Bhumi Joshi

Drama Romance Fantasy

4  

Bhumi Joshi

Drama Romance Fantasy

પ્રિતનું પાનેતર - 16

પ્રિતનું પાનેતર - 16

3 mins
168


(પ્રિયાના મમ્મી અને પપ્પા સાગરના ઘરે પાર્ટીમાંથી આવી પ્રિયા અને સાગર વિશે વાત કરતાં હોય છે.પ્રિયાના પપ્પા આ બાબતે સાગરના પિતા સાથે વાત કરવા વિશે વિચારતા હોય છે હવે આગળ..)

સૂરજ દાદા પોતાની લાલિમા લઈ ધરતીને રોશન કરી રહ્યા હતાં..પંખીઓ પોતાના મધુર કલરવ સાથે જાણે જગને જગાડી રહ્યા હતાં...સવારના આઠ થવા આવ્યા પણ સાગર હજી ઊંઘતો હતો.. ત્યાજ સાગરના મોબાઈલની રિંગ વાગી..રિંગનો અવાજ આવતા તે સફાળો જાગી ગયો ..જાગીને મોબાઈલ હાથમાં લીધો તો મોનિકાનો ફોન હતો તે બોલી..

"હેલ્લો સાગર ગુડ મોર્નિંગ.."

"કદાચ મે તને ઊંઘમાંથી ઉઠાડ્યો સોરી તારા અવાજ પરથી લાગે છે.."

"ગુડ મોર્નિંગ મોનિકા.."

"હા આજે ઉઠવામાં થોડું મોડું થયું.. સારું થયું તારો કોલ આવ્યો..બોલ શું કામ હતું..?"

"સાગર આપણે કોલેજ જવાના બદલે ડાયરેક્ટ શોપિંગમાં જઈએ તો ?"

"મારે થોડું બીજું પણ તારું કામ છે તે પણ થઈ જાય..જો તને પ્રોબ્લેમ ના હોય તો..તું વિચારીને કહી શકે છે.."

"અરે ઇટ્સ ઓકે મોનિકા રિલેક્સ .."

"આટલી ફોરમાલિટીઝ ની જરૂર નથી આપણે કોલેજ નહીં જઈએ એમ પણ એક દિવસ લેક્ચર નહીં ભરું તો કશું લૂંટાઈ જવાનું નથી..તું બોલ ક્યાં આવું ?"

"સાગર કોલેજ થી આગળ આવેલા મેકસ મોલમાં મળીયે ?

અને હા આજનો બ્રેકફાસ્ટ મારા તરફથી..કલાક પછી ડાયરેક્ટ ત્યાં જ મળીયે.. આ મોલ મે આવતા હતાં જોયો છે એટલે કહું છું બાકી તું જ્યાં કહે ત્યાં.."

"ઓકે મોનિકા ડન.. આગળનો પ્લાન ત્યાં મળી ડીસાઈડ કરીએ.. બાય સિયું સૂન.."

"બાય સાગર.."

ફોન મૂકી સાગર ફટાફટ રેડી થવા ગયો..શાવર લઈ ફ્રેશ થઈ બહાર આવી વોર્ડ રોબ ખોલ્યો..અનેક ટીશર્ટ ઉથલાવ્યા પછી રેડ કલારનું ટીશર્ટ ન્ડ બ્લુ જીન્સ પહેરીને બહાર આવ્યો.. અરીસા સામે ઊભો હતો ત્યાજ તેને પ્રિયાના ચહેરાનો ભાસ થયો..તેને લાગ્યું જાણે પ્રિયા મજાક કરી રહી હતી આટલી સજાવટ કોના માટે..?

પ્રિયાનો ખ્યાલ આવતાં જ તેને વિચાર આવ્યો કે પ્રિયા કોલેજ જવા નીકળે તે પેલા તેને મોનિકાનો પ્લાન જણાવી દવ ..નહીતો કાલની જેમ નારાજ થશે એક તો હજુ માંડ મનાવી છે.. તેણે પ્રિયાને ફોન લગાવ્યો.

પ્રિયા કોલેજ જવા માટે રેડી થતી હતી ત્યાં સાગરનો ફોન તેના મોબાઈલમાં આવ્યો..

હાય પ્રિયા કોલેજ જવા નીકળી ગઈ..?"

,"ના બસ થોડીવારમાં નીકળીશ.. "

"લીસન પ્રિયા હમણાં મોનીકાનો ફોન આવ્યો હતો એટલે હું કોલેજ જવાના બદલે ડાયરેક્ટ મેક્સ મોલમાં મળીશ ..તું કોલેજ મારી રાહ ન જોવે એટલે તને કોલ કર્યો.. બાય સાંજે મળીએ.."

પ્રિયાને સાગરની વાત સાંભળી ગુસ્સો તો બહુ આવ્યો પણ તે કંઈ બોલી નહીં અને બાય કરી ફોન મૂકી દીધો..

પ્રિયાને સાગરના જતા પહેલા તેને એક નજર જોવાનું ખૂબ મન હતું..તે બહાર પોતાના ઘરના ગાર્ડનમાં આવી જોયું તો સાગર ગાડી લઈ પોતાના ગેટની બહાર નીકળી રહ્યો હતો.. બંનેની નજરો મળી સાગરે પ્રિયાને નજીક બોલાવી ..પણ પ્રિયાએ એક સુંદર સ્માઈલ આપી બાય કહ્યું..અને સાગર જતો રહ્યો..પ્રિયા તેને અપલક નજરે જતા જોઈ રહી.

પ્રિયાના પપ્પા આજે ઘરેથી સાગરની કંપનીમાં જવા નીકળ્યા.. ત્યારે રસ્તામાં તેને રાતે ભાવનાબેનને કરેલી વાતો યાદ આવતી હતી.. તેણે મનોમન નક્કી કર્યું કે આજે ઓફિસ પહોંચી સાગરના પિતાને પ્રિયા અને સાગરના સંબંધની વાત જરૂર કરશે અને તેનું આ બાબતે મન પણ જાણશે.

આમ તો સાગરના પિતા સાથે તેને વર્ષો પુરાની મૈત્રી હતી..સાગરનો ઋતબો, પૈસો ક્યારેય તેની મિત્રતા વચ્ચે આવ્યો નહતો..પોતે કોઈ પણ વાત તેના જીગરી મિત્ર ધનસુખ ને કહી શકતા (સાગરના પિતા) ..પણ આજે પોતે એક દીકરીના બાપ હતાં..અને જ્યારે કોઈ પણ બાપ પોતાની દીકરીની સંબંધની વાત સામે ચાલીને કરે ત્યારે એક અજીબ વિવશતા અનુભવે છે..તેનો પગ ભારે થઈ જાય છે..દિલની ધડકનો તેજ થઈ જાય છે..ક્યાંથી શરૂ કરવું તે સમજાતું હોતું નથી.

મનસુખભાઈ (પ્રિયાના પિતા) અત્યારે એજ વિવશતા અનુભવતા હતાં..વિચારોમાં ને વિચારોમાં ક્યારે તે કંપનીની ઓફિસ પહોંચી ગયા તેનો તેને ખ્યાલ જ ના રહ્યો..તે ભારે પગલે ધનસુખભાઈની કેબીન તરફ ચાલ્યા.

રોજ તો તે ગમે ત્યારે કોઈ પણ નોક વગર તેની કેબીનમાં દાખલ થઈ જતાં..પણ આજની વાત જુદી હતી..તે દિલ અને દીમાગ વચ્ચે કશ્મકશ અનુભવતા હતાં ત્યાં તેની નજર કેબીનમાં ગઈ તેણે જોયું તો ધનસુખભાઇ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ખૂબ હસી હસીને વાત કરી રહ્યા હતાં..તેમના હાવભાવ પરથી તેમને લાગ્યું કે કોઈ ખુશીની વાત તેવો કરી રહ્યા છે..

મનસુખ ભાઈ તેમના બહાર આવવાની રાહ જોઈ બહાર ઊભા હતાં.. ત્યાં જ ધનસુખ ભાઈએ ઈશારો કરી તેને અંદર બોલાવ્યા.. તે અંદર ગયા .. ધનસુખ ભાઈ તેમજ તે અજાણી વ્યક્તિની વાત સાંભળી પ્રિયાના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.. તેની આંખો આગળ અંધારા છવાઈ ગયા.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama