વૈરાગ્ય તરફ
વૈરાગ્ય તરફ
મિત અને મિનલ બંને એકસાથે એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. મિત અને મિનલનું કોલેજમાં એક ગૃપ હતું. તેઓ હંમેશા સાથે જ જોવા મળે. કોલેજના કોઈપણ કાર્યક્રમને સફળ બનાવવો તેમના માટે ડાબા હાથનું કામ.
મિત અને મિનલની મૈત્રી પુરી કોલેજમાં જાણીતી. તેઓ બંને સાથે હોય તો કોઈ પણ કામ સફળ જ રહે. કોલેજના બધા જ વિદ્યાર્થીઓ તેમની પાસે મદદ માટે આવે. તેમનો સ્વભાવ દયાળુ. સૌ કોઈની મદદ તેઓ કરે.
એક વખત કોલેજમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા જવાનું હતું. કોઈ તૈયાર ન થાય. આટલી મોટી સ્પર્ધામાં સફળતા મળે જ એની શું ખાતરી ?
"હોય જો હૈયામાં હિંમત
તો કામ નથી કંઈ અશકય."
પરંતુ મિત અને મિનલ તો ખતરો કે ખેલાડી. તેમને અશક્ય કામ કરવામાં જ વધારે મજા આવે. તેમણે આ તક ઝડપી લીધી. તેમાં સફળ થવા રાત દિન જાગીને મહેનત કરી.
"કરેલી મહેનત અસફળ થતી નથી."
આ સ્પર્ધામાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજા નંબરે વિજેતા થયા. સમગ્ર દેશમાં કોલેજનું નામ પ્રખ્યાત કરી દીધું. કોલેજના દિવસો પૂર્ણ થયા. કોલેજ છોડવાનો સમય આવ્યો. મિતે મિનલ પાસે એક પ્રસ્તાવ મૂક્યો. "આપણે બંને સાથે હોય તો કોઈ પણ કામ સફળ બને જ છે. તું મારો જિંદગીભર સાથ આપીશ ?"
મિનલે કહ્યું," હું મારા માતપિતાને એક માત્ર સંતાન છું. એ લોકો મારા માટે જે નિર્ણય કરે તે મને મંજૂર છે. તેનાથી વિરુદ્ધ જઈને હું કોઈ પણ કામ કરવા માંગતી નથી. હું પણ જાણું છું મારી સફળતા તું છે. પણ કદાચ એ અહીં સુધી સીમિત હોય.
મિત તેના વગર જીવનમાં આગળ વધવા માંગતો ન હતો. તે પછી તેણે સંસાર સુખ ત્યાગ કરી વૈરાગ્ય તરફ વળ્યો. અને ભગવાનની ભક્તિમાં જીવન પસાર કર્યું.
મને લાગ્યો ભકિતનો રંગ
મને નથી જીવનનો મોહ
આ છે જીવનને સંગ સંગ.
