગર જેવો રૂમમાં જવા જતો હતો ત્યાં પ્રિયાએ તેનો હાથ પકડી લીધો..પણ સાગરના પગમાં અચાનક સ્કેટિંગ શૂઝ આવતા તે સ્લીપ થયો ..તે સીધો તેના બેડ પર પડ્યો ..પ્રિયા એ તેનો હાથ પકડેલ હોવાથી તે પણ સાગરની ઉપર તેના બેડ પર પડી..

બંનેની કલ્પના બહાર સેકંડના ભાગમાં બધું થતા બંનેના દિલ જોર જોરથી ધડકી રહ્યા હતા..બંને ને એકમેકની ધડકન સંભળાઈ રહી હતી..બંને આટલી નજદીકી પહેલી વાર મહેસૂસ કરી રહ્યા હતા..પ્રિયાના લહેરાતા સુંદર કેશ સાગરના ફેસ પર બેફિકરાઈથી લહેરાઈ રહ્યા હતા.. પ્રિયાનું પરફૂમ અને પ્રિયાની મહેક જાણે સાગરને અજીબ અહેસાસ આપતી હતી.. પ્રિયાના ફેસ પર લાગેલી બધી કેક સાગરના શર્ટમાં લાગી ગઈ હતી.. મૌનના મહાસાગરમાં પણ જાણે ઘણી વાતો હતી. આ બધો નજારો સાગર અને પ્રિયા સિવાય અન્ય બે આંખો પણ જોઈ રહી હતી..બંને આ નજરથી અજાણ હતા.

સમય તો જાણે થંભી ગયો હતો પણ સાગરના મોબાઈલની રીંગ વાગતાં અચાનક બંનેને સમયનું ભાન થયું.. સાગરે રીંગ એમજ વાગવા દીધી.. ફોન હજુ તેના જિન્સના પોકેટમાં જ હતો. પ્રિયા સાગર પરથી ઊભી થવા ગઈ..પણ જેવી ઊભી થઈ કે ફરી તે સાગર પર પડી તેને થયું આ શરારત સાગરની છે પણ તેણે જોયું તો તેણે પહેરેલી ચેનમાં સાગરના શર્ટનું બટન અટવાઈ ગયું હતું..અને ચેનમાં એક નાનકડી ઘૂંચ પણ પડી ગઈ હતી.

હવે પ્રિયાને જલ્દીથી સાગરથી અલગ થવું હતું તેને કોઈ આવીને જોવે તો શું વિચારે તે ડર સતાવવા લાગ્યો..તે આ ગૂંથને ઉકેલવાની કોશિશ કરતી હતી. તેમ તે વધતી હતી..અને તેના કેકવાળા હાથે સાગરના વધ્યા ઘટયા શર્ટને પણ કેકથી ભરી દીધો..

પ્રિયાના ચહેરાના બદલાયેલા ભાવને જોઈ વાતાવરણને હળવું કરવા સાગર બોલ્યો..

"નકચડી તારી બધી કેક તો મારા શર્ટ પર જતી રહી ..તારે તો મારા ફેસ પર લગાવવી હતી ડિંગો ડિંગો.."

"અહીંયા મારો જીવ જાય છે અને આ હાલતમાં પણ તને મજાક સૂઝે છે.."

"કોઈ જોઈ જશે તો મારા વિશે શું વિચારશે..?"

પ્રિયાની હૈયાની વાત હોઠ પર આવી ગઈ.

સાગરને પણ પ્રિયાની વાત બરોબર લાગી તે બોલ્યો,

"પ્રિયા અહીંયા કોઈ નથી ..અને હું છું ને તું ચિંતા ના કર લાવ હું બટન જ તોડી દવ .."

અને એક ઝાટકે તેણે શર્ટનું બટન તોડી દીધું એટલે ઓટોમેટિક ચેનની ગૂંથી ખૂલી ગઈ..સાગરે પોતાના હાથનો સપોર્ટ કરી હળવેકથી પ્રિયાને ઊભી કરી અને પોતે પણ ઊભો થયો ..

હવે પ્રિયાના મનને હાશ થઈ..તે બોલી..

"કેક તો તને અવશ્ય લગાવીશ અને તે પણ આજે ઘરે જતા પહેલા ..આઈ ચેલેન્જ યૂ સાગર.."

"ઓહો હો.. .હું પણ જોવ તું કેમ લગાવે છે આઈ એક્સપ્ટ યોર ચેલેન્જ.."

"પણ જોજે ફરી વખત મારા પર ના પડતી..દેખાય છે તો કેટલી પાતળી અને વજન તો જો ..જાણે ભારેખમ બોરી પડી હોય તેવું લાગ્યું.. હાઈ રે મારો સુંદર ચહેરો સારું થયું ત્યાં વજન ના લાગ્યો.. નહીં તો બિચારો કરમાઈ જાત.."

"મને કોઈ શોખ નથી આમ તારા પર પડવાનો ..તે જ મને પાડી..અને હું કોઈ બોરી નથી .. ક્યાંક જાણી જોઈને તો તે નથી પાડીને આઈ મીન આ તારો પ્લાન તો નહોતો ને એટલે તું બીજે દોડવાના બદલે તારા રૂમ તરફ ગયો..( શરારત ભરી નજરે સાગરને ચીડવવા બોલી).."

બંનેની આ શરારત અને તકરાર ચાલી રહી હતી ત્યાં ફરી સાગરના ફોનની રીંગ વાગી..પ્રિયા સાગરની નજીક જ ઊભી હતી ..

સાગરે પોકેટમાંથી ફોન કાઢ્યો જોયું તો સ્ક્રીન પર મોનિકાનું નામ ફ્લેશ થઈ રહ્યું હતું..જે પ્રિયાએ પણ જોયું..સાગરે હજુ ફોન રીસીવ નહોતો કર્યો..

પ્રિયાને ચીડવવા સાગર બોલ્યો..

"મારે પડવું જ હોય તો હું મોનિકાને પસંદ કરું ..તને શું કામ કરું..? કેટલી સુંદર છે તે ..વળી મારો કેટલો ખ્યાલ રાખે છે..તારી જેમ વારેવારે ઝઘડતી તો નથી.."

આ વાત સાંભળતા જ પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો. તે ગુસ્સામાં પગ પછાડતી કોઈ જવાબ આપ્યા વગર રૂમમાંથી સડસડાટ નીચે ઉતરી ગઈ. નીચે આવી તે તરત હોલમાં આવેલ બાથ રૂમમાં જઈ ચહેરો ધોઈ, વાળ સરખા કરીને ગાર્ડન તરફ ગઈ.

સાગરને લાગ્યું કે કઈક વધારે પડતો મજાક થઈ ગયો. એટલે જ કશું કીધાં વગર જતી રહી હવે આ નકચડી ને મનાવવી અઘરી .. પણ મનાવવી તો પડશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama