Spardha Mehta

Tragedy Thriller

3  

Spardha Mehta

Tragedy Thriller

વાત એક પળની

વાત એક પળની

1 min
568


કહેવા માટે તો તે એક પળ જ હતી..આંખ નો પલકારો થાય તેટલા સમયની જ..પણ તે કોઈ સાધારણ પલ ન હતી..તેમાં આઈ. સી. યુ ના મોનીટર પર ચકર- વકર ફરતી એક નજર હતી, તેમાં સમગ્ર લાગણી, બુધ્ધિ, તર્ક અને સંબંધની કસોટી હતી..જો તે પળને સૂક્ષ્મ દર્શકયંત્ર નીચે મૂકવામાં આવે અને ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો તે ઘણી વિશાળ અને ગંભીર હતી. તેમાં લોહીના સંબંધથી તરબોળ અને સ્મરણોથી

ભીની લાગણીઓ ને યંત્રના કાચ નીચે મેં ડૂસકાં ભરતી જોઈ..તે એક કાયમી નિર્ણય માટે ' હા ' પાડવા તૈયાર ન હતી..પણ નિષ્ઠુર બુદ્ધિ અને " સમય સામે કોઈ નું ચાલતું નથી " તે દર્શાવતો તર્ક - આ બંને કાચ નીચે

સ્પષ્ટ અને સ્થિર દેખાતા હતા. અંતે તો 'સમય'ની જ જીત થઇ.. અને તે ગમગીન દીકરી એ જીભથી નહિ,પણ લાચાર નજરથી સંમતિ આપી.. તે પળે જ વેન્ટિલેટરની સ્વીચ બંધ થઈ.. મોનીટર પર એક સીધી લાઈન દેખાઈ...અને કેટલાય દિવસોથી કોમામાં ગયેલી જનની એક અશ્રુભીની પળમા સમેટાઈ ગઈ..સદાય ને માટે...!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy