Dina Vachharajani

Drama

4.6  

Dina Vachharajani

Drama

વાંઝણી ઈચ્છા

વાંઝણી ઈચ્છા

1 min
696


મૂડ ન હોવાથી ઑફિસમાં ગુલ્લી મારીને ઇશા મોડી ઊઠી. આ ન ઞમતીલી લાગણીઓને સમજવા આયનામાં પોતાની જાત પર નજર નાંખી....પાંત્રીસ વરસની સુંદર કાયા,નાનું પણ મહાનગરમાં સપના સમ પોતાનું જ ઘર,અંશ જેવો પતિ- બધું જ પરફેક્ટ... પછી આ ન ઞમતીલી લાગણીઓ?


કોફીનો મગ લઈ એ બાલ્કનીમા આવી.નીચે સ્કૂલ બસની રાહ માં ઉભેલા નાના ભૂલકા, બાલ્કનીમાં રાખેલ ગુલાબનાં છોડ પર આવેલી અસંખ્ય કળીઓ, સામે છજામાં ધૂં ધૂં કરતા કબૂતરના બચ્ચાં....મન ન લાગતા એ પાછી અંદર આવી. અચાનક એને નાનપણની બાર્બી ડોલ યાદ આવી. કબાટમાંથી કાઢી કોર્નર ટેબલ પર ગોઠવી એ દિવાસ્વપ્નમાં ખોવાઈ ગઇ. જેમાં એ જોતી હતી પોતાના ખોળામાં રમતી એક નાની શી પરી! દરવજાની ધંટીએ એની તંદ્રા તોડી. કુરિયર બોય કવર લઇ ઉભેલો. કવરમાં હતો ઘર માટે લીધેલ લોનનાં હપ્તા ભરવાનો રીમાઈનડર. ઇશાને લાગ્યુ આ કાગળ લાંબો થતો થતો એની આસપાસ ભરડો લઇ રહ્યો છે. એમાં જોડાતાં જાય છે બીજી અનેક લોન અને આ મહાનગરમાં જીવવાનાં ખર્ચ ના અસંખ્ય બીલ. હવે તો જાણે શ્વાસ પણ રૂંધાય છે. એણે જોરથી માથું ઝાટકયુ, શ્વાસ તો મોકળો થયો પણ જરૂરિયાતના જંગલમાં એની ઈચ્છા અટવાઈ ઞઇ!


બાર્બીડોલ ને કબાટમાં પૂરી, બાલ્કનીનો દરવાજો જોરથી બંધ કરી ઓફિસના કામ માટે એ લેપટોપ ખોલી બેસી ઞઇ.


Rate this content
Log in

Similar gujarati story from Drama