STORYMIRROR

Spardha Mehta

Tragedy

3  

Spardha Mehta

Tragedy

સરપ્રાઇઝ

સરપ્રાઇઝ

1 min
450

વરસાદની તે યાદગાર સાંજ પ્રિયા માટે ઘણી સરપ્રાઈઝ લઈને આવી હતી...

પહેલી સરપ્રાઈઝ તો એ કે વણનોતર્યા અતિથિની જેમ વરસાદ અચાનક જ આવી ગયો!!

 બીજી, ઘરકામ કરતી મંજુ નો ' તે આજે નહીં આવે ' નો મેસેજ!!!


  છતાં પ્રિયાએ મન મનાવ્યું. રાત્રે પિકચરનો પ્રોગ્રામ હતો. તેથી ફટાફટ કામ પતાવી, દસ મહિના ના ' ટીકુ ' ને તૈયાર કર્યો. ત્યાં મોબાઈલ રણક્યો...

" વરસાદ ના કારણે પાણી ખૂબ ભરાયું છે.

રસ્તામાં ગાડી અટકી છે. આજે કદાચ.." 

અકળાયેલી પ્રિયા એ પૂરી વાત સાંભળ્યા વગર

ફોન મૂકી દીધો.


  હવે બે બાજુ વરસાદ વરસતો હતો..એક બહાર અને બીજો પ્રિયા ની આંખોમાં!!!

  શાંત રૂમમાં અચાનક એક મધુર શબ્દ રણક્યો, જે પ્રિયા માટે ખરેખર સરપ્રાઇઝ હતી..

નાનકડો ટીકુ તેના રડમસ ચહેરા સામે જોઈ, જાણે તેને મનાવતો હોય 

તેમ બોલ્યો , " મમ્મી".


આ શબ્દ તે પહેલીવાર ક્યારે બોલશે તે માટે પ્રિયા ખૂબ ઉત્સુક હતી.

અને ટીકુ ના આ ટહુકાથી વરસાદની તે સાંજ તેના માટે સુખદ સરપ્રાઇઝ બની ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy