નિર્દોષ સમજ
નિર્દોષ સમજ


આજે મલ્હારની સ્કૂલમાં પેરેન્ટ મીટીંગ હતી. મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરતી તેની મમ્મી પ્રયોષાને ક્લાસ ટીચરે તેની નોટ વાંચવા આપી. જેમાં સ્કૂલ તરફથી વૃદ્ધાશ્રમની થયેલી મુલાકાત વિશે
લખવાનું હતું. લખાણ કંઇક આ મુજબ હતું...
" જેમ મમ્મી મને રોજ ડે કેરમાં મૂકીને ઓફિસ જાય છે અને કહે છે કે હું તારા માટે બહુ પૈસા લાવીશ, તેમ હું મોટો થઈ મમ્મીને પેલા ઘરડાઘર માં મૂકીને ઓફિસ નહિ જઉં. "
એક હોંશિયાર ' મા ' હોવાનો ગર્વ કરતી અને કંપનીમાં " બેસ્ટ પરફોર્મન્સ "નો એવોર્ડ જીતેલી પ્રયોશા તે માસૂમની સમજ આગળ હારી ગઈ.