વઢકણી વહુ
વઢકણી વહુ


"હા..હવે તું સમજાવીશ મને...મારે ઘરમાં કેમ રહેવું ને કેમ ઉઠવું બેસવું...?" બરાડતા જશુબેન પાટ પર ધબ લઈને બેઠા.એનો ગુસ્સો સાતમા આસમાને હતો.
"આજકાલની આવેલી..ને મારી લાવેલી.. મને સમજાવે છે. મારે રસોડામાં જવાનું નહીં તારા માબાપે સંસ્કાર નાખ્યાં છે કે નહીં?"આટલું આટલું બોલવા છતાં જશુબેનનાં દિકરા રાજેશની વહું રીના એક શબ્દ ના બોલી એટલે જશુબેનવધુ ગુસ્સે થયા.
આખો દિવસ તણાવમાં ગયો રાજેશ તો હા બોલે હાથ કપાય ને ના કહે તો નાક,એવી હાલત થઈ ગઈ હતી.
સાસુ વહુંની તૂ તૂ મેં મેં એ રાજેશની ઉદાસ કરી મુક્યો હતો.
સાંજ વેળાએ જશુબાએ દિવાબત્તી કરી, ભગવાનને પ્રાર્થના કરી...
"હે ભગવાન મારા ઘરમાં સુખ શાંતિ આપજે ને મારી વહું હજુ છોકરું છે તો એને સમજદારી આપજે હું તો ખર્યું પાન..પણ મારાથી કંઈ ભાંગલા-તૂટલાં શબ્દો બોલાયા હોય તો મને માફ કરજે...એ બિચાળી બધું છોડીને પારકાં પોતાનાં કરવા આવી છે" અને જશુબેન માળા કરવા બેસી ગયા.
રીનાએ ભગવાન પાસે કરગરતી સાસુને જોઈને જીવ બળી ગયો...
"અરે રે..હુંય શું.. ભુંડી...મારી સાસુએ આ બધું આમારા માટે તો ભેગુ કર્યું છે. અને હું જ આખો દિવસ એને ટોક ટોક કરું ને ક્યાંય હાથ મુકવા નથી દેતી, એના ઘરમાં એનુ જ ના ચાલે? હે ભગવાન..."
બીજા દિવસે રીનાએ ફટાફટ કામકાજ પતાવી દીધું. જશુબેન એમ કાંઈ નમતું ના પડવા દે એટલે એ ચૂપચાપ મો ફુલાવી બેઠાં હતાં.
ત્યાંજ રીના આવીને જશુબેનને "હેપી મધર ડે મમ્મી"
કહીને જશુબેનનાં પગમાં પડી ગઈ. જશુબાને એટલુંજ જોતું હોય !! એ ખોટો ગુસ્સો કરી,
"હા આવી મોટી હેપી...આમ તો આખો દિવસ મારી મા હોય એમ વઢતી રહે છે"
"હા બા તમારી વાત સાચી છે હું છુ જ વઢકણી વહું
પણ બા તમને કામ કરતા કંઈ વળે કરે તો?
"તમે છોને બધાં" કહેતા બા હસી ગયાં.
હા મમ્મી અમે બધા છીએ જ પણ મમ્મી....અમારી પાસે તમારા સિવાય કોઈ નથી મમ્મી...મારી મમ્મીતો ક્યારની... એ આગળ ના બોલી શકી.
ત્યાંજ જશુબેન તાડુક્યા...બોલતી નહિ ક્યારેય હું છું હજી બાર વરસની...તારી મા...આટલું સાંભળતાં રીના જશુબેનને વળગી પડી...અને જશુબેનનો હાથ રીના પર પ્રેમથી ફરતો જોઈને,
રાજેશ જોઈ રહ્યો...અને સ્વગત બબડયો...
"આજ ખરા અર્થમાં મધર ડે ઉજવાઈ રહ્યો છે"
ભાવવિભોર બની સાસુ-વહુંને જોઈ રહ્યો..!