Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

ઊટી ભાગ ૩૪

ઊટી ભાગ ૩૪

10 mins 386 10 mins 386

(અખિલેશ અને વિશ્વા એકબીજાને મળે છે તેના બીજે દિવસે અખિલેશ દીક્ષિતને મળવાં માટે દીક્ષિતની ચેમ્બરમાં જાય છે, અને અખિલેશ પોતાની સાથે ગઈકાલે જે ઘટના બની હતી તે આખી ઘટનાં દીક્ષિતને વિગતવાર જણાવે છે, એવામાં દીક્ષિતને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ તે મિ. ધ્રુવ પટેલને કોલ કરે છે,અને પોતાની ચેમ્બરમાં આવવાં માટેની સૂચના આપે છે, પછી માલુમ પડે છે કે વિશ્વા એ ધ્રુવ પટેલની શાળી છે, અને વિશ્વાની બહેન શિલ્પાએ ધ્રુવપટેલની પત્ની છે,આથી દીક્ષિત અખિલેશ વતી ધ્રુવ પટેલ પાસે અખિલેશ અને વિશ્વાનાં લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે, અને ધ્રુવ પટેલ પણ હસતાં ચહેરે દીક્ષિતે મુકેલ પ્રસ્તાવ સ્વીકારી લે છે, અને દીક્ષિતની ચેમ્બરમાં ચારે બાજુ ખુશ ખુશાલી છવાઈ જાય છે, ત્યારબાદ અખિલેશ આંખોમાં આંસુ સાથે ભાવુક થતાં દીક્ષિતને ગળે મળે છે, ત્યારબાદ અખિલેશ ધ્રુવ પટેલ અને દીક્ષિતનો બે હાથ જોડીને આભાર માને છે)

આ બનાવનાં છ મહિના બાદ….

સ્થળ - હોટલ મરીન પ્લાઝા.

સમય - સવારનાં 10 કલાક.

મરીન પ્લાઝા હોટલએ મુંબઈની ખુબ જ ફેમસ અને આલીશાન હોટલ છે, આ હોટલમાં પ્રવેશતાની સાથે જ માનો કે સ્વર્ગમાં આવી ગયાં હોય, તેવી અનુભૂતિ થાય, એકદમ વિશાળ એરિયામાં પથરાયેલ આ હોટલ મુંબઈની નામાંકિત કે ટોપ ફાઈવ હોટલોમાંથી એક હોટલ છે, જેમાં શહેરની મોટી - મોટી હસ્તીઓ પોતાનાં ઘરે આવતાં સામાજિક પ્રસંગો જેવાં કે મેરેજ ફંક્શન, એંગેજમેન્ટ ફંક્શન, રિસેપશન, બેબી સાવર ફંક્શન, વગેરે માટે આ હોટલનું બુકીંગ કરાવતાં હોય છે, આખી હોટલ એક મહેલ જેવી જ લાગી રહી હતી, આ હોટલનું એન્ટીરિયર અને એક્સટિયર એટલુ સુંદર બનાવેલ હતું કે આ હોટલમાં આવનાર સૌ કોઈની આંખો અંઝાય જાય.

પરંતુ આજે આ મરીન પ્લાઝા હોટલની શોભામાં જાણે ચાર ચાંદ લાગી ગયાં હોય તેવું લાગતું હતું, આ ભવ્ય અને વિશાળ હોટલ રંગબેરંગી લાઈટોથી ડેકોરેટ કરવામાં આવેલ હતી, હોટલના ફર્સ્ટ ફ્લોર પર આવેલા હોલને અલગ - અલગ પ્રકારના રંગો વાળા અવનવાં ફૂલો વડે સુશોભિત કરવામાં આવેલ હતો, જેમ મોર કલગી મોરનાં સૌંદર્યમાં વધારો કરે તેમ આ ફૂલો આખા હોલની શોભામાં વધારો કરી રહ્યાં હતાં અને આખા હોલમાં પોતાની મનમોહક ખુશ્બુ પ્રસરાવી રહ્યાં હતાં….હોટલની બહારની તરફ આવેલાં પાર્કિંગમાં મોંઘી દાટ ભારે કારો પાર્ક થયેલ હતી...જેમાં બી.એમ.ડબ્લ્યુ, હોન્ડા સીટી, હોન્ડા અમેઝ, એક્ષ. યુ.વી, મરસીડીઝ વગેરે પાર્ક થયેલ હતી.

ધીમે - ધીમે બધાં મહેમાનો આવવાં લાગ્યાં, જે બધાનો પહેરવેશ જોતાં માલુમ પડી રહ્યું હતું કે મરીન પ્લાઝા હોટલનાં ફર્સ્ટ ફ્લોર પર જરૂર કોઈ માલદાર કે સધ્ધર પરિવારનો લગ્ન પ્રસંગ હોય, ધીમે - ધીમે આખો હોલ આમંત્રિત મહેમાનોથી ભરાય ગયો,જેમાં આગલી હરોળ ખાસ મહેમાનો માટે ખાલી રાખવામાં આવેલ હતો, હોલમાં પાછળની તરફ ત્રણ મોટાં - મોટાં ફોટા મુકવામાં આવેલા હતાં, જેમાંથી એક ફોટોમાં અખિલેશ અને વિશ્વાનો ફોટો હતો અને તેની નીચે લખેલ હતું "અખિલેશ વેડ્સ વિશ્વા….! જ્યારે બીજો ફોટો અખિલેશની બહેન સોનલ અને તેના મેરેજ જેની સાથે થવાનાં હતાં તે નિશાંતનો હતો, તેની નીચે લખેલ હતું…"સોનલ વેડ્સ નિશાંત..", જ્યારે ત્રીજો જે ફોટો હતો તે એક પડદાથી કવર કરેલો હતો, હોલમાં બેસેલાં દરેક મહેમાનોના મનમાં એ પ્રશ્ન હતો કે આ ત્રીજો ફોટો કોનો છે….? શાં માટે આ ત્રીજા ફોટાને કવર કરવામાં આવેલ છે….? અખિલેશ અને તેની બહેનનાં જ આજે મેરેજ હતાં તો પછી આ ત્રીજો ફોટો શાં માટે અહીં મૂકવામાં આવેલ હતો….? - આવાં વગેરે પ્રશ્નો ઉપસ્થિત મહેમાનોને સતાવી રહ્યાં હતાં.

એવામાં દીક્ષિત પોતાની સાથે ખાસ આમંત્રિત મહેમાનોને લઈને આવે છે, જેમાં ધ્રુવ પટેલ, શિલ્પા પટેલ, અખિલેશનાં માતા એટલે કે વર્ષાબેન, ડૉ. રાજન, ડૉ. અભય, હનીફ, સલીમભાઈ, અભિમન્યુ (ડી.એસ.પી), રાહુલ અગ્રવાલ (તેની કોલેજના પ્રિન્સિપાલ), અનિકેત શર્મા (વિશ્વાનાં કલાસ ટીચર)...વગેરેને આગળની હરોળમાં બેસાડે છે..

એવામાં નવવધૂ અને વરરાજાના પહેરવેશમાં પહેલાં અખિલેશ અને વિશ્વા પ્રવેશે છે, ત્યારબાદ નિશાંત અને સોનલ પ્રવેશે છે….પછી સોળે શણગારમાં સજીને એક કન્યા આવે છે, આ જોઈ હાજર રહેલા તમામ મહેમાનોની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ, હાજર બધાં મહેમાનો વિચારી રહ્યાં હતાં કે કંકોત્રીમાં તો માત્ર બે જ યુવા જોડાનો જ ઉલ્લેખ કરેલ હતો, તો આ ત્રીજી કન્યા કોણ હશે….?" 

અખિલેશે આમંત્રિત મહેમાનોની ઉત્સુકતા કે જિજ્ઞાશને પામી ગયો હોય તેમ આગળ આવીને એ બધાં મહેમાનો જણાવતાં બોલે છે કે….

"તમારા બધાની ઉત્સુકતા કે આતુરતા વિશે હું સમજી શકુ છું, તમને આપવામાં આવેલ કંકોત્રી પર માત્ર મારું અને મારી બહેન સોનલનું જ નામ લખેલ હતું, તો આ ત્રીજી કન્યા કોણ છે એ જ તમારે બધાને જાણવું છે ને..?" - અખિલેશ બધાં મહેમાનોની સામે જોતાં બોલ્યો.

"હા ! અખિલેશ !" - આમંત્રિત મહેમાનમાંથી એક મહેમાન બોલ્યાં.

ત્યારબાદ અખિલેશ હોલની પાછળની તરફ પડદા વડે જે ત્રીજો ફોટો કવર કરેલ હતો, તે ફોટા પાસે જાય છે અને એક ઝાટકા સાથે એ પડદો હટાવે છે, આ પડદો હટતાંની સાથે જે ફોટો બધાં મહેમાનો એ જોયો, તેને લીધે તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ, કારણ કે તે પડદા વડે કવર કરેલો ફોટો બીજા કોઈનો નહીં પણ "ડૉ. અભય અને સાક્ષીનો" હતો, જેમાં નીચે લખેલ હતું “ડૉ. અભય વેડ્સ સાક્ષી."

આ જોઈ બધાં મહેમાનો તો નવાઈ લાગી પરંતુ સૌથી વધુ નવાઈ ડૉ. અભયને લાગી, સાથે સાથે મનનાં કોઈ એક ખૂણામાં અનંત આનંદ પણ પ્રસરી રહ્યો હતો, કારણ કે જાણે અખિલેશ પોતાના મનની વાત કહ્યાં વગર જ સમજી ગયો હોય તેવું ડૉ. અભયને લાગી રહ્યું હતું, ડૉ. અભય તો મનોમન ખુબ જ ખુશ હતાં, કારણ કે તે પણ સાક્ષીને લાઈક કરતાં હતાં, પરંતુ ઊટીથી જયારે પરત ફર્યા પછી એક વિરામ આવ્યો હોય તેવું ડૉ. અભયને લાગી રહ્યું હતું, ઊટીથી પરત ફર્યા બાદ ડૉ. અભયનાં મનમાં એક પ્રશ્ન હતો કે પોતે સાક્ષીને ફરી મળી શકશે કે નહીં….? પરંતુ સાક્ષી આવી રીતે પોતાની નજર સમક્ષ દુલહનના પહેરવેશમાં ફરી મળશે….એવું ડૉ. અભયે મનમાં પણ વિચારેલ ન હતું….આ જોઈ ડૉ. અભયની આંખોના ખૂણામાંથી ખુશીઓનાં આંસુ ડોકિયું કરવાં લાગ્યાં હોય તેમ ભાવુક થતાં બોલ્યાં.

"અખિલેશ ! તું ખરેખર મહાન છો…મેં તને કઈ જણાવ્યું પણ ન હોવાછતાં પણ મારા મનની વાત સમજી ગયો, હું તારો કેવી રીતે આભાર માનું એ મને સમજણ નહીં પડી રહી...પરંતુ તને એ બાબતનો કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું સાક્ષીને પસંદ કરું છું, અને એની સાથે લગ્ન કરવાં માંગુ છું….? 

"સાહેબ ! આ વાત હું, દીક્ષિત અને ડૉ. રાજન ફરીવાર જ્યારે ઊટી આવ્યાં ત્યારની છે, ઊટીમાં આપણે જ્યારે સિલ્વર સેન્ડ હોટલમાં રોકાયેલાં હતાં, ત્યારે એક દિવસ સવારે હું મને થોડીક મૂંઝવણ લાગતી હોવાથી બહાર બગીચે જવાં માટે હોટલથી નીકળ્યો હતો, તેવામાં મારા માથા પર કોઈએ કઈક માર્યું હોય તેવો ભાસ થયો… આથી મને થોડોક ગુસ્સો આવ્યો પછી મેં નીચે નજર કરી તો ત્યાં એક ડૂચો વાળેલ કાગળ હતો, જેમાં તમે સાક્ષીને સંબોધીને લખેલ હતું કે, " સાક્ષુ ! હું તને મારા દિલથી પ્રેમ કરું છું, જ્યારે મેં તને પહેલીવાર હોટલનાં રિસેપશન કાઉન્ટર પર ઉભેલ જોઈ હતી, ત્યારે જ તને જોઈને હું તારા પર મોહિત થઈ ગયો હતો, તારું એ પ્રોફેશનલ કાળા રંગનું શૂટ અને સ્કર્ટ, એમાં પણ તે લગાવેલ રેડ રંગની ટાઈ વગેરે જાણે તારા રૂપની ચાડીઓ ખાય રહ્યું હોય તેમ તારા શરીરની શોભામાં વધારો કરી રહ્યું હતું, તારી બીજાને મદદ કરવા માટેની નિખાલસતા, હળવાં સ્મિત સાથે તારી વાત કરવાની એ અદા મને મારકણી લાગી રહી હતી, એકદમ તારું આ સુડોળ શરીર જાણે ફિટનેસ માટેનાં કોઈ આઇકોન સમાન હોય તેવું મને લાગી રહ્યું હતું, તારા એકદમ સ્વચ્છ, સુંદર અને સુંવાળા તારા વાળ અંબોડામાં વધુ સુંદર લાગી રહ્યાં હતાં…..દર્દીઓની સેવા કરવામાં જાણે હું એ બાબત જ ભૂલી ગયો હોય કે અંતે હું પણ એક વ્યક્તિ જ છું, મારી પાસે પણ એક દિલ છે, જે હાલમાં પણ મારા શરીરમાં ધબકી રહ્યું છે...પરંતુ આખી દુનિયામાંથી તું જ પહેલી યુવતી હોઇશ...કે જેણે મને આ બાબતનુ ભાન કરાવ્યું…..તારો જ એક ચાહવા વાળો…." - અખિલેશ આખી ઘટનાં જણાવતાં બોલે છે.

"તો પછી તને એ કેમ ખબર પડી કે એ લેટર મેં જ લખ્યો છે…?" - ડૉ. અભય આતુરતાપૂર્વક અખિલેશને પૂછ્યું.

"સાહેબ ! પ્રેમ વસ્તુ જ એવી છે કે તે જ્યારે કોઈપણ વ્યક્તિને થાય તો આ જિંદગી પણ આપણને વધુ વ્હાલી લાગવા માંડે...સાહેબ આ સમયે તમારા હૃદયમાં સાક્ષી પ્રત્યે ધોધમાર વરસાદ રૂપી લાગણીઓનો ધોધ વહી રહ્યો હતો….જે તમે એક કાગળ પર લખેલ હતો….પરંતુ આ સમયે તમેં સાક્ષીનાં પ્રેમમાં એટલાં બધાં લાગણીવશ થઈ ગયાં હતાં કે તમને એ પણ ખબર ના રહી કે તમે તમારી લાગણીઓ જે કાગળ પર લખી રહ્યાં હતાં, તે કાગળ તમારા જ નામનું, તમારી જ હોસ્પિટલનો પ્રિસ્ક્રિપ્શન લેટર હતો." - અખિલેશ આખી ડિટેઇલ જણાવતાં બોલે છે.

"પરંતુ ! અખિલેશ સાક્ષી….મારી સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ ગઈ….? મેં તો તેને મારા હૃદયમાં તેના પ્રત્યે શું લાગણી છે તે તો જણાવ્યું જ નથી...તેમછતાં પણ..?" - ડૉ. અભયે પોતાના મનમાં રહેલ પ્રશ્નનું સમાધાન કરવાં માટે અખિલેશને પૂછ્યું.

"સાહેબ ! સાક્ષી પણ તમને લાઈક કરતી જ હતી, એ તમારી સામે જે પ્રેમ ભરેલ નજરોથી જોઈ રહી હતી તે જોતાં જ મને ખ્યાલ આવી ગયો હતો, કે સાક્ષી પણ તમને લાઈક કરે છે….જરૂર હતી તો બસ એક પહેલ કરવાની...પરંતુ સાહેબ મને અફસોસ એ વાતનો રહી ગયો હતો કે તમેં બનેવ એકબીજાને લાઈક કરતાં હોવા-છતાં પણ પોતાની એકબીજા પ્રત્યેની લાગણી જણાવી શક્યા ના હતાં, આથી મેં એક મીડિયેટર બનીને તમારા બંનેના પ્રેમને સફળ બનાવવા માટે મહેનત કરી…...મેં જ્યારે સાક્ષીને જણાવ્યું કે ડો. અભય તને લાઈક કરે છે, તો આ સાંભળીને સાક્ષીને મારી વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

આ સાંભળીને સાક્ષીએ મને કહ્યું કે અખિલેશ તમે મારી સાથે જુઠું બોલી રહ્યાં છો, હું એક સામાન્ય રિસેપનિસ્ટ અને ડૉ. અભય તો એક નામચીન અને મોટાં ફેમસ ડોક્ટર છે તો એ મને થોડીને લાઈક કે લવ કરે….આમ સાક્ષીને મારી વાત પર કોઈપણ પ્રકારે વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી તમે જે લેટરમાં તમારી લાગણી સ્વહસ્તે લખેલ હતી, તે લેટર બતાવ્યો, આમ છતાંપણ સાક્ષીને એ બાબતનો વિશ્વાસ નહોતો આવી રહ્યો હતો કે આ લેટર તમે લખેલ હતો, આથી ખાતરી કરવાં માટે તેણે તમે હોટલનાં રજીસ્ટરમાં તમારી જાતે જે એન્ટ્રી કરેલ હતી, તેની સાથે અક્ષરો સરખાવ્યાં, બને અક્ષરો એક જ હતાં, આ જોઈને સાક્ષી જાણે થોડીક ક્ષણો માટે પોતાનું ભાન ભૂલી ગઈ હોય, તેમ એકદમ નિખાલસ બનીને ઝૂમવા લાગી….ત્યારબાદ મેં અને સાક્ષીએ તમને સરપ્રાઈઝ આપવાં માટે આ પ્લાન બનવેલ હતો…..અને જેમાં હું અને સાક્ષી સફળ પણ રહ્યાં છીએ……!" - અખિલેશ ડૉ.અભયને આખી ઘટનાં વિગતવાર જણાવે છે.

"અખિલેશ ! તારો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે….જો તે અમને મદદ ના કરી હોત તો કદાચ અમારો પ્રેમ અધૂરો રહી જાત….અને મને આ "લવ" નામનાં શબ્દ પરથી કાયમિક માટે વિશ્વાસ ઉઠી જાત…!" - ડૉ. અભય અખિલેશની સામે જોઇને બોલ્યાં.

"સાહેબ ! તમારે મારો થોડીને આભાર માનવાનો હોય… ઉલ્ટાનો મારે તમારો આભાર માનવો પડે...તમારા મારા પર ઘણા બધાં ઉપકાર રહેલાં છે જેની સામે તો આ કંઈ ના કહેવાય….જો તમે અને રાજન સરે મારી મદદ ના કરી હોત તો હું હાલમાં કોઈ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયેલો હોત….અને રિબાઈ રહ્યો હોત….!" - અખિલેશ ડૉ. અભય અને ડૉ. રાજનનો આભર માનતાં બોલ્યો.

આ સાંભળી ડૉ. અભય એકદમ લાગણીશીલ બની જાય છે, અને અખિલેશને બધાં મહેમાનોની હાજરીમાં ગળે મળે છે, અને ભેટી પડે છે, અને તેની આંખોમાં જે ખુશીઓનાં આંસુઓ રોકી રાખ્યાં હતાં તે ધીમે - ધીમે ટપકવા લાગ્યાં.

આ જોઈ બધાં મહેમાનોની આંખોમાં ખુશીઓનાં આંસુ આવી ગયાં, ડૉ.અભયે સપનામાં પણ નહીં વિચાર્યું હશે….કે પોતે જે અખિલેશનો કેસ સોલ્વ કરવાં માટે પોતાનાં હાથમાં લઈ રહ્યાં હતાં, કે જે હાલમાં ઘણાં બધાં રહસ્યોથી સંપૂર્ણપણે ઘેરાયેલ હતો, જેની જિંદગીમાં જોરદાર ચક્રવાત કે વાવડોડું આવેલ હતું, જેની આખી લાઈફ એક ડરામણા અને ભયંકર સપનાથી ખુબજ ઉથલ - પાથલ થઈ ગયેલ હતી,...એ...જ...અખિલેશ તેના માટે પ્રેમનો દૂત બનીને આવશે...કે જે તેના અને સાક્ષીનાં પ્રેમને સફળ બનાવવા માટે આટલી જહેમત ઉઠાવશે….!

આમ આ બાબત જેવી રીતે ડૉ. અભય માટે એક સરપ્રાઈઝ હતી, તેમ બધાં જ મહેમાનો, દીક્ષિત, ડૉ. રાજન, અભિમન્યુ, હનીફ અને સલીમભાઈ એ બધાં માટે પણ સરપ્રાઈઝ જ હતી...આ સાંભળીને હાજર રહેલાં મહેમાનોને જાણે તેનાં મનમાં રહેલાં દરેક પ્રશ્નોનાં ઉતરો મળી ગયાં હોય તેવું અનુભવી રહ્યાં હતાં, કોઈએ મનમાં પણ નહીં વિચારેલ હતું કે અખિલેશ પોતાના પર રહેલ ડૉ. અભયનાં ઉપકારનો બદલો આવી રીતે ચૂકવશે…!

ત્યારબાદ મરીન પ્લાઝા હોટલનાં એ જ હોલમાં એક સાથે ત્રણ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા….અને રાજીખુશીથી અખિલેશ, સોનલ અને ડૉ. અભયનાં લગ્ન ધામધૂમપૂર્વક સંપન્ન થયાં, જાણે ભગવાને પણ આ જોડીઓ અગાવથી જ નક્કી કરેલ હોય તેવુ લાગી રહ્યું હતું...જે અનેક મુસીબતો, તકલીફો કે સંઘર્ષ બાદ એકબીજાને મળે તે નિયતિ કે વિધીનાં લેખ લખેલ હોય તેવું સૌ કોઈને લાગી રહ્યું હતું.

ત્યારબાદ છેલ્લે જ્યારે વિદાય પ્રસંગ આવ્યો, ત્યારે હાજર રહેલાં તમામ લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયાં, અને હાજર રહેલાં તમામ લોકોએ હૃદયપૂર્વક પ્રભુતામાં પગલાં માંડી રહેલા આ નવદંપતિઓને આશીર્વાદ આપ્યાં. સાહેબ કદાચ આ એક એવો પહેલો જ પ્રસંગ હશે કે જેમાં એક ભાઈ, એક બહેન અને એક મિત્ર એવાં ડૉ. અભયનાં લગ્ન એકસાથે જ અને એક જ મંડપ હેઠળ થયાં હોય.

પછી બધા જ મહેમાનોએ પોત પોતાના ઘરે જવાં માટે અખિલેશની પરમિશન લીધી….ત્યારબાદ સોનલ તેના પતિ નિશાંત સાથે તેનાં ઘરે જવાં માટે રવાનાં થઈ...જ્યારે ડૉ. અભય પણ પોતાની પત્ની એટલે કે સાક્ષીને લઈને પોતાનાં ઘર તરફ જવાં માટે રવાનાં થાય છે, જ્યારે અખિલેશ અને વિશ્વા પોતાની માતા વર્ષાબેનને કાયમિક માટે પોતાના નવાં ઘર જેનાં પર "વિશ્વા" એવું લખાવેલ હતું...જે અખિલેશે અગાવથી લીધેલ હતું " ત્યાં લઈ જાય છે….અને કાયમિક માટે વર્ષાબેનને પોતાની સાથે પોતાના જ ઘરમાં રાખે છે….આ જોઈ વર્ષાબેનને પણ પોતાના પુત્ર અખિલેશ પર ગર્વની લાગણી અનુભવી રહ્યાં હતાં, જાણે અખિલેશે એક સારો પુત્ર હોવાનું સાબિત કે પુરવાર કરવામાં સફળ થયો હોય તેવું વર્ષાબેનને લાગી રહ્યું હતું…..આજે કદાચ વર્ષાબેનનાં કાળજે ભારે ઠંડક અનુભવાતી હોય તેવું લાગી રહ્યું હતું, વર્ષાબેન પોતાની જવાબદારીઓ માંથી જાણે પોતે એકદમ નિવૃત થઈ ગયાં હોય તેમ એકદમ હળવાશ અનુભવી રહ્યાં હતાં, અને પોતાનો આ ભવ કે જન્મારો સફળ થઈ ગયો હોય તેમ મનોમન આંખોમાં આંસુ સાથે ભગવાનનો હૃદયપૂર્વક આભાર માન્યો….!

શું અખિલેશની લાઈફમાં હવે કોઈ મુસીબત કે તકલીફો આવવાની બાકી હતી….? અખિલેશ એક સારા પુત્ર તરીકે તો સફળ થઈ ગયો હતો…પરંતુ શું તે એક સારો પતિ બનાવમાં સફળ રહેશે…? અખિલેશની મેરેજ લાઈફ શાંતિ પૂર્ણ રીતે પસાર થશે કે પછી તેમાં પણ કોઈ ઉતાર - ચડાવ આવશે….? - આવા વગેરે પ્રશ્નો કે બાબતોનો અખિલેશ અને વિશ્વાને સામનો કરવાનો જ હતો, પરંતુ હાલમાં બંને માંથી કોઈપણ પાસે આ પ્રશ્નોનાં કોઈ જ જવાબો હતા નહીં.

ક્રમશ : 


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Horror